• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ બિદડાના જાદવજી મણિશંકર સુડિયા (ઉ.વ. 90) તે સ્વ. લક્ષ્મીબેન મણિશંકર સુડિયાના પુત્ર, સ્વ. જ્યોતિબેનના પતિ, સ્વ. હેમલતાબેન શામજી પાંધી, સ્વ. ભારતીબેન ભરત પંડયાના મોટા ભાઇ, દર્શન અને સ્વ. ડોલીના પિતા, પ્રમોદ (પાણી પુરવઠા), સ્વ. અશ્વિનના મામા, જયશ્રીબેનના મામાજી સસરા, કિંજલ મયૂર જોશી, પ્રાચીના દાદા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : દેવીપૂજક જમનાબેન લક્ષ્મણભાઇ વાઘેલા (ઉ.વ. 82) તે લક્ષ્મણભાઇના પત્ની, વેલજી, બાબુ, વીરજી, ખીમજી, નાનજી, ગોમતીબેન, હીરુબેન, ધનીબેનના માતા, સવિતાબેન, રામુબેન, લક્ષ્મીબેન, નાનુબેન, રતનબેનના સાસુ, પરષોત્તમ, રવજી, વેલજી, પ્રેમજી, હરજી, ખેતા, મણિબેનના કાકી, ગોવિંદ, લાલજી, વાલજી, લાલજીના બહેન અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 6-12-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન રામદેવનગર, કોડકી રોડ, બીએસએફ કેમ્પની બાજુમાં, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ઝરપરાના આશબાઇ ડાયાભાઇ ભરાડિયા (ઉ.વ. 86) તે ડાયાભાઇ રાણાભાઇ ભરાડિયાના પત્ની, સ્વ. અંબાલાલ વાલજીભાઇ દનિચાના પુત્રી, સ્વ. વેલજીભાઇ અંબાલાલ દનિચાના બહેન, સ્વ. માયાભાઇ, સ્વ. કાનજીભાઇ, દેશરભાઇ, લાખાભાઇના ભાભી, નાનુબેન, ધનજીભાઇ, વિજયભાઇ, ભાણજીભાઇ, ગોવિંદભાઇ, રતનભાઇ, વેલજીભાઇ, રાજેશભાઇ, અજયભાઇ, મહેશભાઇ, લક્ષ્મણભાઇ, મહેન્દ્રભાઇ, પુનમભાઇ, હરેશભાઈ, દીપકભાઇના માતા, કિશનભાઇ આયડીના સાસુ, ભાવેશ, ચાંદની, સાગર, કાજલના નાની, પુનમભાઇ દનિચા, નરેશભાઇ દનિચા, કિશનભાઇ દનિચાના ફઇ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-12-2024ના ગુરુવારે તથા ઘડાઢોળ (પાણી) તા. 6-12-2024ના શુક્રવારે નિવાસસ્થાને ગણેશનગર, મકાન નં. 507, ગાંધીધામ ખાતે.

અંજાર : વેલજીભાઇ તેજાભાઇ ચોટારા તે સ્વ. મણિબેનના પતિ, કેશવજીભાઇ, રમેશભાઇ, સ્વ. વિશ્રામભાઇ, ગં.સ્વ. અમૃતબેન, લક્ષ્મીબેન, જયશ્રીબેનના પિતા, હિરેન, દીપક, ભાવિન, દેવાંશ, આરતી, પ્રગતિ, કિંજલના દાદા, મિશ્રીના પરદાદા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મૈસુરાણીના ખોડિયાર માતાના મંદિરના હોલમાં.

અંજાર : પ્રવીણભાઈ શંભુલાલ ઠક્કર (પોપટ) (ઉ.વ. 60) તે સ્વ. નાનુબેન શંભુલાલ ઠક્કર (પોપટ)ના પુત્ર, સ્વ. શિલાબેનના પતિ, અંકિત, એકતા, રાજ, રિયાના પિતા, હિરકુમાર કિશોરભાઈ ઠક્કર (આડ) (ભદ્રેશ્વર), દીપ્તિબેન અંકિતભાઈ ઠક્કરના સસરા, દેવાંશીના દાદા, કાંતિલાલ, સ્વ. લાલજીભાઈ, ધીરજલાલ, સ્વ. હંસાબેન રઘુરામ સચદે (હારિજ)ના ભાઈ, હંસાબેન, નિર્મળાબેન, ચંદ્રિકાબેનના દિયર, કલ્પેશ, રાજન, નયન, શક્તિ, દીપેન, સ્વ. તેજશ, નિકિતા, વૈશાલી, અવનીના કાકા, ઘનશ્યામભાઈ (લાડલી), ચંદ્રકાન્તભાઈ (પાટણ), સ્વ. ભરતભાઈ (હારિજ)ના મામા, ગં.સ્વ. ભાગ્યરથીબેન વલમજીભાઈ થોભરાણીના જમાઈ, રાજેશભાઈ વલમજીભાઇ થોભરાણીના બનેવી તા. 3-12-2024ના અવસાન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-12-2024ના શુક્રવારે સાંજે 4થી 5 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

ગાંધીધામ : રામજીભાઇ ગુડાર (મારૂ) (ઉ.વ. 55) તે ગં.સ્વ. ભચીબેન, નારાયણભાઇ કાનાભાઇના પુત્ર, હંસાબેનના પતિ, કરમશીભાઇ, પુરીબેન પ્રેમજી બુચિયા (ગાંધીધામ), રાજીબેન ડાયાલાલ ખરેટ (જાંબુડી), ગં.સ્વ. ડેમાબેન અશોક મંગરિયા (બિદડા), કમીબેન ખીમજી સંજોટ (કુકમા), કુંવરબેન રમેશ મસાણિયા (વરનોરા)ના ભાઇ, ભાવનાબેન દિનેશ ગુડાર, ડિમ્પલબેન મિતેષ ગુડાર, કાંતાબેન ભગવાનજી મસાણિયા (વરનોરા), હેતલબેન કાનજી જેપાર (દેવીસર)ના પિતા, સુરેશભાઇ, રમેશભાઇ, કાંતિભાઇ શામજી, રાજેશ, મહેશ, ભાવનાબેન ગોવિંદ લોંચા (મિરજાપર), પારૂબેન ખીમજી ખોખર (આદિપુર), વાલુબેન ભરત મંગરિયા (ભુજોડી)ના કાકા, સ્વ. વીરબાઇ ભચુભાઇ ઓઢાણા (ભુજ)ના જમાઇ, નારાણ ભચુ, સ્વ. હંસરાજ, મનસુખ, ગુણવંત, ગિરીશના બનેવી, ધ્રુવી, નિશા, ભાવિશા, વિહાન, જેનિશ, નૈતિક, તરુણ, હેત્વીના દાદા, દેવજી દાના મસાણિયા (વરનોરા), ગોવિંદ માવજી લોંચા (અંજાર), સ્વ. પ્રેમજી રવજી જેપાર (દેવીસર), ખેતા મેરૂ લોંચા (ભીમાસર)ના વેવાઇ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 10-12-2024ના તથા ઘડાઢોળ તા. 11-12-2024ના નિવાસસ્થાન પ્લોટ?નંબર 516-517, વોર્ડ 11-એ, ગીતાગ્રામ સોસાયટી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ (નવી સુંદરપુરી) : મૂળ હાજાપરના મહેશ્વરી હરજીભાઇ સિજુ (ઉ.વ. 70) તે સ્વ. અજબાઇ સુમારના પુત્ર, ગંગાબેનના પતિ, સ્વ. ભીમજીભાઇ, જુમાભાઇ, ગં.સ્વ. કાનબાઇ મેઘજી (છસરા), વેલજીભાઇના ભાઇ, સ્વ. પાર્વતી, ગં.સ્વ. હંસાબેન ખેરાજ ધેડા (મોટા કપાયા), પ્રકાશ, લક્ષ્મીબેન દિનેશ ગચ્ચા (ભદ્રેશ્વર)ના પિતા, ગં.સ્વ. વાલબાઇ મેઘજી ફુલિયા (તરા-મંજલ)ના જમાઇ, સુમલબેન મેઘજી દનિચા (ભડલી), સ્વ. જેઠાબેન મેઘજી ડુંગરખિયા (સાંયરા-યક્ષ), રતનબેન થાવર ધુવા (રાવલવાડી-ભુજ), માવજીભાઇ મહેશ્વરી, નવીનભાઇ (કરશન) (તરા-મંજલ)ના બનેવી તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન સમાજવાડી પાસે, નવી સુંદરપુરી ખાતે.

મુંદરા : ખત્રી મોહંમદ હાજી અબ્દુલ રહીમ ભભુલા (ઈકવલ રેડિયો) (ઉ.વ. 62) તે મ. ઉસ્માન હાજી અબ્દુલ રહીમના ભાઈ, સનાઉલ્લા (ભુજ), ખલીલના સસરા, મ. સુફીયાન, પરવેઝ અને યાસર (ટી.બી. હોસ્પિટલ, ભુજ)ના મોટાબાપા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

નલિયા (તા. અબડાસા) : પ.ક.મ.ક.સ.સુ. ગોહિલ તુલસીદાસ વાલજી દરજી (ઉ.વ. 53) તે સ્વ. રામાબેન વાલજી ગોહિલ (નલિયા)ના પુત્ર, ભાવનાબેનના પતિ, કિશન તથા અક્ષીતના પિતા, ગં.સ્વ. પાર્વતીબેન જાદવજી, સ્વ. રતનબેન પ્રેમજીના ભત્રીજા, વિશનજી, સ્વ. ખીરેશ, વસંતભાઇ, સ્વ. કાનજીભાઈ, સ્વ. છગનભાઈ, દિનેશભાઈ, અરાવિંદભાઈ, જયેશભાઈ, જિતેન્દ્રભાઈ, રાજુલાબેન (ભુજ), નયનાબેન (ભુજ), સવિતાબેન (ફોટડી), ગુણવંતીબેન, લીલાવંતીબેન, સ્વ. નિર્મળાબેન, જયાબેન, હંસાબેન, મીનાબેનના ભાઈ, દિવ્યાબેન કિશન ગોહિલના સસરા, નરેન્દ્રભાઈ ધનજી સોલંકી (ભુજ), પરેશભાઈ ચુનીલાલ મોઢ (ભુજ), તિલક માધવજી મોઢ (ફોટડી)ના સાળા, પ્રિયાંશના દાદા, સ્વ. રમેશભાઈ કરશન મોઢ (મોટા કપાયા)ના જમાઈ, જિજ્ઞેશ, લતાબેન (નખત્રાણા), રક્ષાબેન (દેવીસર)ના બનેવી, કોઠારાના સ્વ. માધવજીભાઈ, સ્વ. મનજીભાઈના ભાણેજ તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 6-12-2024ના શુક્રવારે બપોરે 3થી 4 દરજી સમાજવાડી, નલિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : લહેરીભાઈ (ઉ.વ. 62) (કબિરા ટી હાઉસ) તે સ્વ. સોલંકી પ્રાગજી શામજીના પુત્ર, ગં.સ્વ. દમયંતીબેનના પતિ, ચૌહાણ  મનસુખભાઈ નથુભાઈ (ભુજ)ના જમાઈ, સાગર, નિશાંતના પિતા, નીલમના સસરા, સ્વ. રમેશભાઈ લક્ષ્મણભાઈ, સ્વ. પ્રતાપભાઈ, વાલજીભાઈ, મંજુલાબેન કાનજીભાઈ ચાવડા (અમદાવાદ), હંસાબેન કલ્યાણજીભાઈ રામાણી (ભદ્રેશ્વર), લતાબેન કાનજીભાઈ રામાણી (ભદ્રેશ્વર), વનિતાબેન હરેશભાઈ રાઠોડ (ખાખર)ના ભાઈ, શીતલબેન ધરમકુમાર રાઠોડ (નખત્રાણા), વૈશાલીબેન શંકરભાઈ ચૌહાણ (નલિયા), ડોલીબેન કિશોરભાઈ ભટ્ટી (બિદડા), રિધ્ધીબેન, હાર્દિક, રૂબીન, સુનીલ, બાદલ, સ્વ. પ્રવીણ, દીપના કાકા, જયસ્વીબેનના દાદા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2024ના કચ્છી ગુર્જર લુહાર સમાજવાડી, નલિયા ખાતે.

સામત્રા (તા. ભુજ) : મૂળ નાંગીયારીના બાફણ ભચીબાઈ હમીર (ઉ.વ. 80) તે અબ્દુલ રજ્જાક, ઇસ્માઇલના માતા, બાફણ હુસૈન મામદ, બાફણ ઇબ્રાહિમ મામદ, કાસમ અલીના કાકી, બાફણ ઇબ્રાહિમ ઓસમાણ, મેર સલીમ ઓસમાણના સાસુ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2024ના શુક્રવારે 9.30થી 10.30 નિવાસસ્થાન સામત્રા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : હાલે મુંબઇ શાંતાબેન લાલજી છાભૈયા (ઉ.વ. 88) તે લાલજી માધવજી છાભૈયાના પત્ની, ગંગાબેન, અનિલભાઇ, જીતુભાઇ, નવીનભાઇના માતા, જીવરાજભાઇ, વલ્લભજીભાઇ, નરસીભાઇ, નર્મદાબેન (દરશડી), વસંતભાઇ, ભાઇલાલભાઇના ભાભી, સ્વ. સામજીભાઇ ધોળુ (લુડવા-મુંબઇ), ઇલાબેન, રેખાબેન, રૂપલબેનના સાસુ, ઇશિતા, વિવેક, રેવતી, રોનક, પ્રાર્થના, વત્સલના દાદી, પ્રિયા, અપેક્ષા, આકૃતિ, જીતના નાની, અરજણ માવજી પોકાર (લુડવા)ના પુત્રી તા. 4-12-2024ના ઘાટકોપર-મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.

દુજાપર (તા. માંડવી) : ભગવતિબેન ભગવાનજી દિવાણી (ઉ.વ. 70) ભગવાનજીભાઈના પત્ની, બાબુલાલ અને જયંતિલાલના ભાભી, મીનાબેન (કલ્યાણપર), હંસાબેન (દેશલપર)ના માતા, હીરાવંતીબેન, રમીલાબેનના જેઠાણી તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-12 અને 6-12-2024 (બે દિવસ) સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.

દેવપર-ગઢ (તા. માંડવી) : ખીમજીભાઇ વાછિયાભાઇ બુચિયા (ઉ.વ. 72) તે મુલબાઇના પતિ, સ્વ. પુરબાઇ વાછિયા લધા બુચિયાના પુત્ર, સુમારભાઇ, નરશીભાઇ, કાનબાઇ, ગાંગબાઇના ભાઇ, તેજપારભાઇ, ધનબાઇ, વાલબાઇ, સ્વ. રામજી, સ્વ. કાન્તિના કાકા-દાદા, દામજી, કાનજી, દેવજીના પિતા, આતુ લધા વિંઝોડા (ચિયાસર)ના જમાઇ, ધનજી, ટોકરશી, મેગજી, પ્રેમજીના મોટાબાપા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

ગુંદિયાળી (તા. માંડવી) : જુણેજા ઇસ્માઇલ હાસમ (ઉ.વ. 55) તે આશિફ અને રફીકના પિતા, જાકબ, હુશેન, અલીમામદના ભાઇ, જુસબ, આરીફ, અલ્ફાજના કાકા, જાહિદના દાદા, ઇકબાલ અને અશરફના સસરા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2024ના શુક્રવારે સવારે 10થી 11 વાઘેર મસ્જિદ, ગુંદિયાળી ખાતે.

ડોણ (તા. માંડવી) : ચૌહાણ અલીમામદ નૂરમામદ (ઉ.વ. 83) તે મ. જુસબ નૂરમામદ તથા મ. રમજાન નૂરમામદના ભાઈ, મ. તુર્ક કાસમ મામદના સાળા, મોગલ ઉસમાણ ઇસ્માઇલ અને ચૌહાણ નૂરમામદ જુસબના સસરા, ચૌહાણ અભુભખર જુસબ, ચૌહાણ હાસમ જુસબ, મ. ચૌહાણ ઇબ્રાહિમ જુસબના કાકા, ચૌહાણ ઇબ્રાહિમ રમજાન, ચૌહાણ સલીમ રમજાન, ચૌહાણ ઇસ્માઇલ રમજાનના મોટાબાપા, ચૌહાણ સદમા હુશેન અને મોગલ નવાબના નાના તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે મુસ્તફા, ડોણ ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : વહીવંચા ભાટ (બારોટ) જખુભાઇ કાનજી (ઉ.વ. 85) તે સ્વ. ભાણબાઇના પતિ, સ્વ. દાનસંગજી મૂળજી જસરાના જમાઇ, સ્વ. ચંદુભાઇ, જયેશ, મીનાબેન, સુશીલાબેનના પિતા, ગૌરવ, સ્વ. દીપેન, હિરેનના દાદા, બહાદુરભાઇ વિશનજી બારોટ (જામનગર), સુનીલભાઇ બેચરસંગ બારોટ (જામનગર), નર્બદાબેનના સસરા, સ્વ. બાબુભાઇ ખીમજી બારોટ (જામનગર)ના વેવાઇ તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-12-2024ના શુક્રવારે સાંજે 4થી 6 જૈન દેરાસરની બાજુમાં, ધનાણી ફળિયા ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ ભુજપુરના વીશા શ્રીમાળી સોની હિંમતલાલ (ઉ.વ. 77) (રાજ જ્વેલર્સ) તે સ્વ. અમૃતબેન દામજી ગોવિંદજી ચાંપાનેરિયાના પુત્ર, જયંતાબેનના પતિ, સ્વ. કાંતિલાલ, સ્વ. બાબુલાલ, સ્વ. પ્રાણલાલ, સ્વ. હીરાલાલ (અંજાર), સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. ઝવેરબેન મોતીલાલ કોંઢિયા (ભુજ), ગં.સ્વ. વસંતબેન હેમરાજ ઝિંઝુવાડિયા (મુંબઇ), ગં.સ્વ. સવિતાબેન ભોગીલાલ કોંઢિયા (ભુજ)ના ભાઇ, સ્વ. હેમરાજ પરસોત્તમ પાટડિયા (ભુજ)ના જમાઇ, સ્વ. મંજુલાબેન કાંતિલાલ કોંઢિયા (ભુજ), ગં.સ્વ. મયાબેન મોહનલાલ ઝિંઝુવાડિયા (માધાપર), હેમલતાબેન ભરત ઝિંઝુવાડિયા (ભુજ), સ્વ. ભારતીબેન પરેશ પારેખ (રાજકોટ), સુશીલાબેન સુભાષચંદ્ર આડેસરા (અમદાવાદ), હંસાબેન સુબોધચંદ્ર બારભાયા (રાજકોટ), મીનાબેન ભાવેશ મદાણી (રાજકોટ), નરેન્દ્રભાઇના બનેવી, ગં.સ્વ. અલકાબેન બિપીન પાટડિયા (જરૂ-અંજાર), સ્વ. મનીષાબેન હિતેન્દ્ર કોંઢિયા (ઉદયપુર), રાજેન્દ્ર (રાજુભાઇ), રોહિતના પિતા, સંગીતાબેન, રીમાબેનના સસરા, તુલસીબેનના દાદાસસરા, રેમલ, એમીષ, કુંજ, વિહારના નાના, ભાર્ગવ, ઇશ્વરી રાજકુમાર પાટડિયા (મુંદરા), ખુશી, પાર્થના દાદા, ક્રિષ્ના, બિંજલના નાનાજી, સ્વ. પ્રફુલચંદ્ર, રમેશચંદ્ર, સ્વ. ચંદ્રકાન્ત, દિલીપ, કિરીટ, કેતન, જયશ્રી કીર્તિભાઇ આડેસરા (રાજકોટ), જ્યોત્સના શૈલેન્દ્ર ચોકસી (ભુજ), હરેશ, હસમુખ, દીપક, રાજેશ, શિલ્પા દિલીપ કોંઢિયા (ઉદયપુર), બંસરી પાવન આડેસરા (અંજાર), જલ્પાબેન શૈલેષ પાટડિયા (કેરા), સુનીલના કાકા, અતુલ, સંજય, હેમરાજ, હિના પ્રકાશભાઇ (મુંબઇ), ડિમ્પલ રાજેશ (ભુજ), સ્મિત (ભુજ), રક્ષા અરવિંદ (માધાપર), વર્ષા પીયૂષ પાટડિયા (ગાંધીધામ), હેતલ જિતેન્દ્ર (ગાંધીધામ)ના મામા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 સંઘાર બોર્ડિંગ, બેંક ઓફ બરોડા સામે, બિદડા ખાતે.

ધાવડા નાના (તા. નખત્રાણા) : સાધુ જેન્તીદાસ કાનદાસ (ઉ.વ. 72) તે અશ્વિન, બિનાબેન, અલ્પાબેન, શોભનાબેન, શિલ્પાબેનના પિતા, મેહુલ, શ્રુતિબેનના દાદા, દયારામ સાધુ, સ્વ. ચતુરદાસ સાધુ, સ્વ. વિઠ્ઠલદાસ સાધુના નાના ભાઇ, સાધુ પરસોત્તમદાસ સુંદરદાસ (બિટ્ટા)ના જમાઇ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2024ના શુક્રવારે બપોરે 2થી 4 નિવાસસ્થાન નાના ધાવડા ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ખલીફા જમીલાબાઈ હુશેન (ઉ.વ. 65) તે મ. હુસેન ઓસમાણના પત્ની, ઓસમાણ, અલીમામદ, અકબર, અબ્દુલકરીમના માતા, મ. સુલેમાન ઓસમાણ, જેનાબાઈ અબ્દુલગની (ભુજ)ના ભાભી, મ. ઈસા હારુન, મ. મામદ હારુન, મ. કાસમ હારુન, મ. દાઉદ હારુન, મ. સફુરાબાઈ અબ્દુલા (નિરોણા). મ. સારુબાઇ રમજાન (મંઝલ), મ. ઇસ્માઇલ ઉંમર (નખત્રાણા), સાલેમામદ હારુનના બહેન, તાલબ, ઈબ્રાહિમ, અબ્બાસ, ઇસ્માઇલ, આશિકના ફઈ, રજાક, ખાલિક, અયુબ, સતારના મોટી મા, હુશેન અબ્દુલા, સુમાર અબ્દુલા (નિરોણા), જુસબ રમજાન (મંજલ)નાં માસી, સમીર અબ્દુલગની, અસ્પાક અબ્દુલગની (ભુજ)ના મામી, ઈસા ઓસમાણ (ખોંભડી), મ. ભચુ ઓસમાણ (ખોંભડી), મ. મામદ ઇસાક (મોટી ધુફી)ના ભાણેજી, મોહમ્મદ હુશેની, હારુન, હનીફના દાદી  તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2024ના શનિવારે સવારે 10થી 11 તયબાહ નગર, મુસ્લિમ જમાતખાના, વિરાણી મોટી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : મંધરા ઓસમાણ મીઠું (ઉ.વ. 75) તે મંધરા ઉંમર હાસમ, હુશેન, હારુન, અબ્દુલા, મુશાના ભાઈ, અબ્દુલા, અભુભખરના પિતા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2024ના શનિવારે સવારે 10 વાગ્યે જંગછા પીરના કમ્પાઉન્ડમાં, કોઠારા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd