• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ નખત્રાણાના પ્રફુલ્લપુરી લક્ષ્મણપુરી ગોસ્વામી (ઉ.વ. 45) તે ગં.સ્વ. મયાગવરી લક્ષ્મણપુરી ગોસ્વામીના પુત્ર, પૂજાના પતિ, કાર્તિકના પિતા, પ્રકાશપુરી, કલ્પાબેન (માંડવી), સુરેશપુરી, પ્રીતિબેનના ભાઇ, કૈલાસગિરિ, આશિષગિરિ (માંડવી)ના સાળા, ગાયત્રીબેન, ગીતાબેનના દિયર, જગદીશપુરી, જયેશપુરી, કલ્પેશપુરી, પિયુષપુરી, શક્તિપુરીના ભાઇ તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર, ભુજ ખાતે.

ભુજ : અરવિંદ અમૃતલાલ શાહ (ઘીવાલા) (રૂપાભાઇ) (ઉ.વ. 79) તે શાહ સૂરજબેન અમૃતલાલ જાદવજી ઘીવાલાના પુત્ર, ગીતાબેનના પતિ, સ્વ. રમેશભાઇ, સ્વ. શરદભાઇ, હેમેન્દ્ર, કિરીટ, સ્વ. મહેશ, વાસંતીબેન જયંતભાઇ (અમદાવાદ), જયશ્રીબેન અભયભાઇના ભાઇ, સ્વ. વૃજલાલ નાનાલાલ મહેતાના જમાઇ, વિમલ, સુનિલ, નંદિની (સતના), રેમા (માંડવી), સ્વ. કમુબેન, સ્વ. કામિની, નિશાના બનેવી, ગ્રીષ્મા, ડિમ્પલ (માંડવી), ચૈતાલી, સમીર, મીત, મોહિત, કુંજલના કાકા, માનિત, માહિરના મોટાબાપા, શાહ બાબુલાલ જાદવજી ઘીવાળાના ભત્રીજા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025 સોમવારે સાંજે 4થી 5 જૈન ગુર્જર વાડી (ડોમ) ભુજ ખાતે.

ભુજ : અનિલ આરબ કોલી (ઉ.વ. 39) તે સ્વ. આરબ મુસા હવાબાઇના પુત્ર, આશિષ મુસાના ભત્રીજા, વિજયના મોટાભાઇ, અમીનાબેનના પતિ, નંદની, કાજલ, આશિષના પિતા, વિયાશીના મોટા બાપુ, શાલે કોળી (મોટા યક્ષ)ના જમાઇ તા. 27-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ રવિવારે તા. 30-11-2025ના રાત્રે જાગરણ (ભજન), તા. 1-12-2025ના સોમવારે સવારે પાણીઢોળ નિવાસસ્થાન કોડકી રોડ, શિકારી ફળિયા, હનુમાન મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ :  ઠા. સચિન જોબનપુત્રા (ઉ.વ. 41) તે ગં.સ્વ. શાંતાબેન ચંદ્રકાંત જોબનપુત્રા (માસ્તર)ના પુત્ર, ભાવનાબેનના પતિ, ધૈર્ય, અંશના પિતા, સપના હરેશભાઈ દાવડા (નલિયા)ના ભાઈ, રૂચિત, ઓમના મામાસ્વ. હીરાબેન હંસરાજ  જોબનપુત્રાના પુત્ર, મહેશ, સતીશ (અંજાર), ગં.સ્વ. પ્રજ્ઞાબેન પલણ, કંચનબેન પારેખ, દિપ્તીબેન શેઠિયાના ભત્રીજા, અનિતાબેન નરેન્દ્રભાઇ વર્મા (મુંબઈ)ના જમાઈ, આશિષ નરેન્દ્રભાઈ વર્મા (મુંબઈ), ડોલી કલ્પેશ ખોના, લાજો અંકિત અગ્રવાલના બનેવી, સ્વ. નર્મદાબેન ખીમજી રવજી તન્ના (નખત્રાણા)ના દોહિત્ર, મહાદેવીબેન, કાશીબેનસરસ્વતીબેન, અનસુયાબેન, રસીલાબેન, બાલાબેન, વીણાબેનના ભાણેજ તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના  અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ , ભાનુશાલીનગર, ભુજ ખાતે. ( લૌકિક વ્યવહાર બંધ છે).

