ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ કીર્તિપ્રસાદ વિઠ્ઠલજી ભટ્ટ (નિવૃત્ત
એસ.ટી. કર્મચારી) તે સ્વ. ચંપાગૌરી વિઠ્ઠલજી ભટ્ટના પુત્ર, મીનાક્ષીબેનના પતિ, સ્વ.
મંગળાબેન જયંતીલાલ ત્રિપાઠીના જમાઇ, હસીત, દીપ્તિબેન, હિરલબેનના પિતા, કિરણ મહારાજ
દવે (માંડવી), નિગમ ઉપાધ્યાય (એમઆર), શીતલબેન ભટ્ટના સસરા, જયેશ મહારાજ ભટ્ટ, ગં.સ્વ.
પ્રમોદબેન ગિરીશચંદ્ર ભટ્ટ (નિવૃત્ત શિક્ષિકા), દેવીલાબેન વી. ત્રિવેદી (નિવૃત્ત શિક્ષિકા),
પુનિતાબેન પ્રકાશભાઇ ત્રિપાઠી, સ્વ. જેષ્ઠાબેનના ભાઇ, ઉર્વશીબેન જે. ભટ્ટના જેઠ, રાઘવ
ભટ્ટ (એલ.આઇ.સી. એજન્ટ), ગૌરવ ભટ્ટના કાકા, સ્વ. શોભના હર્ષદરાય ભટ્ટના બનેવી, વિષ્ણુ,
ક્રિષ્ના, નવ્યા, રિયાંશના દાદા, મેઘા, વૈદેહી, દેવ, દ્વિજાના નાના, નવીનચંદ્ર ત્રિપાઠી
(આ. સુખપર), સ્વ. મુકેશભાઇ ઉપાધ્યાય, સ્વ. કમલકાંત દવે (માંડવી)ના વેવાઇ તા.
2-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી,
રઘુવંશી ચાર રસ્તા, ભુજ ખાતે.
ભુજ : મૂળ બાલાસરના દોશી રમીલાબેન ધનસુખલાલ (ઉ.વ. 66) તે સ્વ.
ધનસુખલાલ ખીમજી દોશીના પત્ની, હિના, નીલેશ, હેતલ, આશિષના માતા, કિરણ ખંડોલ, સ્વ. દીપ્તિ,
ભાવિક દોશી, આકૃતિના સાસુ, સિદ્ધિ, આંશી, માન્ય, વિવાંશના દાદી, ઝેનિલ, આદી, જીનયના
નાની, ખંડોર ખીમજી મૂરજી (ફતેહગઢ)ના પુત્રી, રમેશચંદ્ર, જયા, રંજનના બહેન તા.
3-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સાંજે 4થી 5 વાગડ
બે ચોવીસી ગામવાળી, ગોવાળ શેરી, ભુજ ખાતે.
ભુજ : મૂળ જાટાવાડાના પારેખ જયંતલાલ છગનલાલ (ઉ.વ. 70) તે સ્વ.
ઝવેરબેન છગનલાલ રાયચંદ પારેખના પુત્ર, પુષ્પાબેનના પતિ, સમીર, વિકાસના પિતા, ભોગીલાલ,
મહેન્દ્ર, પ્રભા, ચંપા, ભાવનાબેનના ભાઇ, નિશા તથા પુનલના સસરા, આદિત્ય, દર્શ, હાર્વિ,
જેન્સીના દાદા, સ્વ. મોરબિયા મણિલાલ ઓતમચંદ (રાપર)ના જમાઇ તા. 3-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી 5 વા.બે ચો. વાડી, આર.ટી.ઓ. સંકુલ,
ભુજ ખાતે.
