ભુજ : મારૂ કંસારા સોની પ્રવીણભાઇ રણછોડદાસ પોમલ (રાયપુરવાળા)
(ઉ.વ. 68) તે સ્વ. ઉર્મિલાબેન રણછોડદાસના
પુત્ર, રસિકભાઇ (ઝાડછુગલા)ના ભત્રીજા, સ્વ. ભાગ્યરતિબેન, સ્વ. રમેશભાઇ, સ્વ. રમણીકભાઇ, જગદીશભાઇ, નીતાબેન,
હરીશભાઇ, કિશોરભાઇના ભાઇ, માયાબેન, રેખાબેન, હેમાબેનના દિયર,
ગીતાબેનના જેઠ, ધારશીભાઇ તથા નરેશભાઇના સાળા,
રાજેશ પોમલ (શ્રીજી માર્કેટિંગ-મુંદરા), પંકજ પોમલ
(સાંઇ એસ્ટેટ-ભુજ), ભાવના, ખ્યાતિ,
નીમા, પ્રિયાના કાકા, પિંકી,
પૂજા, મૌલિક, નીલેશ,
રવિના કાકાજી સસરા, પ્રિયાંશુ, નિવાનના કાકા દાદા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-3-2026ના શનિવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : વિજયાબેન કાકુગિરિ ગોસ્વામી (ઉ.વ. 75) તે સ્વ. કાકુગિરિ લક્ષ્મણગિરિના
પત્ની, કેશવગિરિ લક્ષ્મણગિરિ, સ્વ. મણિબેન નારાયણગિરિ, ગં.સ્વ. શાંતાબેન બુધગિરિ,
ગં.સ્વ. ડોલરબેન વસંતગિરિના ભાભી, સ્વ. કમળાબેન
ટપુગિરિ ગુંસાઇના પુત્રી, ભરતગિરિના માતા, સ્વ. કલ્પનાબેન ભરતગિરિના સાસુ, કિશન, હેત્વીના દાદી, સ્વ. રમણીકગિરિ ટપુગિરિ (મોરબી),
સ્વ. વજીબેન લક્ષ્મણપુરી ગુંસાઇ (મોરબી), સ્વ.
લાભુબેન ગોવિંદગિરિ ગુંસાઇ (મોરબી), ગં.સ્વ. અનસૂયાબેન (ગૌરીબેન)
બટુકભાઇ ગોસ્વામી (ભુજ), શારદાબેન (સરોજબેન) રસેન્દુ વોરા (ભુજ)ના
બહેન તા. 19-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-3-2026ના શનિવારે સાંજે 5થી 6 જૂના નિવાસસ્થાન
વાલ્મીકિનગર, જી.કે. જનરલ હોસ્પિટલના
બીજા ગેટની સામેવાળી ગલી, પી.સી.વી. હાઇસ્કૂલના પાછળવાળી ગલી,
ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ તેરાના હંસાબેન અમૃતલાલભાઈ હંસોરા (ઉ.વ. 75) તે અમૃતલાલ દામજીભાઈ હંસોરાના
પત્ની, સ્વ. હરખુબેન, સ્વ. મેઘજીભાઈ,
સ્વ. જશોદાબેન જેરામભાઈના દેરાણી, રાજેશભાઈ,
અજિતભાઈ, પ્રતિમાબેન હરેશભાઈ વાઘેલાના માતા,
રીટાબેન, દીપ્તિબેનના સાસુ, જિગર, નકુલ, જાનકી, હેતલના દાદી, ગુંજન, હર્ષના નાની,
દિયાના પરદાદી, પૂજા અને નિરાલીના દાદીસાસુ,
શાંતિલાલભાઈ, પ્રદીપભાઈ, હરેશભાઈ, જયશ્રીબેન, પ્રેમીલાબેનના
કાકી, બાલકૃષ્ણભાઇ, રમેશભાઈ, કીર્તિભાઈ પિત્રોડાના બહેન તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-3-2026ના શનિવારે સાંજે 5થી 6 સમસ્ત ગુર્જર લુહાર વાડી,
ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ માંડવીના મેઘબાઇ મૂરજીભાઇ મતિયા તે મૂરજી વેલજી
મતિયાના પત્ની, મતિયા રાણાભાઇ,
દાદુભાઇ, સ્વ. વિરમભાઇ, વીરબાઇના
માતા, મતિયા ભગવતી, ચાગબાઇ, તેજબાઇના સાસુ, જગદીશ, સંજય,
મેઘરાજ, અનિતા, નરેશ,
અશોક, સોનાના દાદી તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. આગરી
(કોઠ) તા. 22-3-2026ના તથા ઘડાઢોળ (પાણી) તા. 23-3-2026ના.
