નવી દિલ્હી, તા. 21 : આઇપીએલની
પહેલી સીઝનથી અત્યારીસુધીમાં ટૂર્નામેન્ટ રમી રહેલી બે ટીમ એવી છે જે હજી સુધી ચેમ્પિયન
બની શકી નથી. જેમાંથી પંજાબ ટીમ તો એવી છે જેણે 17 કેપ્ટન બદલ્યા છે. જો કે ખિતાબનો દુષ્કાળ ખતમ થયો નથી. બે વખત
ટીમ ફાઇનલમાં પહોંચી છે પણ ખિતાબથી દૂર છે. 2014 બાદ 2025માં ટીમ આઇપીએલ
ફાઇનલમાં આવી હની. બીજી ટીમ દિલ્હી કેપિટલ્સ છે જે 2008થી રમી રહી છે પણ ખિતાબ જીતી શકી નથી. બન્નેનું નામ પણ બદલાયું
છે. પહેલા પંજાબ કિંગ્સનું નામ કિંગ્સ ઇલેવન પંજાબ હતું અને દિલ્હી કેપિટલ્સનું નામ
દિલ્હી ડેયરડેવિલ્સ હતું. જો કે પંજાબ કરતા દિલ્હીએ ઓછા કેપ્ટન બદલ્યા છે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ અત્યારસુધીની 18 સીઝનમાં નવ ભારતીય અને 8 વિદેશી સહિત 17 ખેલાડીઓને કેપ્ટનશીપ સોંપી
છે. જો કે ટીમ ટ્રોફી જીતી શકી નથી. જો કે ત્રણ ખેલાડીઓને તો નામ માત્રની કેપ્ટનશીપ
મળી હતી. કારણ કે એક એક મેચમાં જ નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત બે કેપ્ટને 6 અને 8 મેચમાં કેપ્ટનશીપ કરી છે. બાકીના કેપ્ટનોએ 10થી વધારે મેચમાં પંજાબની ટીમની કમાન સંભાળી
છે. મહેલા જયવર્ધને, વીરેન્દ્ર સહવાગ અને જિતેશ શર્માએ એક એક મેચમાં
કેપ્ટનશીપ કરી છે. ડેવિડ મિલરે છ અને મુરલી વિજયે આઠ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું
છે. પંજાબ કિંગ્સના 17 કેપ્ટનમાંથી
એક શ્રેયસ અય્યર એવો ખેલાડી છે જેની જીતની ટકાવારી 60થી વધારે છે. યુવરાજ
સિંહ આ ફ્રેન્ચાઇઝીનો પહેલો કેપ્ટન હતો. જો ક ટીમ જીતથી ખૂબ દૂર રહી છે.