• રવિવાર, 22 માર્ચ, 2026

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં કચ્છના વકીલનો પાંચમી વખત વિજય

ગાંધીધામ, તા. 21 :  મૂળ ભચાઉના અને અમદાવાદ  ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતા  ધારાશાત્રીનો બાર કાઉન્સીલની ચૂંટણીમાં પાંચમી વખત વિજય થયો છે. અનિલકુમાર કેલા માર્ચ 2000માં પ્રથમવ વખત બાર કાઉન્સીલમાં ચૂંટાયા હતાતેમણે અઢી દાયકા સુધી કાઉન્સીલમાં વિવિધ હોદ્દા ઉપર રહીને કામગીરી કરી છે. કાઉન્સીલમાં  એક્ઝિકયૂટિવ કમીટીના ચેરમેન, બાર કાઉન્સીલના ચેરમેન  ફાયનાન્સ કમીટીના ચેરમેન  અને એનરોલ કમીટીના ચેરમેન તેમજ ડિસીપ્લિન કમીટીના ચેરમેન તરીકે જવાબદારી  નિભાવી છે. તેમના પ્રયાસોથી અત્યાર સુધીમાં વકીલોને 25.91 કરોડ માંદગી સહાય ચૂકવવામાં આવી છે. વધુ  એક વખત તેમની જીત થતાં  કચ્છ અને ગુજરાતભરમાંથી  તેમને અભિનંદન મળી રહ્યાં છે. 

Panchang

dd