આયોવા (અમેરિકા), તા.29: ભારતીય યુવા
બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યૂએસ ઓપનમાં શાનદાર દેખાવ કરીને પુરુષ
અને મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વ ક્રમાંકમાં 34મા સ્થાન પરના 20 વર્ષીય આયુષ શેટ્ટીએ સેમિ ફાઇનલમાં
વિશ્વમાં નવમો ક્રમ ધરાવતા ચીની તાઇપેના ખેલાડી ચાઉ તિએન ચેનને 21-23, 21-1પ અને 21-14થી હાર આપી હતી. બંને વચ્ચે
એક કલાક સાત મિનિટ ટક્કર થઇ હતી. આયુષ પહેલીવાર બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ટૂર્નામેન્ટના
ફાઇનલમાં પહોંચ્યો છે. ફાઇનલમાં તે ત્રીજા ક્રમના કેનેડાના ખેલાડી બ્રાયન યાંગ સામે
ટકરાશે. મહિલા વર્ગમાં 16 વર્ષીય તન્વી
શર્માએ સેમિ ફાઇનલમાં યુક્રેનની સાતમા ક્રમની ખેલાડી પોલિના બુહરોવાને 21-14 અને 21-16થી હાર આપી ફાઇનલમાં જગ્યા
બનાવી હતી. આ જીતથી તન્વી બીડબ્લ્યૂએફ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચનારી ભારતની સૌથી
નાની વયની બેડમિન્ટન ખેલાડી બની છે. ફાઇનલમાં તન્વીની ટક્કર અમેરિકાના 34 વર્ષીય ખેલાડી બેઇવેન ઝાંગ
સામે થશે.