અંજાર : મૂળ ખંભરાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ગૌરીબેન
દયારામ ટાંક (ઉ.વ. 64) તે સ્વ. દયારામભાઇ
નારણભાઇ ટાંકના પત્ની, કિરીટભાઇ ટાંક,
કંચનબેન, ભાવિકાબેનના માતા, ગુંજનબેનના સાસુ, રોહન, જાનકીના
મોટીમા, જિયા, ધારનાના દાદી, શિવમ, ક્રિશવના નાની તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-3-2026ના શનિવારે સાંજે 5થી 6 (ભાઇઓ-બહેનોની) કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન ખાતે.
કેરા (તા. ભુજ) : મુખી સદરુદ્દીનભાઈ મહમદઅલી લાલજિયાણી (ઉ.વ.
69) તે યાસ્મિનબેનના પતિ, મ. ઇનાયતભાઇ, મ. નઝરઅલીભાઇ,
અકબરભાઇ (પાકિસ્તાન), ગુલાઝારબેનના ભાઇ,
મ. નૂરઅલી રાશીદ (માધાપર)ના જમાઇ, સાહિદ (પ્રિન્સ
મેડિકલ), સેજુના (પી.જી.વી.સી.એલ.), સેમીનાના
પિતા, ફરીદભાઇ (ગેટકો), અનીશભાઇ,
માધવીબેનના સસરા, મુમતાજબેન, મનસુરઅલીના બનેવી તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-3-2026ના સાંજે 4થી 5 ખોજા સમાજવાડી, કેરા ખાતે.
શિણાય (તા. ગાંધીધામ) : સોરઠિયા આહીર કેવિન લાલજીભાઇ બલદાણિયા
(ઉ.વ. 11) તે કુસુમબેનના પુત્ર, ગં.સ્વ. રતનબેન કાનજીભાઇ બલદાણિયાના પૌત્ર,
હેમલતાબેન નાનજીભાઇ બલદાણિયા, મુક્તાબેન પરસોત્તમભાઇ
બલદાણિયા, લીલાવંતીબેન નરશીભાઇ બલદાણિયા, વનિતાબેન રમેશભાઇ હડિયાના ભત્રીજા, કિશન, હાર્દિક, મિતેષ, મોડિક,
ઉત્સવ, બંસી, ઉર્વશી,
મિતાલી, દિવ્યાંશી, પ્રિયન્સી,
હેત્વીના ભાઇ, ગં.સ્વ. જમનાબેન પરસોત્તમભાઇ હડિયા
(પટેલ)ના દોહિત્ર તા. 19-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026નાજ સોમવારે સવારે 10થી 11 વૃંદાવન વાડી
(જૂની સમાજવાડી), શિણાય ખાતે.
ગુણપુરી-તલવાણા (તા. માંડવી) : મૂળ મોટી ભુજપુરના હેમલતાબેન
(ઉ.વ. 79) તે ખુશાલ જીવરાજ ભેડાના પત્ની, મુકુલ અને વિરતીના માતા તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
સમાઘોઘા (તા. મુંદરા) : ઉમેદાસિંહ માધુભા જાડેજા (ઉ.વ. 60) તે માધુભા માનસંગજીના પુત્ર, સ્વ. અનવરાસિંહ, સ્વ.
હિંમતાસિંહ, ખુમાનાસિંહના ભત્રીજા, સ્વ,
પૃથ્વીરાજાસિંહ, હકુમતાસિંહ, હેતુભા, મહિપતાસિંહના કાકાઈ ભાઈ, ઘનશ્યામાસિંહ, કિશોરાસિંહ, જયવીરાસિંહ,
સહદેવાસિંહના ભાઈ, જયદીપાસિંહ, નિર્મલાસિંહના પિતા, વિસદીપાસિંહ, ક્રિપાલાસિંહ, રુદ્રાસિંહ, શુભમાસિંહ,
નકુલાસિંહના મોટાબાપુ,
ભરતાસિંહ, યસરાજાસિંહ, યુવરાજાસિંહ, મનોહરાસિંહ, અક્ષયરાજાસિંહ,
વિજયાસિંહ, મયૂરાસિંહના કાકા, બ્રિજરાજાસિંહ, આર્યદીપાસિંહ, ક્રિષ્નપાલાસિંહ,
અદવેદાસિંહના દાદા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21થી 24-3-2026 સુધી ભાયાતની ડેલી, સમાઘોઘા ખાતે.
દેશલપર-ગું. (તા. નખત્રાણા) : રવજી રમુભાઇ ચાવડા (ઉ.વ. 51) તે ગં.સ્વ. લખમાબેન રમુભાઇ
ચાવડાના પુત્ર, પચાણભાઇ, શાન્તાબેન, જેઠાલાલના ભાઇ, મણિબેન
પચાણના દિયર, દેવજીભાઇ નાયાભાઇ, ધનજીભાઇ
હીરજીભાઇ (ભુજ)ના કાકાઇ ભાઇ, વિજયભાઇ, ભાવેશના
કાકા, જમનાબેન ફકુભાઇ (ખોંભડી મોટી)ના ભાણેજ, ચાવડા ભીમજી નારાણભાઇ, સામજી વાલજીભાઇ, દેવજીભાઇના કાકાઇ કાકા તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું ત્રણ દિવસ રવિવાર સુધી નિવાસસ્થાન
દેશલપર (ગું.) ખાતે.
વડવા કાંયાજી (તા. નખત્રાણા) : જાડેજા ચાંદુભા આમરજી (ઉ.વ. 55) તે સ્વ. વેલુભા, સ્વ. ભોજરાજજી, સ્વ. હઠીસંગજી,
સ્વ. પાંચુભા, લાખુભા, હનુભા,
શક્તાસિંહ, મોબતાસિંહ, શિવુભાના
ભાઇ, મયૂરાસિંહ, હિંમતાસિંહના પિતા,
સ્વ. ડોલુભા, રામાસિંહ, ગનુભા,
મહાવીરાસિંહ, કિશનાસિંહ, કનકાસિંહ, હરપાલાસિંહ, તુષારાસિંહ,
મહેન્દ્રાસિંહના કાકા, કરણાસિંહ, પ્રતાપાસિંહના સસરા, વાઘેલા અજિતાસિંહ શિવુભાના જમાઈ
તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન વડવા કાંયાજી ખાતે.
નલિયા (તા. અબડાસા) : ખલીફા તબશુબ સાલેમામદ (ઉ.વ. 13) તે સાલેમામદ આમદના પુત્રી, આમધ જુસબ (બારા)ના પૌત્રી, રિઝવતના બહેન, હારુન આમધ, અલ્તાફ
આમધના ભત્રીજી, ગની આદમ, મુસ્તાક આદમ (વિંઝાણ)ના
ભાણેજી તા. 20-3-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-3-2026ના નિવાસસ્થાન અંનતનગર, નલિયા ખાતે.