• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : સમેજા ઉમર મામદ (ઉ.વ. 75) તે મુબારક, હાસમ, બિલાલ, સુલતાન, અઝીમ, રહેમતુલ્લાહના પિતા, સમેજા જુમા ઇબ્રાહિમના બનેવી, સમેજા મામદ હાજી મુગરના સસરા, અલાનાના ભાઇ તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2025ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાન ઇમામ ચોક, સંજોગનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ શેખડિયાના ભચુભાઈ બુધાભાઈ રોશિયા (ઉ.વ. 81) તે દેવલબેનના પતિ, મનોજભાઈ, કનૈયાલાલ, ગૌરીબેન, તારાબેનના પિતા, માલશીભાઈના મોટા ભાઈ, મીરાબેન અને હીરલબેનના સસરા, અમિતભાઈ, ડો. ફાલ્ગુની, ભરત, વનિતાબેન, રીટાબેનના દાદા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : મૂળ ગોયરસમા (તા. મુંદરા)ના શામજી નારાણ આયડી (ઉ.વ. 67) તે સ્વ. સોનબાઇ, સ્વ. નારાણ આયડીના પુત્ર, ખેતબાઇના પતિ, નરેશ, લીલાબેનના પિતા, સ્વ. આલારામ, આત્મારામ (કરાચી), મોહનભાઇ (નિવૃત્ત કે.પી.ટી. ક્રેન ડ્રાઇવર), લક્ષ્મીબેન, ખેતબાઇ, કેશરબાઇના ભાઇ, સ્વ. રાણબાઇ, સ્વ. દેવીબેન (કરાચી), સ્વ. કેસરબાઈના દિયર, ગોવિંદ આલારામ આયડી, જીવરાજ (કે.પી.ટી. ક્રેન ડ્રાઇવર), સ્વ. નરશી, જગદીશ, જેઠીબેન (અમી), બાયાબાઇ, નરેશ, ભરત, શાન્તુના કાકા, મોહન, વાલજી, શાન્તુ, રીટા, નિશા, પ્રભા, મહેક, દિવ્યા, જયેશ, ભરત, સાહિલ, ત્રિશલા, જયના, પ્રિયાંશી, તન્મય, નેહા, દિયા, ગૌતમના દાદા, રાજબાઇ, પારૂબાઇ, ચાંગબાઇ, લક્ષ્મીબેન, રજનીબેન, હીરુબેનના સસરા, વંદના, ભારતી, કલ્પેશના નાના, ઉષા મોહન આયડીના પરદાદા સસરા, હિતેક્ષા, જીલબેન, ધ્યાનાના પરદાદા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું પૂનમ સોસાયટી, મકાન નં. 476/ડી, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.

માંડવી : સંગાર અમીનાબાઇ અબ્દુલ્લાહ (ઉ.વ. 82) તે  મ. અબ્દુલ્લાહ ભચુના પત્ની, સંગાર  મહમદના માતા, શકુર, અસરફના દાદી, મ. સંગાર હુશેન મિત્રી, મ. સંગાર આદમ, મ. સંગાર નૂરમામદ, સંગાર હાજી હાસમના બહેન તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12-2025ના સવારે 11થી 12 ફઝલે રબ્બાની મસ્જિદ, સંગાર ફળિયું, બંદર રોડ, માંડવી ખાતે.

સામત્રા (તા. ભુજ) : બાફણ નૂરમામદ બુઢા (ઉર્ફે પાટિયા) (ઉ.વ. 76) તે બાફણ હુસૈન, બાફણ જુસબ, બાફણ અભાસ, બાફણ હાજી હનીફના પિતા, ઇક્રામ, તોહિદ, નિઝામ, સુજાના, ફરહાન, અયાન, ઇબ્રાહિમના દાદા, ત્રાયા કાસમ નૂરમામદ (ઉર્ફે ભાભા)ના જમાઈ, ત્રાયા રમજુ જુમ્મા તથા બાફણ કારા ઉમરના બનેવી, રફિક ઉમર અને ઇબલા કારાના કાકાઇ ભાઈ તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12-2025ના બુધવારે  સવારે 10થી 11 નિવાસસ્થાને સામત્રા ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : જાડેજા નવુભા ગજુભા (ઉ.વ. 70) તે રાસુભા ગજુભા (માજી ઉપસરપંચ), નરપતસિંહ, જોરુભા, સમરથસિંહના ભાઇ, સ્વ. મનુભા હમીરજી, સ્વ. મુરુભા, સ્વ. પતુભા, મહિપતસસિંહ માધુભાના કાકાઇ ભાઇ, ક્રિપાલસિંહ, હરપાલસિંહના પિતા, રાજુભા, ખેંગારજી, રાજપાલસિંહના કાકા, યશપાલસિંહ, દેવઆદિત્યના મોટાબાપુ, જન્મદીપ, યશરાજ, અક્ષયસિંહ, હરદીપસિંહ, જયદીપસિંહના દાદા, ઝાલા ગનુભા જોરૂભા (મોટા ત્રાડિયા)ના જમાઇ તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-12-2025ના ગુરુવારે દરબાર ડેલી, મોટા બંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : હિન્દુ મોચી સરોજબેન પુરુષોત્તમભાઇ (બાલુભાઇ રાપરવાળા) ચૌહાણ (ઉ.વ. 68) તે સ્વ. મણિબેન વીરજીભાઇ ડાભી (વડોદરા)ના પુત્રી, બાલુભાઇના પત્ની, દક્ષાબેનના બહેન, ઉપેન્દ્ર, ભાવના, હેતલ, સારિકા, હેમેન્દ્રના માતા, દીપ્તિ (સુરત), દિલીપ (આડા-અંજાર), કમલેશ, જયંતના સાસુ, સ્વ. હંસરાજ, ધીરજ, રસિક, વિનોદ, સ્વ. મંજુલાબેન, અનિલ, રમેશ, જયેશ, પ્રવીણાના ભાભી, ગં.સ્વ. રેખાબેન (અમદાવાદ), સ્વ. હંસાબેન (સુરત), દક્ષાબેન, ભાવનાબેનના જેઠાણી, રાજેશ્વરી, ગાયત્રી, સુમન, હેમંત, ગૌરાંગ, માયા, મમતા, મિનલ, આશા, દર્શના, ભાવિન, પૂજાના મોટીમા, મિનલ, હેમાંગી, ધ્રુવ, ધ્રુવ, શિવમ, હેતવી, તિલક, નિશ્વ, ધૈર્ય, ચાર્વી, દ્વિજ, ખુશ, શિવમ, સુજલ, અયાંશના નાની, પ્રિયાલી, સાર્થના દાદી, પ્રકાશ, સચિન, ચિંતન, રવિ, કૌશિક, નિકેત, હર્ષ, નીરજ, બ્રિજેશ, વનિતા, કવિતા, પાયલના મોટા સાસુ તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 3-12-2025ના બુધવારે સાંજે 4થી 5 બાપા દયાળુ નગર-1, ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાછળ, મકાન નં. એ-170, જૂનાવાસ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : વાગડ સાત ચોવીસી, મૂળ વિજપાસરના લક્ષ્મીબેન  (ઉ.વ. 72) તે દીપચંદભાઈ લોદરિયાના પત્ની, જંગીના સ્વ. સંઘવી જીવરાજ હીરાચંદના પુત્રી, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈના નાનાભાઈના પત્ની, જિજ્ઞેશભાઈ, આનંદભાઈ, રેખાબેન, આશાબેન, મનીષાબેનના માતા, વર્ષાબેન, નિશાબેન, નૈષધકુમાર, મહેશકુમાર, સચિનકુમારના સાસુ, સ્વ. જેતુબેન, સ્વ. અમૃતબેન, રતનબેન, તારાબેનના ભાભી, સ્વ. નાનાલાલભાઈ, રસીકલાલ, જયંતીલાલ, ચંદુલાલ, પ્રભાબેન, દમયંતીબેન, પુષ્પાબેનના બેન, હરેશભાઈ, રિતેશભાઈ, હિંમતભાઈ, પંકજભાઈ, પરેશભાઈ, અનિલભાઈ, જયેશભાઈ, જશવંતીબેન, મીનાબેન, વનિતાબેન, નયનાબેન, હસ્તાબેન, વર્ષાબેન, નીતાબેન, ભાવનાબેનના કાકી, આગમ, વિશ્વ, નીવ, કશ્વીના દાદી, પક્ષાલ, કશ્તી, ભૂમિ, હેનિશા, વીરા, જાનવીના નાની તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. ભાવયાત્રા તા. 4-12-2025, ગુરુવારે 10.30થી 12.30, બાપાશ્રીનો વંડો, નવાવાસ, માધાપર.

નાગોર (તા. ભુજ) : શામજીભાઇ દેવશીભાઇ વાઘમશી (ઉ.વ. 78) તે સ્વ. વિરાબેન દેવશી જીવણના પુત્ર, હીરાબેન વાલજી શંભુ કાતરિયા (ત્રંબો)ના જમાઈ, સ્વ. ગંગાબેન, સ્વ. જીવીબેન, સ્વ. રામજીભાઇ, ધનજીભાઇ, શાંતિબેન (ત્રંબો)ના ભાઈ, સ્વ. હેમલતા, રસીલાના જેઠ, વિનોદ, શાંતિલાલ, ધનગૌરી, સ્વ. પ્રવીણના પિતા, વર્ષા, ભગવતી, કમલેશભાઇ (હિમતનગર)ના સસરા, નીરજ હરેશ, મહેશ, કરણ, હિનાના દાદા, દિવ્યા, અવની, મહર્ષિ, સ્નેહાના દાદાજી સસરા, વિશ્વા અને યુવરાજના નાના, સની (નાગપુર)ના નાનાજી સસરા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-12-2025ના બુધવારે બપોરે 3થી 4 સોરઠિયા આહીર સમાજવાડી, નાગોર ખાતે.

ખારીરોહર (તા. ગાંધીધામ) : પીર સૈયદ અબ્દુલ રજાકશાહ હુશેનમિયા બાપુ તે પીર સૈયદ અબ્દુલ કાદરશા બાપુ, પીર સૈયદ અકબરશા બાપુ, પીર સૈયદ હાજી મોહમ્મદ રફીકશા બાપુ, પીર સૈયદ મામદશા બાપુ, પીર સૈયદ હાજી શાહબુદ્દીનશા બાપુ, પીર સૈયદ અકબરશા જુસબમિયા (મોરબી)ના ભાઇ, પીર સૈયદ બાપુમિયા બાપુના કાકા, પીર સૈયદ દાદામિયા બાપુ, પીર સૈયદ ગુલામ મુસ્તફાના પિતા, પીર સૈયદ નૂરમોહમદશાના બનેવી તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સૈયદ ફળિયું, ખારીરોહર-ગાંધીધામ ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : શેખ જરીનાબાઇ દાઉદ (ઉ.વ. 65) તે મ. દાઉદ ફકીરમામદના પત્ની, મ. સુલેમાન, સલીમ, રફીક, શકુર, કાસમના માતા, અભુ અને ઓસમાણના ભાભી તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12- 2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વૃંદાવન નગર, સાડાઉ ખાતે.

બિદડા (તા. માંડવી) : કનકબા દારાડ  (ઉ.વ. 75) તે સ્વ. કાનજીભા દારાડના પત્ની, સ્વ. ગગુજી જસાજી ગોહિલ (બિદડા)ના પુત્રી, રામબા વેલુભા જેઠવા (માંડવી), નાનુબા અરાવિંદાસિંહ જેસર (ભુજ)ના બહેન, રણછોડજી ગોહિલ, જખુભા ગોહિલ (પોસ્ટ ઓફિસ-બિદડા), કરસનજી, ભાવેશભાના ફઈ, ચાંપસિંહ સોલંકી (બિદડા), વકતુબા (ગેલડા)ના માસી તા. 30-11-2025ના અવસાન પામ્યા  છે. સાદડી તા. 3-12-2025ના બુધવારે બપોરે 4થી 5 રામમંદિર, બિદડા ખાતે.

ગંગોણ-પૂર્વ (તા. નખત્રાણા) : રબારી પાલીબેન વેરશી (ઉ.વ. 92) તે વેરશી પાલાના પત્ની, રાજાભાઇ, ભીખાભાઇ, પબાભાઇ, થાવરભાઇ, રાણીબેન રૂપા (ભોપાવાંઢ), પાલીબેન વંકા (વ્યાર), ભૂમિબેન વંકા (મંજલ રેલડી)ના માતા, હીરા પાલા, સોમા પાલાના ભાભી, સૂરાભાઇ, રાણાભાઇના કાકી, ધાલાભાઇ, મગાભાઇ, રામાભાઇ, શંકરભાઇ, દેવાભાઇ, નથુભાઇના દાદી તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-12-2025ના, ઘડાઢોળ તા. 4-12-2025ના તેમજ સાદડી નિવાસસ્થાન રબારીવાસ, ગંગોણ પૂર્વ ખાતે.

નારણપર (તા. રાપર) : ખલીફા જનતબેન નૂરમામદ ચાવડા (ઉ.વ. 77) તે નૂરમામદ ભૂરાના પત્ની, હાસમના ભાભી, અબ્દુલ, અબ્બાસ, અકબરના કાકી, ખલીફા ઉમર ઓસમાણ (માજી પટેલ)ના બહેન તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

નલિયા : નરેન્દ્ર મનજી સંજોટ (ઉ.વ. 27) તે લીલબાઇ મનજી સંજોટના પુત્ર, વિરાબેનના પતિ, ગોરડિયા સુમાર ડાયા (ગઢવાડા)ના જમાઈ, સ્વ. મેઘજી, લાલજી ખીમજી, સ્વ. મૂલબાઈ ખીમજી ગોરડિયા (છાડુરા), મેઘલબાઈ કાનજી પરમાર (વિંગોડી)ના ભત્રીજા, માધવજી, કાનજી, કિશોર, પ્રેમજીના કાકાઈ ભાઇ, મુકેશ, દિનેશ, મીનાક્ષી, લક્ષ્મી, મીનાબાઈના ભાઈ, જેન્તીલાલ જેપાર (વરાડિયા), રાજેશ ગોરડિયા (ગઢવાડા), નરેશ ગંઢેર (નેત્રા)ના સાળા, પ્રેમજી, મૂલજી, જીવરાજ, પૂનમચંદ, ગોપાલ (માતાના મઢ)ના ભાણેજ, કાવ્ય, વિરાટ, રાધા, હેતલ, વસંત, રાજેશ, ગીતા, ભાવના, નીતા, શીતલ, અજિતના કાકા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 3-12-2025ના બુધવારે સાંજે આગરી અને તા. 4-12-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણીઆરો) નિવાસસ્થાને નલિયા ખાતે.

ભાનાડા (તા. અબડાસા) : જાડેજા રણજિતાસિંહ કેસુભા (ઉ.વ. 82) તે જીલુભા, લાધુભા, સુરુભા, તેજુભા કેસુભાના મોટા ભાઈ, હરદેવાસિંહ, વિક્રમાસિંહના પિતા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢ બેઠકમાં. ઉત્તરક્રિયા તા. 11-12-2025ના નિવાસસ્થાને.

મુંબઇ : મૂળ અંજારના હાલે કોપર ખૈરણે ગં.સ્વ. જશોદાબેન (ઉ.વ. 95) તે સ્વ. મંગલજી મોતીરામ કોડરાણીના પત્ની, સ્વ. ખટાઉ માણેક (વરસામેડી)ના પુત્રી, સ્વ. જમનાદાસ કોડરાણી, ગં.સ્વ. કાંતાબેન ચત્રભુજ કોટક, સ્વ. દેવકાબેન દયાળજી રવાસિયા, કંચનબેન વિસનજી ઠક્કર, મધુબેન પ્રતાપ પલણ, ગં.સ્વ. ચંદ્રિકાબેન અરુણ ભીંડે, સરોજબેન ઘનશ્યામ દૈયાના માતા, સ્વ.અ.સૌ. પુષ્પાબેન જમનાદાસ કોડરાણીના સાસુ, દીપક, છાયા રાજેશ ધીરાવાણી, મનીષા મહેશ ઘેરાઈ, જિજ્ઞા રાકેશ તન્નાના દાદી, નેહા દીપક કોડરાણીના દાદીસાસુ તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-12-2025ના મંગળવારે સાંજે 5થી 6.30 કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (વે.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd