• રવિવાર, 22 માર્ચ, 2026

ઢોરીમાં દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 21 : ગઈકાલે ઢોરીમાં ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે શખ્સને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઈકાલે ઢોરીના બસ સ્ટેશન પાસેથી ઢોરીના સમેજાવાસમાં રહેતા 21 વર્ષીય યુવાન ઓસમાણ હુસેન સમેજાને ગેરકાયદે રીતે પરવાના વિના રાખેલી સિંગલ બેરલના દેશી બનાવટની મોભર બંદૂક કિં. રૂા. 2000 સાથે માધાપર પોલીસે ઝડપી આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd