• સોમવાર, 30 જૂન, 2025

દેશભરમાં એક સપ્તાહ વહેલું છવાયું ચોમાસું

નવી દિલ્હી, તા. 29 : દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના મોટા હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે નેઋઍત્યના ચોમાસાએ આખા દેશને આવરી લીધો છે. નક્કી સમય કરતાં 8 દિવસ પહેલાં જ ચોમાસું આખા દેશમાં છવાયું છે. સામાન્ય રીતે આઠમી જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં બેસે છે. બીજી તરફ હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જારી કર્યું હતું. આઈએમડી અનુસાર દિલ્હીમાં ચોમાસું બે દિવસના વિલંબથી પહોંચ્યું છે. જો કે હવે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેજીથી પ્રભાવી બનશે. 29 જુનના ચોમાસુ આખમ દેશમાં બેસી ગયું છે. ગયા વર્ષે ચોમાસુ બીજી જુલાઈના આખા દેશમાં છવાયું હતું ત્યારે પણ ચોમાસાની ઋતુ છ દિવસ વહેલી હતી. ચાલુ વર્ષે ચોમાસું 24 જૂનના એક અઠવાડિયા પહેલા કેરળ પહોંચી ગયું હતું ત્યારબાદ 26મેના રોજ જ મુંબઈમાં ચોમાસું વરસાદ શરૂ થયો હતો. જૂનના પહેલા સપ્તાહમાં મોનસુનની ગતિને બ્રેક લાગી હતી ત્યારબાદ 12 જૂનથી ચોમાસું ફરી આગળ વધ્યું હતું. 

Panchang

dd