ભુજ : નીતિનભાઈ મણિલાલ જેરામ છત્રાળા (સોની) (ઉ.વ. 67) તે સ્વ. નર્મદાબેન મણિલાલ જેરામ
છત્રાળાના પુત્ર, નીતાબેનના
પતિ, રીચા, હાર્દિકના પિતા, સ્વ. વિશનજીભાઈ, સ્વ. વેણીલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. હીરાબેન ઝવેરલાલ બુદ્ધભટ્ટી (ભુજ), સ્વ. નિર્મળાબેન
હરિદાસ બુદ્ધભટ્ટી (મુંબઈ), સ્વ. શાંતુબેન રવજીભાઈ બુદ્ધભટ્ટી
(મુંબઈ)ના ભત્રીજા, સ્વ. પ્રકાશભાઈ, સ્વ.
ચંદ્રકાંતભાઈ, યોગેશભાઈ, રાજેશભાઈ,
ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ પોમલ, સ્વ. રાજેશ્રીબેન,
સ્વ. વૈજયંતીબેન ધીરજલાલ સિદ્ધપુરાના ભાઈ, ગં.સ્વ.
હંસાબેનના દિયર, સ્વ. પ્રજ્ઞાબેન, હિનાબેન,
પારૂલબેનના જેઠ, રિશી, સ્વ.
દીપ, મોહિત, કશ્યપ, સ્વ. નિરાલી, શ્રદ્ધા નીલેશ પોમલ, પ્રાચી, પ્રિયાંશીના કાકા, પૂર્વેશ,
ધાર્મિક, સત્યમના મામા, સ્વ.
નર્મદાબેન જમનાદાસ રામદાસ પોમલ (અંજાર)ના જમાઈ, સ્વ. આશાબેન ચંદુલાલ
હેડાઉ, ગં.સ્વ. વીણાબેન વિનોદભાઈ સોલંકી, રમાબેન કમલેશભાઈ બ્રિજલાની, મયૂરના બનેવી, ફાલ્ગુનીના નણદોયા, સ્વ. હિરેન, સ્વ. દિવ્યેશ, હિતેશ, માનસી,
હેત્વી, કુંજલ, આશના,
નીલના માસા, આશ્વિના ફુવા તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-6-2025ના
શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : અબ્દુલસતાર હુશેન કુરેશી (ઉ.વ. 60) (ભુજ નગરપાલિકા) તે કુરેશી સમીર
(શકિલ) તથા સાજીદના પિતા, પઠાણ અનવરખાનના
સાળા, સુમરા અલીમામદ અને હુશેનના બનેવી, કુરેશી અલીમોહમ્મદ મયુદ્દીન અને ફિરાજ હાલાના સસરા, પઠાણ
આસીનખાન અને મુખતારખાનના મામા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-6-2025ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન ગેલેક્સી ટાઉનશિપ, સંસ્કાર સ્કૂલ સામે, ભુજ
ખાતે.
ભુજ : સલીમ અલાના શેખ (ઉ.વ. 60) તે મ. અલ્તાફ શેખના પિતા,
મામદ, મ. અનવર, મ. જાકુબના
ભાઇ, અપાલી ઉર્ફે અશપાકના દાદા, વસીમ ચૌહાણના
સસરા, અયાઝના નાના તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-6-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન આલાવાળા ગેટ, ધોકી ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મૂળ કુરબઇના બાબુલાલ સુમાર તે શકીનાબેનના પતિ, સ્વ. સુમાર જખુના પુત્ર, ફકીરાભાઇ, બબીબેન, મરિયાબેન,
રોમાબેન, સારુબેનના ભાઇ, રમેશભાઇ, રવજીભાઇના કાકા, હંસાબેન,
નિશાબેનના પિતા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. તા. 29-6-2025ના જાગરણ અને તા. 30-6-2025ના પાણી.
અંજાર : સોની શાંતિલાલ સદાણી (ઉ.વ. 69) તે મણિબેન વાલજીભાઇ (દેશલપર)ના
પુત્ર, પ્રફુલ્લાબેનના પતિ, કુંજન,
નીલમ, પીયૂષ, દક્ષેશના પિતા,
શીતલ, મિત્તલ, હેન્સી,
તેજસકુમારના સસરા, આર્યા, નિવાના દાદા, આરનાના નાના, સ્વ.
દેવકુંવરબેન, સ્વ. જવેરીબેન, સ્વ. કમુબેન,
ડિમ્પલ, ગાયત્રી, સ્વ. ચેતના
મૂળજીભાઇ, અરવિંદ, સ્વ. મનીષ, સુનીલના ભાઇ, કાંતાબેનના દિયર, પ્રજ્ઞા, સંગીતાના જેઠ, સ્વ. પ્રવીણભાઇ,
મહેશભાઇ, સ્વ. વિનોદ, ત્રિવેણીબેન,
વિજયાબેન, ધનલક્ષ્મીબેન, કાંતાબેન, હીરાબેનના બનેવી, સ્વ.
ગોરધન ઓધવજી (ભચાઉ)ના જમાઇ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ વીશા શ્રીમાળી સોની સમાજવાડી, અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ નાની વમોટીના જોષી પરેશ મૂળશંકર ધિક્કા (ઉ.વ.
48) તે સ્વ. એકાદશીબેન, સ્વ. મૂળશંકર તુલસીદાસ ધિક્કાના પુત્ર,
સ્વ. સાકરીબાઈ, તુલસીદાસ દયારામ ધિક્કાના પૌત્ર,
સ્વ. નિર્મળાબેન, સ્વ. રેવાશંકર પુરખા (ભવાનીપર)ના
દોહિત્ર, ખુશાલી તથા અર્જુનના પિતા, ગીતા,
માલા (નખત્રાણા), દીપા (હૈદરાબાદ)ના ભાઈ,
સ્વ. પરેશકુમાર, દીપકકુમાર, હિરેનકુમારના સાળા, સ્વ. ત્રિભુવન તુલસીદાસ, સ્વ. કાશીબેન, ભાનુબેન, સુભાષભાઈ
તુલસીદાસ જોષી, સ્વ. મંજુલાબેન, જયશ્રીબેન,
ભારતીબેનના ભત્રીજા, જિતેન્દ્ર, ભાવના, દક્ષા, દીપક, રાજેશ, અમિત, અશોક, હિરેનના પિતરાઈ ભાઈ, સ્વ. નીતાબેન, કલ્પનાબેન, મીનાબેનના દિયર, મમતાબેન,
તૃપ્તિબેનના જેઠ, જેઠાલાલ, મહેશ, સ્વ. હિતેશ, સ્વ. ભગવતી,
વિજયા, સ્વ. અંજના, મુક્તાના
ભાણેજ, ધારા, કરણ, સિદ્ધિ, સિદ્ધાર્થ, સોહમ,
ઓમ, અક્ષયના મામા, પ્રજ્ઞેશ,
ભક્તિ, સોનમ, ચિરાગ,
નિખિલ, પારસ, દેવ,
તેજ, કૃપાના કાકા તા. 23-6-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 26-6-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 બ્રહ્મસમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા
ખાતે.
ભચાઉ : ખત્રી મુશા અભુભખર (મનફરાવાળા) (ઉ.વ. 61) તે જુસબ, અબ્દુલરઝાક, અજીજના મોટા
ભાઇ, અફઝલ, મોહસીનના પિતા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-6-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, હિંમતપુરા, ભચાઉ ખાતે.
ભચાઉ : લખમશીભાઇ (ઉ.વ. 67) તે સ્વ. ભવાનજીભાઈ મલાભાઈ લુહારના પુત્ર, પૂંજાભાઈ મૂળજીભાઈ પઢારિયા (ભુજ)ના જમાઈ,
જખુભાઈ લુહારના નાના ભાઈ, લીલાવંતીબેનના પતિ,
અક્ષય અને પ્રતીક્ષાના પિતા, સિદ્ધિ અને કાર્તિકના
સસરા, ધવલ અને લાલાના કાકા, નિવાનના દાદા,
દક્ષના નાના તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2025ના સાંજે 5થી 6 લુહાર સુથાર સમાજવાડી, ફૂલવાડી વિસ્તાર, ભચાઉ ખાતે.
તલવાણા (તા. માંડવી) : કાનજીભાઈ હંસરાજભાઈ છાભૈયા (ઉ.વ. 91) તે સ્વ. ગોમતીબેન હંસરાજભાઈ
છાભૈયાના પુત્ર, સ્વ. મણિબેનના પતિ,
સુરેશભાઈ, દિલીપભાઈ, રમેશભાઈના
પિતા, હર્ષાબેન, પ્રવીણાબેન, અસ્મિતાબેનના સસરા, કરમશીભાઈ, પ્રેમજીભાઈ,
સ્વ. કસ્તૂરબેન કલ્યાણજીભાઈ પરવાડિયા (મુંબઈ), ગં.સ્વ. શાંતાબેન સોમજીભાઈ પોકાર (કોટડા)ના ભાઈ, મંજુલાબેન,
સ્વ. લીલાબેનના જેઠ, સ્વ. રતનશી હરજી પોકાર (રતડિયા)ના
બનેવી, સ્વ. પ્રવીણભાઈ, પરેશભાઈ,
નિર્મળાબેન દિનેશકુમાર ધોળુ (દુર્ગાપુર), જયશ્રીબેન
ધીરજકુમાર પોકાર (મેરાઉ), મુકેશભાઈ, રાહુલભાઈના
મોટાબાપુ, ગં.સ્વ. મધુબેન, કલ્પનાબેન,
હેમલબેન, જાગૃતિબેનના મોટા સસરા, જુલીબેન જયેશકુમાર પારસિયા (મેરાઉ), ધૃતિબેન યજ્ઞેશકુમાર
રંગાણી (ગઢશીશા), ગ્રીપેશ, યશ, ભૂમિ, સાવનના દાદા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26-6-2025ના ગુરુવારે સવારે 8થી 12 અને બપોરે 3થી 5.30 રામનગર પાટીદાર
સમાજવાડી, રામનગર, તલવાણા ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : વિશ્રામ રામજી વેકરિયા (ઉ.વ. 72) તે માનબાઇના પતિ, વેલજી, રવજી, કાન્તાબેન, ધનુબેનના પિતા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-6-2025ના શુક્રવારે સવારે 7.15થી 8.15 ભાઇઓ માટે વેકરા લેવા પટેલ
સમાજવાડી, બહેનો માટે નિવાસસ્થાને.
મોટા સલાયા (તા. માંડવી) : કુંભાર દાઉદ અબદુલ્લા (પારવાની)
(ઉ.વ. 31) તે ઓસમાણ, સલીમ, અસ્લમ, મ. આમદ, આધમ, યાકુબના ભાઈ,
અબ્દુલ, આમદ (ભારાપર)ના બનેવી તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-6-2025ના સવારે 10થી 11 મસ્જિદે બિલાલ, મોટા સલાયા ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : અનસૂયાબા જાડેજા (ઉ.વ. 35) તે હરપાલસિંહ અજિતસિંહ જાડેજાના
પત્ની, દેવીસિંહ (બટુકસિંહ) રાસુભા, સ્વ. રવાજી રાસુભાના ભત્રીજાવહુ, સ્વ. અજિતસિંહ રાસુભાના
પુત્રવધૂ, મનદીપસિંહના માતા તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
દરબારગઢ, મોટા આસંબિયા ખાતે.
ચાવડકા (તા. નખત્રાણા) : જાડેજા સાંગાજી જેમલજી (ઉ.વ. 83) તે પ્રાગજી જેમલજી, હરભમજી જેમલજીના મોટા ભાઈ, ભાવાસિંહજી, દુજુભા, જેઠુભા,
જીવુભાના પિતા, જાડેજા ભુરૂભા પ્રાગજી,
પ્રવીણાસિંહ હરભમજી, હિંમતાસિંહ, વિક્રમસિંહના મોટાબાપુ, રાજુભા, જુવાનાસિંહ, અજિતાસિંહ, દેવુભા,
નરેન્દ્રાસિંહ, વિશાલસિંહ, ગુલાબાસિંહ, હરદીપસિંહ, દક્ષરાજાસિંહ,
દિવ્યરાજસિંહ, રૂપસંગજી, દિલીપાસિંહ, વિપુલસિંહ, હિતેન્દ્રાસિંહ, શૈલેન્દ્રાસિંહ,
દિગ્વિજયાસિંહના દાદા, કારૂભા કલાજી જાડેજા,
હઠુભા ખીમાજી, દાદુભા ખીમાજીના ભત્રીજા,
વંકાજી મેઘરાજી જાડેજાના ભાઇ તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. તા. 4-7-2025ના આગરી રાત, તા. 5-7-2025ના ઘડાઢોળ અને સાદડી નિવાસસ્થાન ચાવડકા ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : રાઠોડ લખસિંહ સૂરસિંહ (ઉ.વ. 98) તે રાઠોડ આમસિંહ, જગમાલસિંહ, ગુલાબસિંહ,
તનસિંહ, દોલતસિંહના પિતા, મહિપતસિંહ, મહાવીરસિંહ, દશરથસિંહ,
નરેન્દ્રસિંહ, મયૂરસિંહ, અર્જુનસિંહ, સંદીપસિંહ, સત્યરાજ,
કર્મદીપના દાદા, પ્રતિપાલના પરદાદા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 3-7-2025ના ગુરુવારે નિવાસસ્થાન મેવાનગર
ખાતે.
તેરા (તા. અબડાસા) : ખલીફા સુલેમાન દાઉદ (ઉ.વ. 53) તે કાદર અને રિઝવાનના પિતા, અભુભખર, સાલેમામદના નાના
ભાઈ, અજીજ, મુખ્તારના કાકા, જુસબ ઈબ્રાહિમ, ઇસ્માઇલ ઈબ્રાહિમ, મ. કાસમ ઈબ્રાહિમ, જકરિયા જુમાના કાકાઈ ભાઈ, ઇસ્માઇલ ઈબ્રાહિમ, અનવર ઈબ્રાહિમ (દેવપર)ના બનેવી,
મ. ઈબ્રાહીમ સુલેમાન (દેવપર ગઢ)ના જમાઈ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-6-2025ના શનિવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, તેરા ખાતે.