ભુજ : સલાટ ઘનશ્યામ શંભુલાલ વાસાણી (ઉ.વ. 67) તે સ્વ. સાવિત્રીબેનના
પુત્ર, સ્વ. ગૌરીબેન ગોરધનદાસ પોપટલાલના ભત્રીજા, ગં.સ્વ. નિરુપાબેન અને ગં.સ્વ. રમાબેનના
દિયર, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. હરસુખભાઇ, મહેશના ભાઇ, ભાવેન, દીપેશ, શ્વેતા, પ્રિયા, હર્ષિદા,
નિશા, દિનતાના કાકા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે
સાંજે 4.50થી 5.50 સલાટ વાડી, દાંડીવાળા હનુમાનની બાજુમાં, ભીડ ગેટ ખાતે.
ભુજ : વડનગરા નાગર રૂઝુલ ગિરીશભાઈ અંતાણી (ઉ.વ. 49) તે સ્વ.
જયેન્દ્રબાળા કનૈયાલાલ અંતાણીના પૌત્ર, ગં.સ્વ. પંકજબેન સુભાષચંદ્ર વોરાના ભત્રીજા
તા. 3-1-2025ના રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક :
98249 20227.
ભુજ : સાદીકઅલી ઢેબર (ગુડલક કાલ્ડ્રિંક્સ) (ઉ.વ. 64) તે મ. અમીરઅલી
તથા હાજિયાણી બાનુબેનના પુત્ર, શબ્બીર, મોહસીન, અકબર મહંમદતકી, મ. અનીસ, આસીકના ભાઇ,
મ. હસનઅલી, મ. બહાદુરઅલીના ભત્રીજા, હાજી મોસીન (નાગલપુર), હાજી યુસુફ (મોરબી)ના સાળા,
હાજી હૈદરઅલી, હાજી આરીફ, હાજી મહંમદરઝાના કાકાઇ ભાઇ, મ. અકબરઅલી, મ. મહમંદઅલી, મ.
અમીરઅલી, હાજી નજીરઅલી, હાજી રમજાનઅલી દામાણીના ભાણેજ, હાજિયાણી હસીનાબેન (નાગલપુર),
હાજિયાણી કનીઝબેન (મોરબી)ના મોટા ભાઇ, અલી અકબર જેરાજ, દિલાવર ભીમાણીના સસરા, સમીમ,
નુસરત, રૂહેઝા, શુકૈનાના પિતા, શદનઅલી, અલીઅસગર, નદીમઅબ્બાસ, તનજીલ, સમદ, મહેંદીના
મોટાબાપા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-1-2025ના રવિવારે સવારે
11.30 કલાકે અલમહેંદી સોસાયટી, અલઝહેરા હોલ ખાતે.
ગાંધીધામ : મૂળ નાની પીપળી (રાધનપુર)ના અમ્રતબેન મણિલાલ રાજદે
(ઉ.વ. 83) તે સ્વ. મણિલાલભાઇ કેશવરામભાઇ રાજદેના પત્ની, કેશવરામભાઇ હરખચંદભાઇ રાજદેના
પુત્રવધૂ, ભવાનજીભાઇ ધારશીભાઇ કોટક (હારીજ)ના પુત્રી, મહેશભાઈ, નિર્મળાબેન બળવંતભાઈ
ચંદે, હંસાબેન નીતિનભાઈ હાલાણીના માતા, નીતાબેન, બળવંતભાઈ નેણશીભાઇ ચંદે, નીતિનભાઈ
કેશવલાલ હાલાણીના સાસુ, કપિલભાઇ (ચિન્ટુ), હાર્દિકભાઇ, કિંજલબેન કિરણભાઇ સાયતાના દાદી,
વૈકુંઠરામ, મનસુખલાલ, કાંતિલાલ, રુક્ષ્મણિબેન દીપચંદભાઇ રતાણી, કંકુબેન રઘુરામભાઇ પુજારાના
ભાભી, રમેશભાઈ, હીરાલાલભાઇ, દયારામભાઇ, સરસ્વતીબેન નારણલાલ રાજદે, વિજયાબેન ફરરામભાઇ
ઘટ્ટા, ચંદ્રીકાબેન હિંમતલાલ ગણાત્રાના બહેન તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 5-1-2025ના રવિવારે સવારે 10થી 11 નૂતન લોહાણા મહાજનવાડી,
ભારતનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : મારૂ કંસારા સોની કાનજીભાઇ ડુંરગશીભાઇ મૈચા (ગોલાવાળા)
(ઉ.વ. 82) તે સ્વ. ધનુબેન ડુંગરશીભાઇના પુત્ર, સ્વ. પ્રેમિલાબેનના પતિ, સ્વ. હંસરાજભાઇ
અને સ્વ. હેમરાજભાઇ બુદ્ધભટ્ટીના ભાણેજ, કાશીબેન ચૂનીલાલ બુદ્ધભટ્ટીના જમાઇ, જુગલના
પિતા, ગં.સ્વ. કાન્તાબેન મૂળજીભાઇ મૈચાના દિયર, વિઠ્ઠલભાઇ, માધવજીભાઇ, જીવીબેન (ભુજ),
સ્વ. મૂળજી ડુંગરશીના ભાઇ, શ્રદ્ધાના સસરા, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. નીમુબેન, દીપાબેન,
સ્વ. નીતિનભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મીનાબેન, જિતેન્દ્રભાઇ, ગં.સ્વ. કલ્પનાબેનના
કાકા, સ્વ. કિશોરભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ (ભુજ)ના કાકાજી સસરા તા. 3-1-2025ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 મારૂ
કંસારા સોની સમાજવાડી, ગંગાનાકા, અંજાર ખાતે.
મુંદરા : ખોજા નૂરઅલી સચેદીના (ઉ.વ. 83) તે રઝિયાબેનના પતિ,
જુસબઅલી સચેદીના, મ. ખાતુબેન ફિદાહુશેન, મ. મરીયમબેન હસનઅલીના ભાઇ, અકબર, અમીન, અજીજ,
જાસ્મિબેન અજીજભાઇ સવાણી, રેશ્માબેન રજબઅલીના પિતા, શોકતભાઇ, દિલાવરભાઇ, દોલતબેન, બિલ્કીશબેનના
કાકા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 4-1-2025ના બપોરે 2.30 કલાકે ખોજા
મુસાફરખાના ખાતે તથા જિયારત તે જ દિવસે સાંજે 7.30 વાગ્યે ખોજા જમાતખાના ખાતે તથા સાદડી
તા. 5-1-2025ના રવિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ મુંબઇના લુહાર ઇસ્માઇલ મુસા (ઉ.વ. 68) તે મ.
અદ્રેમાન મુસા, મ. ઉમર મુસા, જાકબ મુસાના ભાઇ, મુસા, મહેમૂદના પિતા, અબ્દુલસતારના બનેવી,
અમન, હુશેનના દાદા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-1-2025ના રવિવારે
સવારે 10.30થી 11.30 લુહાર જમાતખાના, નવાનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : અશોકગિરિ લાલગિરિ ગુંસાઇ (ઉ.વ. 59) તે જ્યોતિબેનના
પતિ, સ્વ. બિંદિયા, જયગિરિ, માનસીના પિતા, ગં.સ્વ. પાર્વતીબેન તથા સ્વ. લાલગિરિ લક્ષ્મણગિરિ
ગુંસાઇના પુત્ર, પરસોત્તમગિરિ (ધિંગેશ્વર મહાદેવ પૂજારી), સ્વ. નરોત્તમગિરિ, રમણીકગિરિ
(રોકડિયા હનુમાન પૂજારી), ભરતગિરિ, જગદીશગિરિના ભાઇ, ગં.સ્વ. ભાનુબેન ભીમગિરિ (ગાંધીધામ)ના
જમાઇ, જુલેશગિરિ, જિતેશગિરિ, જિજ્ઞેશગિરિ, મીનાબેનના બનેવી, ભાવિનગિરિ, એકતા, સંદીપગિરિ,
હિતેષગિરિ, રવિગિરિ, ઇલાબેન, રીનાબેનના કાકા, સ્વ. મુલાબાઇ રણછોડગર (ભુજ)ના દોહિત્ર,
યશવંતીબેન રમણીકગરના દિયર, ફોરમ જયગિરિના સસરા, મિત્તલ ભાવિનગિરિના કાકાજી તા.
3-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી
5 મિત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, જૂનાવાસ માધપર ખાતે.
ધાણેટી (તા. ભુજ) : કાનજીભાઇ રવજીભાઇ સુથાર (ઉ.વ. 70) તે સ્વ.
લક્ષ્મીબેન રવજીભાઇના પુત્ર, રાણાભાઇ, સ્વ. માવજીભાઇ, મણિબેન જેન્તીલાલના ભાઇ, રમેશ,
દિલીપ, પ્રતાપ, ગોમતીબેનના પિતા, રોહિત, નીતિન, હંસાબેન, રસીલાબેન, સાનિયાબેન, કુલદીપના
કાકા, જીનલ, દીપા, જયના દાદા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાણેટી
ખાતે.
સામત્રા (તા. ભુજ) : મયાબા ભીખુભા જાડેજા (ઉ.વ. 77) તે સ્વ.
ભીખુભા કેણજીના પત્ની, દશરથાસિંહ, મહિપતાસિંહ અને મંછાબાના માતા, નથુભા દેવાજીના ભાભી,
મનુભા, ગુલાબાસિંહ, જીલુભાના કાકી, મહેન્દ્રાસિંહ, હનુભાના મોટામા, સંજયાસિંહ, ચેતનાસિંહ,
હિંમતાસિંહ, વિજયાસિંહ, પ્રતિકાસિંહ, કુલદીપાસિંહના દાદી તા. 2-1-2025ના અવસાન પામ્યા
છે. દશાકક્રિયા તા. 7-1-2025ના મંગળવારે, બેસણું દરબાર સમાજવાડી ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ ભુજના હાજિયાણી મરિયમબેન (ઉ.વ.
82) તે હાજી રહેમતુલ્લાના પત્ની, મ. અબ્દુલ શકુરના ભાભી, અયુબ, ઇબ્રાહિમ, યાસીનના માતા,
જકરિયા સલીમના કાકી, રમજાન, મો. અતીક, અબ્દુલરહીમના દાદી, અબ્દુલ કરીમના સાસુ તા.
3-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-1-2025ના રવિવારે સવારે 10થી 11 યોગેશ્વર
નગર, કિડાણા સોસાયટી, પાણીના ટાંકાની બાજુમાં.
ખેડોઇ (તા. અંજાર) : પાટીદાર હરિલાલ રામજી ખીમાણી (ઉ.વ. 70)
તા. 31-12-2024ના ઘાટકોપર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-1-2025ના રવિવારે
સવારે 9.30થી 11 દીપેન વસંત ખીમાણીના નિવાસસ્થાન 12, એલ.એસ. નં. 54, ઓમ રેસિડેન્સી,
એલિઝાબેથ સ્કૂલની સામે, અંજાર-મુંદરા રોડ, અંજાર ખાતે.
ભેરૈયા (તા. માંડવી) : સુથાર વીરજી દેવરાજ (ઉ.વ. 77) તે સ્વ.
સુથાર દેવરાજ આશારિયા (ભેરૈયા)ના પુત્ર, જમનાબેનના પતિ, સ્વ. જેન્તીલાલભાઇ, કસ્તૂરબેન
ખેરાજ (સુખપર), કમડાબેન રતિલાલ (બળદિયા), હંસાબેન પ્રવીણભાઇ (ભુજ)ના પિતા, સ્વ. ભગવતીબેનના
સસરા, શિવમકુમાર જેન્તીભાઇ (ભેરૈયા), હેતલબેન ભાવેશ (રત્નાપર), નીરાલીબેન નીમેષકુમાર
(બોઇસર), જીનલબેન મનીષકુમાર (મેરાઉ), હિનાબેન અશ્વિનકુમાર (મોથાળા)ના દાદા, સ્વ. વિશ્રામભાઇ
દેવરાજ (ભુજ), સ્વ. સુથાર કરશનભાઈ દેવરાજ (સુખપર), નાનજીભાઈ દેવરાજ, કાન્તિલાલભાઇ દેવરાજ
(ભેરૈયા), નરસીંભાઇ દેવરાજ (પુના), પ્રમાબેન રામજી (રસલિયા), રામાબેન રામજી (કોટડા
રોહા)ના ભાઇ, સ્વ. ભીમજી આશારિયા (નવાવાસ), સ્વ. જેઠા આશારિયા (ભેરૈયા)ના ભત્રીજા,
સ્વ. સુથાર લધાભાઇ સામજી (મઉ રત્નાપર)ના જમાઇ, રામજીભાઇ, સુરજીભાઇ, હરિલાલભાઈ (રત્નાપર),
હેમાબેન મનસુખભાઇ (નેત્રા)ના બનેવી તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 6-1-2025ના સોમવારે સવારે 9થી 5 પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.
મોટી ભાડઇ (તા. માંડવી) : મંગરિયા શકીનાબાઇ (ઉ.વ. 60) તે મ.
જુસબના પત્ની, મ. અબ્દુલ (બબો), સિધીક, નૂરમામદ, હાજી આદમ (ખમીશા), કાસમના ભાભી, સતારના
માતા, મૌલાના ઇકબાલના મોટીમા, સાહિલ અને અબ્દુલના દાદી, ઉઠાર સલીમ (આસંબિયા)ના સાસુ
તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-1-2025ના સોમવારે સવારે 10.30થી
11.30 મસ્જિદ-એ-અહેમદ રઝા, મદીનાનગર, મોટી ભાડઇ ખાતે.
શિરાચા (તા. મુંદરા) : વાઘેલા ધનુબા જગતસંગ (ઉ.વ. 85) તે સ્વ.
વાઘેલા લખમણજી, મનુભાના માતા, સ્વ. ચેહુજી રામુજી, દેવુજીના કાકી, ઘનશ્યામસિંહ, અનોપસિંહ,
વિપુલસિંહના દાદી, સોઢા સ્વ. દોલુભા (બાંભણકા), ચૌહાણ મોહબતસિંહ વાઘજી (શિરાચા), ચૌહાણ
શિવુભા ખેતુભા, જાડેજા દિલુભા ભાણુભા (બેરાજા), જાડેજા ભુરુભા વેલુભા (ભુજપુર)ના સાસુ,
હનુભા સોઢા, પ્રભાતસિંહ ચૌહાણ, રણજિતસિંહ, કનુભા, કિરીટસિંહ, જીવુભા, રાજેન્દ્રસિંહ,
અનોપસિંહ, જયવીરસિંહ, સહદેવસિંહના નાની, ક્રિશરાજ, સિદ્ધરાજ, વૈદરાજ, દિવ્યરાજના દાદી
તા. 02-01-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 06-01-2025ના શિરાચા સમાજવાડીમાં, ઉત્તરક્રિયા
તા. 10-01-2025ના શિરાચા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મૂળ સાણંદના મનુભાઈ પી. વાળા (નિવૃત્ત
પીએસઆઈ)?(ઉ.વ. 79)?તે સ્વ. શિવુબેન પોપટભાઈના પુત્ર, જયશ્રીબેનના પતિ, સ્વ. દલસુખભાઈ,
સ્વ. ચમનભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. કાંતિભાઈના ભાઈ, રંભાબેન શિવજી ચૌહાણ (ધંધુકા)ના
જમાઈ, મુકેશ, કમલેશ, દિનેશ, હર્ષાબેન એમ. ચાવડાના પિતા, મુકેશભાઈ (ખેડા), ધર્મિષ્ઠાબેન,
નીશાબેન, હેતલબેનના સસરા, હાર્દિક, ભક્તિ, શિવાની, વિવેક, પલક, ધ્રુવી, ધાર્મીના દાદા,
કરણ, દર્શનના નાના તા. 03-01-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 05-01-2025ના
રવિવારે સાંજે 4થી 5, ગઢવી સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, ભુજપુર ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા ) : ખીમકોરબા રામસંગજી જાડેજા (ઉ.વ.
105) તે સ્વ. હરિસંગજી રામસંગજીના માસી, સ્વ. ઓધુભા, સવુભા, જાડેજા ખેતાજી હરસંગજીના
દાદી, પ્રાગજી, દિલીપસિંહ, ગુલાબસિંહ, રઘુવીરસિંહના પરદાદી, સ્વ. લાધુજી ખાનજી, દીપાજી,
સુરાજી, બાલાજી, જાલુભા, જેઠાજી, ભાવસંગજીના કાકી તા. 1-1-2025ના અવસાન પામ્યા છે.
દશાવો તા. 10-1-2025ના આગરી રાત, બારસ તા. 12-1-2025ના.
સરગુઆરા (તા. અબડાસા) : કચરાભાઈ સુરાભાઈ રબારી (ઉ. વ. 90) તે
રાણીબાઈના પતિ, મંગલભાઈ, પાલીબેન વેલાભાઈ (ફોટડી)ના ભાઈ, રબારી સામતભાઈ, કાનાભાઇ, ભામુભાઇ,
પચાણભાઈના પિતા, જીવાબાઈ સામતભાઈ, વાલુબેન, કાનાભાઇ, નાથીબેન ભામુભાઇ, કમુબેન પચાણભાઈના
સસરા, વજીબેન, સોનુબેન, દેવીબેન, હેતલબેન, વનિતા, સોમાભાઈ, જેશાભાઈ, વાસંગભાઈ, પાર્થ,
ઓમના દાદા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. તા. 09-01-2025ના આગરી, તા. 10-01-2025ના ઘડાઢોળ સરગુઆરા ખાતે.
રાજકોટ : દશા સોરઠિયા વણિક અશ્વિનભાઇ શાંતિલાલ ગોરસિયા (એ. જે.
બુક સ્ટોરવાળા) તે સ્વ. ઇલાબેનના પતિ, સ્વ. તુષારના પિતા, યશ તથા દીવાના દાદા, જાનકીબેનના
સસરા, સૌ.બા.ખે. બ્રાહ્મણ ચંદ્રકાન્તભાઇ જમનાદાસ દવે (વડોદરા)ના વેવાઇ તા.
2-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સાંજે 4.30થી
5.30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે.
મુંબઇ : મોટા ભાડિયાના ડુંગરશી વાલજી દાવડા (ઉ.વ. 93) તે સ્વ.
કેસરબેન અને વાલજી વિસરામના પુત્ર, સ્વ. પ્રભાબેનના પતિ, ડો. મહેશ, શીલા, પ્રફુલ્લા,
ઇન્દિરા, સ્વ. કલ્પનાના પિતા, સ્વ. મણિબેન, નિર્મલાબેનના ભાઇ, સ્વ. ભાગબાઇ ખીમજી દનાણીના
જમાઇ, જેઠમલ દનાણીના બનેવી, અર્પિતા, હાર્દિક, પ્રેષિતા, સોહમના નાના, મોહનભાઇ, કિશોરભાઇ,
ડો. નવીન દાવડા, સ્વ. વલ્લભજી, સ્વ. હરિભાઇ, સ્વ. મંગલભાઇના મોટા ભાઇ તા. 1-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.