ગાંધીધામ, તા. 21 : શહેર ભાજપના મંત્રીને મરવા
માટે મજબૂર કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આદિપુરમાં રહેતા દીપેશ
ભટ્ટે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ પ્રકરણમાં કુલ 18 જણ સામે ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં સામેલ આરોપીઓને ઝડપભેર પકડવા સહિતની માંગ સાથે બ્રહ્મસમાજ પૂર્વ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવામાં
આવ્યું હતું. પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે
બે આરોપી ગુજરાત, અન્ય રાજ્યમાં
નાસી ગયા હોવાની પૂર્વ બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાનપોલીસે આરોપી મુકેશ રમેશભાઈ
મીરાણી (રહે. મકાન નં. 1, સુભાષનગર, ગાંધીધામ), હરેશ રમેશભાઈ મીરાણી (રહે. સીએએક્સ-195, છ વાળી, આદિપુર)ની ધરપકડ કરી હતી.