• સોમવાર, 30 જૂન, 2025

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા

ગાંધીધામ, તા. 29 : શહેરના કાર્ગો રામદેવ નગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,500 જપ્ત કર્યા હતા. શહેરના કાર્ગો રામદેવ નગરમાં આજે બપોરે પોલીસે છાપો માર્યો હતો. અહીં અશોક મકવાણાના મકાન પાસે શેરીમાં જુગાર રમાઈ રહ્યો હતો. દરમ્યાન અચાનક આવેલી પોલીસે અશોક મઠા મકવાણા, રઘુ સોમા મકવાણા, મહેશ વિશનજી ઠક્કર તથા અમરત મોહન દુદેશિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,500 તથા ગંજીપાના જપ્ત કર્યા હતા.  

Panchang

dd