• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મુકુલભાઈ જનકરાય ધોળકિયા (ઉ.વ. 72) (નિવૃત્ત પીજીવીસીએલ) તે સ્વ. રસીકબાળા જનકરાય ધોળકિયાના પુત્ર, જાહન્વિકાબેનના પતિ, નુપૂર, વિહંગ (એલ.ડી. એન્જિનીયરિંગ કોલેજ-અમદાવાદ)ના પિતા, આલોક કિરણેન્દુ વૈષ્ણવ (ગ્રામીણ બેંક), કૃપા વિહંગ ધોળકિયાના સસરા, બંસરી રસેન્દુ અંતાણી, નલિની અશ્વિન અંજારિયા, પરેશા જયમિની અંજારિયા, જયેશ ધોળકિયાના ભાઈ, સ્વ. બાબુલાલભાઈ જી. હાથીના જમાઈ, કર્ણિકા શિરીષ છાયા, શૈલેન્દ્ર હાથી, સ્વ. સુહાસિની શૈલેષ ધોળકિયા, ઊર્મિ રાજેશ વૈદ્યના બનેવી, અનુજના નાના, વરદ, ધરવના દાદા તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠી બારી, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના જશવંતીબેન તે સ્વ. વિનોદચંદ્ર જે. મહેતા (નિવૃત્ત જી.ઇ.બી.)ના પત્ની, સ્વ. રસવીરચંદ્ર, મહેશભાઇ, મયૂરભાઇ (ગેસ સર્વિસ સ્ટેશન)ના મોટા ભાભી, મીનાક્ષી (અમદાવાદ), હિતેષ, રાજેશ (સ્વામિનારાયણ એસ્ટેટ), શૈલેષ (ઉર્વિ જનરલ સ્ટોર)ના માતા, સીમા (ઉર્વિ બ્યૂટીપાર્લર), અંજલિ (ટીના), અસ્મિતા (શિક્ષિકા, ઢોરી સ્કૂલ)ના સાસુ, મિલિન્દ (સ્પાઇસી એન્ડ અરોમા રેસ્ટોરન્ટ), ઉર્વિ, ગોરલ, સૂજલ, ક્રિષનના દાદી, હિમાની, ધૃવિનના નાની, પ્રવીણચંદ્ર કે. મહેતાના બહેન તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ, ચારણ સમાજવાડીની બાજુમાં, નિર્મલસિંહની વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : વીણાબેન ગોસ્વામી (ઉ.વ. 74) તે સ્વ. રૂદ્રદત્તગિરિ જાદવગિરિ ગોસ્વામીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન જાદવગર ગોસ્વામીના પુત્રવધૂ, સ્વ. નિર્મળગિરિ બેચરગિરિ, કિશોરગિરિ ગંગાગિરિ (કલાણેશ્વર જાગીર)ના ભત્રીજાવહુ, સ્વ. સુધાબેન દામોદરગિરિ (મોરબી)ના પુત્રી, સ્વ. કિશોરગિરિ, કુંદનગિરિ, કિરણગિરિ, ઇલાબેન, સ્વ. અંજનાબેનના બહેન, કાજલબેન હિતેનગિરિ (જિયાપર હાલે આફ્રિકા), મેહુલગિરિ, ખુશ્બૂબેન વિશાલપુરીના માતા, શિવાનીબેનના સાસુ તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

અંજાર : કચ્છી ભાટિયા દેવ સંપટ (ઉ.વ. 8) તે ભૂમિ અને પુનિતના પુત્ર, લીના અને નરેશ ઠાકરશી સંપટના પૌત્ર, પલ્લવના ભત્રીજા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 (ભાઇઓ-બહેનોની) ભાટિયા મહાજન કોમ્પયુનિટી હોલ, ટેલિફોન એક્સચેંજ પાછળ, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

આદિપુર : મૂળ દેવળિયાના ભગવતીબેન મનસુખલાલ રાઠોડ (ઉ.વ. 77) તે લલિતભાઇ (પ્લમ્બર)ના માતા, પ્રફુલ્લા લલિતભાઇના સાસુ, પલક, સાક્ષીના દાદી તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી, કપિલમુનિ આશ્રમ, બસ સ્ટેશન સામે, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ દેવળિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) હરિરામભાઈ ટાંક (ઉ.વ. 75) (નિવૃત્ત સુપરવાઈઝર જિલ્લા પંચાયત-ભુજ) તે સ્વ. કાશીબેન તથા સ્વ. મોહનલાલ લાલજીભાઈ ટાંકના પુત્ર, દમયંતીબેનના પતિ, સ્વ. જયાબેન, સ્વ. નરાસિંહભાઈ રામજીભાઈ ચાવડાના જમાઈ, કિશોર, સ્વ. અમૃતલાલના બનેવી, સ્વ. વાસુદેવભાઈ, નૌતમભાઈ, ગીરજાબેન લીલાધરભાઇ રાઠોડ, ભાનુબેન પ્રભુલાલ પરમારના મોટા ભાઈ, મહેશ (જીઇબી), જિજ્ઞેશ (બ્રહ્માણી ઇલેક્ટ્રિક-ગાંધીધામ)ના પિતા, સુનીતાબેનના સસરા, બંસી, દર્શિલના દાદા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ભાઇઓ તથા બહેનોની કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.

અંજાર : મૂળ માંડવીના ઉર્વશીબેન (ઉ.વ. 31) તે શારદાબેન સુરેશગિરિ ગોસ્વામીના પુત્રી, સ્વ. નર્મદાબેન શિવગર (માંડવી)ના પૌત્રી, સ્વ. કંકુબેન પરષોત્તમગિરિ (અંજાર)ના દોહિત્રી, લીલાવંતીબેન મહેશગિરિ, વર્ષાબેન કમલેશગિરિ, તારલાબેન મનસુખગિરિ, હસ્મિતાબેન જગદીશગિરિ (માંડવી)ના ભત્રીજી, નિખિલકુમાર નરશીભાઇ ઠક્કર (અંજાર)ના સાળી, પ્રવીણગિરિ, સુરેશગિરિ (અંજાર), સ્વ. રમણીકગિરિ (અંજાર), જીતુબેન રમેશપુરી (ભુજ)ના ભાણેજી, નંદની વિજયગિરિ (આદિપુર), રોહિની પ્રકાશગિરિ (ભુજ), શક્તિ, દર્શના, કપિલ, મોહિત, નિહાર, ઇશિતા, ઇશા, હેન્સી, ઝીલ, રાહિલ, નિત્ય, ધારાબેન નિખિલકુમાર (અંજાર)ના બહેન તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના સાંજે 4થી 5 રોટરી હોલ, બસ સ્ટેશન, પોલીસ ચોકી પાસે, અંજાર ખાતે.

મુંદરા : ચતુરસિંહ શંભુલાલ પીપરાણી (ઠક્કર) (ઉ.વ. 70)  તે ગં. સ્વ. ચંદ્રિકાબેન (કસ્તૂરબેન)ના પતિ, સ્વ. શાંતાબેન, સ્વ. શંભુલાલ કાનજી પીપરાણીના પુત્ર, સ્વ. કાશીબેન, સ્વ. દેવશીભાઈ દામજીભાઈ કોટક (રતનાલવાળા)ના જમાઈ, ગં. સ્વ. તારાબેન લક્ષ્મીકાંત પીપરાણી, સ્વ. ચંપાબેન કાંતિલાલ રાયચના (મુલુંડ)ના નાના ભાઈ, ભાવનાબેન કિશોરભાઈ પીપરાણી, ગં. સ્વ. ભારતીબેન કીર્તિભાઈ પીપરાણી, સ્વ. વૈશાલીબેન, ભૂપેન્દ્રભાઈ પીપરાણી, હિનાબેન હરેશભાઈ પીપરાણી, દિપાલીબેન રાજેશભાઈ પીપરાણી, કોકીલાબેન પ્રકાશભાઈ રાયચના (મુલુંડ), ગં. સ્વ. ભાવનાબેન મહેન્દ્રકુમાર પલણ (ભુજ)ના મોટાભાઈ, જ્યોતિ પ્રણવભાઈ ચંદે (ભચાઉ), કલ્પના હર્ષલભાઈ મજેઠિયા (અંજાર), તન્વી ધવલ રાકંગોર (રાજકોટ), શીતલબેનના પિતા, કિશા, માહી, રાહી, તાશી, સ્વયં, હેમના નાના, મહેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, મહેશભાઈ, મિતેશભાઈ, તારાબેન, ગુણવંતીબેન, ચંદ્રિકાબેન અને ગીતાબેનના બનેવી તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. 

માનકૂવા (તા. ભુજ) : કુંવરજીભાઇ શિયાણી (ઉ.વ. 82) તે સ્વ. રામજી મેઘજી શિયાણીના પુત્ર, ગં.સ્વ. રાધાબેનના પતિ, સ્વ. જાદવા રામજી શિયાણી, સ્વ. કાન્તાબેન કેસરા વરસાણીના ભાઇ, દિનેશભાઇ, નરેન્દ્રભાઇ, ચંપકભાઇ, વનિતાબેન કેરાઇ, લક્ષ્મીબેન હીરાણી, શાન્તાબેન વરસાણીના પિતા, દિનેશભાઇ કેરાઇ, હીરાલાલ હીરાણી, જાદવાભાઇ વરસાણી, દક્ષાબેન, રમીલાબેન, દુર્ગાબેનના સસરા, પ્રકાશ, ખુશાલ, હર્ષિલ, વંદના, પ્રગતિ, અંશીના દાદા, મિહિરના પરદાદા, મંથનના પરનાના તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે સવારે 7.30થી 8.30 ઠાકર મંદિર ચોક, જૂનાવાસ, માનકૂવા ખાતે ભાઇઓ અને બહેનોની સાથે.

નાના વરનોરા (તા. ભુજ) : મોખા હાસમ નામોરી (ઉ.વ. 55) તે સિધિક નામોરીના ભાઇ, સોયબ, ઇકબાલ, અબ્દુલ્લ, કાસમ, લતિફના કાકા તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 10-12, 11-12 અને 12-12-2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાને નાના વરનોરા ખાતે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા અનસૂયાબા લાલુભા (ઉ.વ. 53) તે જાડેજા લાલુભા પોપટભાના પત્ની, વિક્રમસિંહ, અજિતસિંહ, મહિપતસિંહ, સ્વ. કારૂભા, પ્રવીણસિંહ, દશરથસિંહના નાના ભાઇના પત્ની, જીતુભા, દીલુભા, જયેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, રાજેન્દ્રસિંહ, ફકુભા, કનકસિંહના ભાભી, હાર્દિકસિંહના માતા, હિતેન્દ્રસિંહ, રોહિતસિંહ, હરપાલસિંહના કાકી, વિશ્વરાજસિંહ, રાજવીરસિંહના મોટાબા, ઓમદેવસિંહ, વિરાજસિંહ, જયમિતસિંહના દાદી તા. 9-12-2025ના અવસાન પામ્યા છે, સાદડી તા. 9-12થી 13-12 -2025 સુધી અજાણી ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 20-12-2025ના નિવાસસ્થાને.

બિદડા (તા. માંડવી) : મૂળ મસ્કાના હંસરાજ મેઘજી મોતા (રાજગોર) (ઉ.વ. 76) તે સ્વ. મણિબેન મેઘજી મોતાના પુત્ર, લીલાવંતીબેનના પતિ, પરેશ, મહેશ, મનીષાબેનના પિતા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-12-2025ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

શિરવા (તા. માંડવી) : ખલીફા ફાતમાબાઇ અલીમામદ (ગુજરાતવાળા) (ઉ.વ. 90) તે ઇશબ, અબ્દુલ્લાના માતા, મ. ઓસમાણ ઇબ્રાહિમના પુત્રી, સિધિક, શરીફ, સાલેમામદ (માંડવી), આમદ, ઇલિયાસ (નવાવાસ)ના બહેન, મ. અબ્દુલ મામદ, મ. હારુન મામદ, મ. રમજુ મામદ, ઉમર મામદ (રામપર-વેકરા)ના ભાભી તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-12-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, શિરવા ખાતે.

વાડાપદ્ધર (તા. અબડાસા) : જાડેજા પ્રતાપબા પ્રવીણાસિંહ નોઘણજી (ઉ.વ. 74) તે બટુકાસિંહ (આરંભડા), મોહનાસિંહ (પાનધ્રો)ના ભાભી, મીનાબા નોઘણજી ચૌહાણ (દયાપર), પ્રફુલબા અજિતાસિંહ સોઢા (પાનધ્રો), પોપટબા પ્રદીપાસિંહ સોઢા (વેડહાર)ના માતા, રૂપસંગજી ખેંગારજી સોઢા (જારજોક હાલે ભારાસર-માનકૂવા)ના બહેન તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢની ડેલીમાં, વાડાપદ્ધર ખાતે.

કોઠારા (તા. અબડાસા) : જોગી દામજી મીઠુ (ઉ.વ. 75) તે માવજી અને કાનજીના ભાઇ, રવજી મમુ અને લીલાધર પરસોત્તમના મોટાબાપુ, કનૈયા અને હરેશના પિતા, કિશનના દાદા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 17-12-2025ના બુધવારે અને ઘડાઢોળ (બારસ) તા. 18-12-2025ના ગુરુવારે.

બેરા (તા. અબડાસા) : સંગાર હાજિયાણી ખતુબાઇ હાજી આધમ (ઉ.વ. 90) તે મ. હાજી આધમના પત્ની, હાજી જુસબ, હાજી ઉમરના માતા તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-12-2025ના ગુરુવારે સવારે 10થી 11 બેરા જમાતખાના ખાતે.

સિયોત (તા. લખપત) : ચાવડા પુરીબેન (ઉ.વ. 67) તે સ્વ. દાના વાઘાના પત્ની, સ્વ. કાનજીભાઇ તથા પાલાભાઇ (રસલિયા)ના ભાઇના પત્ની, નર્મદાબેન મૂળજી પરમાર (અંતરજાળ), સ્વ. ભાવના, લક્ષ્મણભાઇ (આદિપુર), ધનજીભાઇના માતા, સ્વ. જખીબેન પ્રેમજી ગોહિલ (ઉખેડા)ના પુત્રી, કાનજીભાઇ, સ્વ. નાનજીભાઇ, લાલજીભાઇ, ડાયાલાલ (ઉખેડા), સ્વ. પદ્માબેન ખીમજી વાઘેલા (વિગોડી), સ્વ. લખીબેન દાના વાઘેલા (નાની અરલ)ના બહેન, રવિભાઇ, નરશીભાઇ, સ્વ. રામજી, ભાણીબેન મનજી જાદવ (ધુફી), જમનાબેન જેઠાલાલ સોલંકી (નાની વિરાણી), હંસાબેન જીવરાજ પરમાર (અંતરજાળ), લક્ષ્મીબેન આંઠુ (રસલિયા), રાધાબેન ખેતાભાઇ લોંચા (મોટા કાદિયા), પાર્વતીબેન શિવાભાઇ લોંચા (વિથોણ)ના કાકી, યશ, મહેક, હિતેષ, હેતલ, હેમાંશીના દાદી, લીલાબેન, રંજનબેન, મૂળજીભાઇ પરમાર (અંતરજાળ)ના સાસુ, જિગરના નાની તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 12-12-2025ના રાત્રે તથા તા. 13-12-2025ના શનિવારે સવારે 11 વાગ્યે પાણીઆરો તથા બેસણું નિવાસસ્થાને.

બેંગ્લોર : મૂળ માંડવીના કચ્છી ભાટિયા બિપિન હિંમતાસિંહ બાંભડાઈ (ઉ.વ. 55) તે હિંમતાસિંહ ગુલાબાસિંહ બાંભડાઈ તથા ભાનુમતિના પુત્ર, ગુલાબાસિંહ ચત્રભુજ બાંભડાઈ, કમળાબેનના પૌત્ર, ભાવનાના પતિ, મિતુલના પિતા, ઈશિતાના સસરા, રાકેશ, નીતા ગાજરિયા (હાલે મુંબઈ)ના મોટા ભાઈ, કેશવી ગાજરિયાના મામા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : રાકેશ-91086 75673, ભાનુબેન - 96204 57050, મિતુલ : +491 76776 27948.

મુંબઈ : ખીમઈબેન રીટા (ઉ.વ. 93) તે મૂળ લાકડિયાના સ્વ. કેશવજી માયાભાઇ રીટાના પત્ની, ડો. નાગજી રીટા (પ્રમુખ, વાગડ વીશા ઓસવાળ ચોવીસી મહાજન), પ્રેમજીભાઈ રીટા, ચંદ્રકાન્તભાઈ રીટા, અનિલભાઈ રીટાના માતા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-12-2025ના બપોરે 2.30થી 4.30 યોગી સભાગૃહ હોલ, દાદર- પૂર્વ, મુંબઈ ખાતે.

Panchang

dd