• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મૃદુલચંદ્ર કનૈયાલાલ ધોળકિયા (ઉ.વ. 89) તે પ્રતાપબેન કનૈયાલાલ ધોળકિયાના પુત્ર, સ્વ. ક્રિષ્નાબેનના પતિ, લક્ષ્મીબેન કાનજીભાઈ રાઠોડના જમાઈ, ભાવિની (જામનગર), કલ્પેશ (કચ્છમિત્ર), દીક્ષિતા (જામનગર)ના પિતા, સ્વ. ભદ્રકિશોર, સ્વ. હરકિશોરી, સ્વ. ચન્દ્રકિશોર, સ્વ. કીર્તિકિશોરના ભાઈ, નયના, શૈલેશ ઠાકર (જામનગર), તુષાર માંકડ (જામનગર)ના સસરા, યાત્રી, ગંગોત્રીના દાદા, નિરાલી, ધીમહિ, વેદાંશીના નાના, સ્વ. ઉર્વી, વિશ્વા પરિતોષ દેસાઈ (રાજકોટ)ના કાકા, શ્યામલ પુરોહિતના નાનાજી તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2025ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી રિંગરોડ ખાતે.

ભુજ : આરબ નાઝીરબીન અબ્દુલ્લાહ (સબીબી) (ઉ.વ. 63) તે સૈયદભાઇ (દાદુ), ફિરોજના પિતા, મ. ખતીજાબેનના પુત્ર, ઉમરભાઇ (રાજકોટ), કાદરભાઇ, ઇબ્રાહીમભાઇ, હાફીઝાબેન, ઝરીનાબેનના ભાઇ, હાજી મોહંમદ સૈયદ લાહેજી, રસીદભાઇ (અબ્બા)ના સાળા, આરબ, આદિલ, કાસમના સસરા, આરબ એહમદ (ભચાઉ), આરબ અનવર (ભચાઉ)ના બનેવી તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2025ના સોમવારે સવારે 10થી 11 મસ્જિદ-એ-ઇમામે રબ્બાની બકાલી કોલોની, પાટવાડી નાકા બહાર તથા બહેનો માટે નિવાસસ્થાને. 

ભુજ : કચ્છી બ્રહ્મક્ષત્રિય  ગં.સ્વ. બાલાબેન   (ઉ. વ. 74) તે સ્વ. શાંતિલાલ કલ્યાણજી સોનેજીના પત્ની, આનંદીબેન તથા લીનાબેનના માતા, સ્વ. જેઠાલાલ દયારામ મચ્છરના પુત્રી તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-12-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન `શાંતિ નિવાસ', ભાટિયા શેરી, ડાંડા બજાર,   ભુજથી ખારીનદી મોક્ષધામ જશે.

ભુજ : લંઘા કરીમભાઇ વલીમામદ તે મકબુલ, વસીમના પિતારમઝાન (લોડાઇ)ના ભાઇ તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2025ના સોમવારે સવારે 10થી 11 મોલુવાળા જમાતખાના, સરપટ ગેટ ખાતે. 

ગાંધીધામ : સરસ્વતીબેન વસંતભાઇ સાંખલા (ઉ.વ. 71) તે વસંત માંગીલાલ સાંખલાના પત્ની, નવીન, પદ્માબેન, શોભાબેન, રેખાબેનના માતા, દીપેશના દાદી તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2025ના સાંજે 4.30થી 5.30 ગણપતિ ચોક, અપનાનગર, 236/એ ખાતે. 

માંડવી : મૂળ વાડાપદ્ધરના અ.સૌ. હંસાબેન હીરાચંદ શાહ (ઉ.વ. 67) તે હીરાચંદ કાંતિલાલ શાહના પત્ની, સ્વ. લીલાવંતીબેન કાંતિલાલ શાહના પુત્રવધૂ, સ્વ. અમૃતબેન દેવશી મહેતાના પુત્રી, હેતલ દર્શન શેઠ, ચિ. વર્ષલના માતા, સ્વ. કસ્તૂરબેન જયસુખ ત્રિવેદી, હેમલતા જગદીશ ત્રિવેદીના ભાભી, દત્તાબેન કિશોરભાઇ શાહના દેરાણી, સ્વ. નીરા જયેશ શેઠ (રેશ્માબેન), ઇશ્વરલાલ દેવશી મહેતાના બહેન, ડોલિતા, જિગીષાના કાકી, પ્રતીક, ખુશ્બૂના ફઇ, નેહા, પ્રિન્સી, નિખિલના માસી, હિરેન, વિમલ, સ્વ. જિતેન્દ્ર (પિન્ટુ)ના મામી, ધ્યાનના નાની તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2025ના સોમવારે સાંજે 4થી 5 જૈનપુરી ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ચુનડી (તા. ભુજ) : સમેજા જેનાબાઇ ભચુ (ઉ.વ. 70) તે મ. ભચુ પીરમામદ સમેજાના પત્નીમામદ હુસૈનના માતા, મોહિન અને મોશીનના દાદી, મ. આદમ જુસબ સમેજા, મ. ઇસ્માઇલ જુસબ સમેજા, યુનુસ જુસબ સમેજાના કાકી, શોકત સમેજા, શાહિદ સમેજા (એડવોકેટ), ફૈઝલ, ફવાઝ, ફારૂક સમેજાના દાદી તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ અને જિયારત તા. 8-12-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને. 

નાના આસંબિયા (તા. માંડવી) : હાલે ભુજના રમેશભાઇ નરશીભાઇ ગજ્જર (ઉ.વ. 73) તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. 

ઢીંઢ (તા. માંડવી) : સુમરા શેરબાનુબાઇ મામદ (ઉ.વ. 65)  તે હમીદ મામદ (દૂધવાળા), ગુલામ મામદ, સલીમ મામદના માતા, સાલેમામદ આમદ, હાજી રજાક આમદ, અબ્દુલ્લા આમદ, સુલેમાન આમદના ભાભી, મ. અબુબકર અબ્દુલ્લા (કાગડા), નૂરમામદ, અલીમામદ, ગની, રજાકના બહેન, કાસમ ઉંમર, હુશેન   ફકીરમામદના સાસુ તા. 5-12-2025ના અવસાન પામ્યા છે.  વાયેઝ તથા જિયારત તા. 7-12-2025ના રવિવારે સવારે 9થી 10 ઢીંઢ જમાતખાનામાં.  

રોહા (સુમરી) (તા. નખત્રાણા) : ભજીર સલમાબાઇ કાસમ (ઉ.વ. 37) તે ભજીર હુસેન બુઢ્ઢા (નલિયા)ના પુત્રી, ભજીર અબુબકર સુમારના ભાભી, વસીમના માતા, સલમાનના મોટી મા, મ. અબ્દુલ, અઝીઝ, દાઉદ, આમદ (નલિયા)ના બહેન તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2025ના સોમવારે સવારે 10 વાગ્યે રોહા મુસ્લિમ જમાતખાના ખાતે. 

મુલુંડ (મુંબઇ) : મૂળ જિયાપરના ધનજી શિવગણ રૂડાણી (ઉ.વ. 91) તે સ્વ. હીરબાઇ શિવગણ રૂડાણીના પુત્ર, નાનાલાલ, મહેન્દ્રભાઇ, કાંતિભાઇ, પ્રકાશભાઇ, મંજુલાબેનના પિતા, જિજ્ઞાબેન, ઉર્મિલાબેન, કસ્તૂરબેન, રમીલાબેન, સ્વ. ડો. નવીન પટેલના સસરા, સ્વ. પરમાબેન મનજી ગોરાણી (કલ્યાણપર)ના જમાઇ તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2025ના સોમવારે સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી જિયાપર ખાતે.

મુંબઇ : મૂળ માંડવીના કચ્છી પરજિયા પટ્ટણી સોની રસિકભાઇ કેશવજી સુરૂ (ઉ.વ. 83) તે સ્વ. મોતીબેન, સ્વ. કેસરબેન, ગં.સ્વ. ક્રિષ્નાબેન કેશવજી સુરૂના પુત્ર, હર્ષાબેનના પતિ, નીલમ, ભાવિકા, સોનાક્ષીના પિતા, જિજ્ઞેશ રમેશચંદ્ર થલેશ્વર, દેવાંગ પ્રવીણચંદ્ર ચલ્લાના સસરા, રૂક્ષ્મણિબેન નારાણજી પટ્ટણી, વેણીબેન દામજી, ચમનભાઇ સુરૂ, હસ્તાબેન લાલજી કાગતડા, ચંદ્રકાંત કેશવજી સુરૂ, જાગૃતિ અનુપ કાગતડા, મધુબેન મહેશભાઇ ધકાણ, હિંમતભાઇ, લક્ષ્મીદાસના ભાઇ, ગૌરીબેન પોપટલાલ સાગરના જમાઇ, સતીષભાઇ, મહેશભાઇ, ચંદ્રિકાબેન, યોગેશભાઇ, અનિલભાઇના બનેવી, નિલય, ભોલાના નાના તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સં. 98216  40488 (સમય-11થી 1).

વાગડ વી.ઓ.જૈન  સામખીયારીના ગંગાબેન હિરજી (હિરા) પાંચા ગડા (ઉં. 100)   તે ચોથીબેન ભીમા લાલા ગીંદરાનાં દીકરી. સ્વ. બાબુલાલ, પ્રેમજી, પ્રવિણ, સ્વ. દિવાળી, હરખુ, ગં.સ્વ. લક્ષ્મીબેનનાં માતા. સ્વ. પાંચીબેન, ગં.સ્વ. સવિતા, સ્વ. નેણશી, શાંતીલાલ, સ્વ. ધીરજનાં સાસુ. સંદીપ, પ્રવિણા, સ્વ. વિમલ, મીનલ, જય, ધ્રુવનાં દાદી  અવસાન પામ્યાં છે.

આધોઈના હર્ષાબેન નિસર (ઉં. 55)  તે સ્વ. મોઘીબેન મુરજી નિસરનાં પૌત્રવધુ. ગં.સ્વ. પુનઈબેન રાજાભાઈનાં પુત્રવધૂ. વિનોદનાં પત્ની. પૂજા, મિહિરનાં માતા. સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી બુરીચાના દીકરી  અવસાન પામ્યાં છે.

કવીઓ જૈન કોડાયના ગં.સ્વ. કુસુમબેન વિસરીયા (ઉં. 64)   તે જેઠીબાઇ પુનશીનાં પૌત્રવધૂ. સાકરબેન વશનજીના પુત્રવધૂ. સ્વ. મુલચંદનાં પત્ની. અમીતનાં માતા. ગંગાબેન મુરજીનાં પુત્રી અવસાન પામ્યાં છે.

ભુજપુરના જયંતીલાલ ગોગરી (ઉં. 74)  તે સ્વ. લીલામા વેરશી વીરજીના પૌત્ર. મીઠાબેન ખીમજી વેરશીના પુત્ર. સ્વ. માવજી, જેયવંતી, નેમીદાસ, જગદીશના ભાઈ. સ્વ. તેજઇ મા ધનજી ખેતશીના દોહિત્ર અવસાન પામ્યાં છે. (દેહદાન કર્યું છે.) 

બેરાજાના લક્ષ્મીચંદ ધનાણી (ઉં. 77)  તે પાનબાઇ ભાણજી ધનાણીના પુત્ર. રૂક્ષ્મણીના પતિ. સંજય, કિર્તીના પિતા. હરીલાલ, સ્વ. મઠાંબાઇ, સ્વ. મણીલાલ, સ્વ. નાગજી, સ્વ. હરખચંદ, સ્વ. મોરારજી, સાકરબેનના ભાઈ. સ્વ. ઉમરબાઇ મુરજી ધરોડના જમાઈ અવસાન પામ્યાં છે.

નાગલપુરના ધીરજલાલ ભેદા (ઉં. 80)   તે જેઠીબેન દામજી મોનજીના પુત્ર. ધનવંતીના પતિ. નિખીલ, બિંદુ, જાગૃતિના પિતા. ચંપક, લુણીના હેમલતા હીરજી, અમૃત હરેશ, ઉર્મિલા પ્રદીપ, વાસંતી નવિનના ભાઈ. જવેરબેન ભવાનજી ફુરિયાના જમાઈ અવસાન પામ્યાં છે.

શેરડીના લક્ષ્મીબેન ગોસર (ઉં. 80)  તે ભવાનજી ખીંયશીનાં પત્ની. મુલબાઈ ખીંયશી વેલજીનાં પુત્રવધૂ. દિપક, પંકજ, કલ્પનાનાં માતા. મુલબાઈ હરશી વેલજી ગાલાનાં પુત્રી. લક્ષ્મીચંદનાં બેન અવસાન પામ્યાં છે.

હાલાપુરના રતનબેન મારૂ (ઉં. 86)  તે માલબાઈ મેઘજી (મગન પટેલ) મોરારજીનાં પુત્રવધૂ. ખીમજીનાં પત્ની. મનોજ, પુર્ણિમા, મીનાનાં માતા. નાનબાઈ ઉમરશી કોરશી ચૌધરીયા (ગડા)નાં પુત્રી. કલ્યાણજી, ધનલક્ષ્મીનાં બેન અવસાન પામ્યાં છે. 

(સૌ. : કવીઓ જૈનખબરપત્રિકા)

Panchang

dd