ભુજ/કોઠારા : રમેશકુમાર મૂળજીભાઇ ઠક્કર (પુજાણી) (ઉ.વ. 74) તે સ્વ. પ્રેમાબેન મૂળજી કુંવરજી પુજાણીના પુત્ર, કાન્તાબેનના પતિ, સાવિત્રીબેન કરશનદાસ દનાણી, સ્વ. લક્ષ્મીદાસ મૂળજી, કમળાબેન સુરેશભાઇ ગણાત્રાના ભાઇ, સ્વ. ડાઇબેન કલ્યાણજી ગણાત્રા (ગઢશીશા)ના જમાઇ, ગં.સ્વ. સાવિત્રીબેન લક્ષ્મીદાસના દિયર, જિજ્ઞાબેન જયેશભાઇ ખાંટ, ભાવેશ, ડિમ્પલબેન જીનેશભાઇ કેસરિયા (નાસિક)ના પિતા, નિતાબેન વિજયભાઇ ભગદે, પંકજ, મયૂરના કાકા, ભક્તિબેન (કુસુમ)ના સસરા, પુજાબેન, વર્ષાબેનના કાકાજી સસરા, રોનક, પ્રણવ, બાદલ, એકતા સાગરભાઇ, જહાન્વીના દાદા, ગં.સ્વ. જનકબેન લક્ષ્મીકાંત સોમૈયા (મોટા આસંબિયા), સ્વ. વિજયાબેન પરસોત્તમ આથા (વલસાડ), વિપુલાબેન નલીનભાઇ કોઠારી, કિશોરભાઇ દેવેન્દ્રભાઇના બનેવી, ઓમ, પ્રિયા, શ્રેયાન્સ, પ્રિશા, મયંક, પાર્થ, નિરાલીના નાના, વીણા, છગન, જિજ્ઞા, જાસ્મિન, મિતેષના મામા, સ્વ. શામજી લક્ષ્મીદાસ રાયમંગ્યા, સ્વ. નારાણજી પ્રેમજી ખાંટ, સ્વ. આશાનંદ દેવચંદ કેસરિયાના વેવાઇ તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, ભુજ અને તા. 2-12-2025ના મંગળવારે સાંજે 4:30થી 5:30 દરિયાસ્થાન મંદિર, કોઠારા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે).

માંડવી : રમેશભાઈ સોમાભાઈ સથવારા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-12-2025ના માંડવી ખાતે.

મુંદરા : જુબેદાબેન સદરૂદીન ખોજા (ઉ.વ. 75) તે મ. સદરૂદીન હસનઅલીના પત્ની, ફાતમાબેન (કેનેડા), મ. અમીરભાઇ, મ. યાસ્મીનબેન, પરીનબેન, હાકમભાઇ, રોઝમીનબેન, સેલીનાબેનના ભાભી, દિલશાદ હનીફ આડત, નિમિટ અબ્દુલઅઝીઝ આડત, આબિદા નૂરઅલી ફઝવાણી, મજીદ સદરૂદીન ખોજા, એજમીન મહેબૂબભાઇ પોપટીઆ, શાહિના સરફરાઝ સમનાણીના માતા, શીરીનબેનના સાસુ, હફસા મજીદ ખોજાના દાદી તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-11-2025ના સવારે 10 વાગ્યે ખોજા જમાતખાના મધ્યે તથા સાદડી તા. 30-11-2025ના 3થી 4 હસનપીર કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

નખત્રાણા : નીરૂબેન  (ઉ.વ. 64) તે પ્રમોદભાઇ (ટીફિનવાળા)ના પત્ની, સ્વ. રાયકુંડલ નવિનચંદ્ર ગોવિંદજીના પુત્રવધૂ, સ્વ. દયાળજી મેઘજી ઠક્કર (કકડ સકરવાળા ઘાટકોપર, મુંબઇ-બિદડા)ના પુત્રી તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : પ્રમોદભાઇ મો. 81416 46665, મુકેશભાઇ દયાળજી ઠક્કર મો. 98206 44559.

નખત્રાણા :  મૂળ લોડાઇના નિર્મળાબેન લવજીભાઈ મજેઠિયા (ઉ.વ. 78) તે સ્વ. લવજી વલમજી મજેઠિયાના પત્ની, સ્વ. ઓધવજી ગોકુલદાસ કતિરા (નાના બંદરા)ના પુત્રી, સ્વ. ધરમશી નારણજી (માધાપર)ના કાકી, સ્વ. રીટાબેન, હિતેશ (ભુજ), સ્વ. રાજેશ, રમેશ, શૈલેષના માતા, નવીન જેઠાલાલ માણેક (વરસામેડી), પ્રીતિબેન, ગં.સ્વ. રેખાબેન, આરતીબેનના સાસુ, કિશન, વીરલ, ચાર્મી, રિયા, કિંજલ, ભૂમિના દાદી, રિન્કલના દાદી સાસુ, સ્વ. મણિબેન, સ્વ. શાંતિલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. ઉમરશીભાઈ, સ્વ. કમળાબેનના બહેન, સ્વ. ભચીબેન (મુંબઈ), સ્વ. પ્રેમાબેન (કોટડા ચકાર)ના ભાભી, મિતલ મીત ચંદે, નિરલ, જીગરના નાની તા 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

સુખપર (તા. ભુજ) : લાલચંદભાઇ ગાંધી (ઉ.વ. 76) તે સ્વ. ગુલાબબેન જગજીવન રાઘવજી ગાંધીના પુત્ર, તારાબેનના પતિ, સોમચંદ વેણીદાસ મહેતા (ડગાળા)ના જમાઇ, નિમેષ, હેતનના પિતા, પૂનમ, નિવ્યાના સસરા, સ્વ. રવિલાલભાઇ, નવીનભાઇ, રમેશભાઇના ભાઇઘ રીટાબેનના દિયર, પ્રવિણાબેનના જેઠ, વિપુલ, અલ્પેશ, વૈભવ, મલયના કાકા, વિધિબેન, પૂજા, રીના, હીનાના કાકાજી, જ્યોતિ, ડિમ્પલ, માયાના કાકા, સ્વ. સરોજબેન શાંતિલાલ, સ્વ. ચંપાબેન, સ્વ. નિમુબેન દોલતભાઇ, સ્વ. કમળાબેન સુબોધભાઇ, વનીતાબેન પ્રવિણભાઇ, વિજયાબેન દિલીપભાઇના ભાઇપ્રેમીલાબેન મનસુખલાલ, કોકીલાબેન વાડીલાલ, કમલાબેન જયસુખલાલ, ચંપાબેન શાંતિલાલ, સ્વ. પ્રભાબેન, સ્વ. લક્ષ્મીબેનના બનેવી, દીતી, ધૈર્ય, જીત, મોક્ષ, નિરવા, મયુખના દાદા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11-2025 રવિવારે બપોરે 3:30થી 4:30 ઘનશ્યામ વાડી, બાપાશ્રીના મંદિરની બાજુમાં, સુખપર-નખત્રાણા હાઇવે, સુખપર ખાતે.

ઝુરા (તા. ભુજ) :  પુંજીબાઇ ઓઢાણા (ઉ.વ. 82) તે સામતભાઈ ખેતાભાઈ ઓઢાણાના પત્ની, વેલજીભાઈ સંજોટ (કોટાય)ના પુત્રી, પુંજાભાઈ, નારાણભાઈ, પ્રવિણભાઈ, સ્વ. હરિલાલ, નેણબાઇ રામજીભાઈ મેરિયા (વંગ), જીવીબેન પાલાભાઈ પાયણ (પાયરકા), લક્ષ્મીબેન દિનેશભાઈ હિંગણા (પાયરકા)ના માતા, સ્વ. દેવજીભાઈ, મુરજીભાઈ, માનબાઈ ખીમજી લોંચા (ભીમાસર), નાથીબેન ભીમજી સંજોટ (કોટાય), મીણાબેન દેવજી મસાણિયા (વરનોરા), ધનીબેન ડાયાભાઈ ખોખર (ખંભરા), કાંતાબેન દયારામ નજાર (ભુજ)ના કાકી, કલ્પેશ, વિપુલ, કાન્તિ, અનિલ, ભરત, કરણ, શૈલેષ, જેમલ, ક્રિસ, રોહિતના દાદી તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-12-2025ના બુધવારે સાંજે આગરી અને તા. 4-12-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન, ઝુરા ખાતે.

શિણાય (તા. અંજાર) : કમલેશભાઇ કિશોરદાસ રામાનંદી (સાધુ) (ઉ.વ. 40) તે ગીતાબેન કમલેશભાઇ સાધુના પતિ, સ્વ. ત્રિવેણીબેન કિશોરદાસના પુત્ર, જશોદાબેન ભગવાનદાસ (કુંભારડી)ના જમાઇ, ગીતાબેન ઘનશ્યામદાસના ભત્રીજા, શોભના, મનીષા, ભદ્રેશ, આનંદ, રોહિત, દીપકના મોટાભાઇ, વિવેક, કૃપાલી, જયવિરના પિતા, સુનંદ, શિવાંશ, જીયાંશ, હિતાંશીના મોટાબાપા, તા. 27-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025 સોમવારે બપોરે 3થી 4 ન્યૂ સોસાયટી, શિણાય, નિવાસસ્થાન ખાતે.

રત્નાપર (મઉં) (તા. માંડવી) : કાન્તાબેન પ્રેમજી રૂડાણી  (ઉ.વ. 72) તે પ્રેમજી મૂળજી રૂડાણીના પત્ની, રમેશભાઈ, ચંદુભાઈ, પરેશભાઈ અને લીલાબેન ભાવાણી (ગાંધીધામ)ના માતા, શાંતિભાઈ (દહિસર), છગનભાઈ (વડોદરા), સુભાષભાઈ (ભુજ), ભાવનાબેન (વડોદરા), લક્ષ્મીબેન(ભુજ)ના કાકી, અનિતાબેન, નવલબેન, ગીતાબેન, નીતિનભાઈ (ગાંધીધામ)ના સાસુ, જયદીપ, જીગર, દર્શન, હેત, ફોરમ સેંઘાણી (ભુજ), ધૃતિ ચૌધરી (દરશડી), હેપ્પીના દાદી, ધ્રુવી શુભમ પોકાર (ગાંધીધામ), ગુનગુન, ધાર્મીના નાની, રિદ્ધિબેન જયદીપ, ઇન્કલબેન દર્શન, હર્ષવ અને જલકના દાદી સાસુ, જાનબાઈ ખીમજી શિવગણ રંગાણી (ગઢશીશા)ના પુત્રી તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સવારે 8:30થી 11:30 પાટીદાર સામાજવાડી (રત્નાપર) ખાતે.

 ભુજપુર (તા. મુંદરા) : હરજી મણસી પાતાળિયા (ઉ.વ. 71) તે કેશરબેનના પતિ, વાલજી, કાનજી, નારાણના પિતા, મંગલ દેવજીના કાકા, સુમીત, પ્રદીપ, જિજ્ઞા, દિપીકા, કાર્તિક, દિશા, જીજ્ઞેશ, કેતન, હીતેનના દાદા તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-11-2025ના નિવાસસ્થાન, દક્ષિણ મહેશ્વરી વાસમાં, આગરી (દિયાડો) તા. 2-12-2025ના, પાણી (ઘડાઢોળ) તા. 3-12-2025ના એ જ સ્થળે.

કાદિયા નાના (તા. નખત્રાણા) : મારૂ વિનોદ  (ઉ.વ. 26) તે મારૂ ખમીશાભાઇ (નિવૃત્ત એસ.ટી.) તથા વાલબાઇના પુત્ર, વિજય, વિમળાબેન, પિયૂષ, વર્ષાબેન, કમળાબેન, આશીષ, પ્રિયા, લક્ષ્મીબેન, જ્યોતિબેન, જાગૃતિબેનના ભાઇ, રમેશભાઇ (નિવૃત્ત પાણી પુરવઠા), મોહનભાઇ, નવીન મારૂ (તલાટી)ના ભત્રીજા તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. બારસ (જાગરણ) તા. 3-12-2025 તથા પાણી (ઘડાઢોળ) તા. 4-12-2025ના સવારે 9 કલાકે નિવાસસ્થાન, કોલીવાસ ખાતે. 

Panchang

dd