• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : શ્રીમાળી સોની અ.સૌ. સાવિત્રીબેન ઇશ્વરલાલ કોંઢિયા (ઉ.વ. 84) તે સ્વ. ભાગેરતીબેન વૃજલાલ કોંઢિયાના પુત્રવધૂ, ઇશ્વરલાલ વૃજલાલ કોંઢિયા (એશિયા જ્વેલર્સ)ના પત્ની, વિજય, હરેશ, હેમલતા, ભાવનાના માતા, ખુશ્બૂ, પ્રિયંકા, બિમલકુમાર (દુબઇ), નિકુંજકુમાર (મુંબઇ), દેવિકા, નીરવ, સ્નેહા, જહાન્વી, હાર્દિકના દાદીજી, સ્વ. પ્રાણલાલ વૃજલાલના નાના ભાઇના વહુ, સ્વ. કાંતિલાલ, ચંદ્રકાન્ત, સ્વ. હરસુખલાલ, વૃજલાલ, મંજુલાબેન મનસુખલાલ ગેરિયાના ભાભી, ગં.સ્વ. જયાબેન પ્રાણલાલના દેરાણી, સ્વ. કલાવંતી, સ્વ. જયેન્દ્રબાળા, સ્વ. ક્રિષ્નાબેનના જેઠાણી, ક્રિષ્ના રૂપેશ, રિકતા રિતેશ, ભાવિની નિકુંજ, અંકિતા નેહલના નાનીજી, સ્વ. દયાબેન લાલજી પરસોત્તમ પાટડિયા (વાઘેશ્વરી સ્વીટ માર્ટ-ગાંધીધામ)ના પુત્રી, સ્વ. હરવદનભાઇ, સ્વ. વિનોદભાઇ, હીરાબેન (અંજાર), ચંપાબેન (માંડવી), વાસંતીબેન (ગાંધીધામ)ના બહેન, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. પ્રભાબેનના નણંદ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12-2024ના બુધવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી પ્લોટ, સોનીવાડ ખાતે.

ભુજ : હીરજીભાઇ (ઉ.વ. 57) તે સ્વ. સુજા પબા સિજુ (બિબ્બર)ના પુત્ર, દેમાબાઇના પતિ, મૂરજીભાઇ, જેઠાબાઇ, ભચીબાઇ, કેશરબાઇ (ભુજ)ના ભાઇ, મહેન્દ્ર ડાયા લોંચા (ભુજોડી)ના બનેવી, ધના પબા સિજુના ભત્રીજા, રવજી, રમીલા, ગીતા, જશોદાના પિતા, અમિત, હેન્સીના દાદા, રૂપાભાઇ, અરજણ, પ્રેમજી, રવજી, અમરતના કાકાઇ ભાઇ, મોહન જેપાર (રાયધણપર), જગદીશ બુચિયા (અંજાર)ના સસરા, બાયાબાઇ, હરજી, મહેશ, લખીબાઇ, ગંગાબાઇ (બળદિયા), દેવલબાઇ (ભુજોડી)ના કાકા, પ્રેમજી વેલજી જેપાર (ભુજ), મુકેશ બળગા (ભુજ)ના સાળા તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. બારસ વિધિ તા. 4-12-2024ના સાંજે આગરી અને તા. 5-12-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રાવલવાડી, ગણેશ મંદિર પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ (સુભાષનગર) : મૂળ મોરગરના રાણાભાઇ રબારી (ચેલાણા) (ઉ.વ. 85) તે સ્વ. નાથીબાઇ સુરાભાઇ મેજરભાઇ રબારીના પુત્ર, પુરીબેન કારૂભાઇ રબારી (મોસુણા), મેઘુબેન કાંયાભાઇ રબારી (ગુંદિયાળી), કરમીબેન મેઘાભાઇ રબારી (નરેડી), દેવીબેન કરણાભાઇ રબારી (ખારૂઆ), જલીબેન લધાભાઇ રબારી (ગુંદિયાળી)ના ભાઇ, દેવલબેનના પતિ, સ્વ. રામાભાઇ, કાનાભાઇ, બુધાભાઇ, કરણાભાઇ, રમેશભાઇ, વિજુબેનના પિતા, લાખા, વાસંત, વંકા, ભરત, ખીમજી, મનીષ, લક્ષ્મણ, નીતિન, દેવીબેન, ભચીબેન, પાબીબેન, વંજીબેન, લખીબેન, નામાબેન, ભૂમિબેન, જલુબેન, દિવ્યાના દાદા, દિવ્યમ, કનીશ, હંસા, પરાશક્તિના પડદાદા, સ્વ. ખેંગારભાઇ લખધીરભાઇ રબારી (ઉખેડા)ના જમાઇ, સ્વ. રામાભાઇના બનેવી, વિરમભાઇ જલાભાઇ સાવધારિયા (નરેડી)ના સસરા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સુભાષનગર, ગાંધીધામ ખાતે. આગરી તા. 10-12-2024ના તથા ઘડાઢોળ તા. 11-12-2024ના નિવાસસ્થાને.

અંજાર : ખત્રી આમદ અબ્દુલકાદર (બાબુભાઈ એસ.ટી.વાળા) (ઉ.વ. 66) તે મેમુનાબેનના પતિ, સમીરના પિતા, કુલસુમ અ. ગફૂર (ભુજ), સાબેરા રફીક (ભુજ), મ. રહીમા નૂરમામદ (માંડવી)ના ભાઈ, મહમદ યાકૂબ (ભુજ), ફાતમાબેનના બનેવી તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2024 ગુરૂવારે સવારે 11થી 12 માસુમ ઘર, નવા અંજાર ખાતે.

નખત્રાણા : ડાયાલાલ હંસરાજ ધનાણી (ઉ.વ. 65) તે સ્વ. મૂળજી હંસરાજ તથા રતનસિંહ હંસરાજ, કુંવરબેન (વિશાખાપટ્ટનમ), નર્મદાબેન (દેશલપર), મંગળાબેન (સાવંતવાડી)ના ભાઇ, કિશોર, જગદીશ, આનંદના પિતા, ચિરાગ તથા માધવના દાદા, રવિલાલ તથા પ્રવીણ ધનાણી, લીલાબેન (કોટડા)ના કાકા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4, 5, 6-12-2024ના (ત્રણ દિવસ) સવારે 8.30થી 10 અને બપોરે 3.30થી 5 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

રાપર : બલોચ મુમતાજબેન (ઉ.વ. 80) તે મ. બલોચ લતીફખાન હેમતખાન (ખોસા)ના પત્ની મ. રસીદખાન, મ. અનવરખાન, મ. સલીમખાન, મ. ધુરીખાન, સાહીખાન, સિકંદરખાનના માતા, અમીરખાન, સલમાનખાન, શાહરુખખાન, અનવરખાન, ઈમરાનખાન, અરબાજખાન, નશીરખાનના  દાદી, હસૈનખાનના પડદાદી  તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2024ના ગુરુવારે સવારે 10.30 કલાકે નિવાસસ્થાન સમાવાસ, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : ધરમશીભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ. 84) તે સ્વ. મુળીબેન ધનજીભાઇ સોલંકીના પુત્ર, રંજનબેનના પતિ, રતનશીભાઇ, રમણીકભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇના મોટા ભાઇ, અશ્વિન, જયેશ, કિરણ, દીપેશના પિતા, જયાબેન, ઉમાબેન, કીર્તિબેનના જેઠ, સુનીતા, દર્શના, અલ્પા, ચારૂલના સસરા, રૂચિ, લોકેશકુમાર, વિપુલ, અપૂર્વ, સ્નેહાના મોટાબાપા, જીનાલી, કેવલ, કાજલ, ચેતનકુમાર, અદિતી, દેવેન, કૃપેન, ઇશા, તીર્થ, રોનિત, ટીયા, મિસીકા, પ્રાવી, તથ્ય, કિયાના દાદા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બારલા મંદિર પાર્ટી પ્લોટ, ક.ગુ.ક્ષ. સમાજ, પોલીસ ચોકી સામે, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : કરસન દેવશી ભુવા (ઉ.વ. 81) તે વાલુબેન ગોવિંદ ભુડિયા, કાનજી, જશુબેન મધુકાંત વાઘજિયાણી, ભરતના પિતા, કાનબાઇના પતિ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના ગુરુવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન શેરી નં. 1, સ્વસ્તિક બજાર, નવાવાસ, માધાપર ખાતે.

ઢોરી (તા. ભુજ) : ધોરિયા લખમણભાઇ મેરાભાઇ તે રાણીબેનના પતિ, રાજ, મનીષા, નંદનીના પિતા, જોગેલ મનજી કારાના સસરા, ધોરિયા પ્રવીણના કાકા, ફુલાબેન, રાજીબેનના ભાઇ, ધનજી નારણ ગેડિયા (લોડાઇ)ના જમાઇ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 6-12-2024ના સાંજે, તા. 7-12-2024ના સવારે 6 વાગ્યે ઘડાઢોળ (પાણી).

માધાપર (તા. ભુજ) : મૂળ વરાડિયાના જાડેજા નવલબા (ઉ.વ. 60) તે સ્વ. જાડેજા અનિરુદ્ધાસિંહ માધુભા (દેના બેન્કવાળા)ના પત્ની, જાડેજા ધર્મેન્દ્રાસિંહ તથા જાડેજા કરણાસિંહના માતા, જાડેજા રામાસિંહ ચતુરાસિંહના કાકી, જાડેજા નિત્યરાજાસિંહના દાદી (રંગપર બેલા), સ્વ. પ્રભાતાસિંહ નાયુભા ઝાલાના બહેન તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે તથા તા. 6-12-2024ના બપોરે 3થી 5 વરાડિયા (તા. અબડાસા) ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : ચાડ જીવા ડોસા (ઉ.વ. 100) તે મમાયા જીવા, ધના જીવા ચાડ, રાજીબેન વાલા, અજીબેન ભગુ, મેઘીબેન કાના, વેજીબેન મમાયા, જશીબેન ભીમા, પુનીબેન હરિ, શાંતિબેન હરિ, ભૈનાબેન દામજી, કંકુબેન લખમણના પિતા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને સુમરાસર (શેખ) ખાતે.

ત્રગડી (તા. માંડવી) : ઇન્દુબા મેઘરાજજી જાડેજા (ઉ.વ. 94) તે સ્વ. મેઘરાજજી હનુભાના પત્ની, વજુભા, સ્વ. અનિરુદ્ધસિંહના માતા, ભરતસિંહ, પ્રવીણસિંહ, પૃથ્વીરાજસિંહ, દિલુભાના કાકી, યુવરાજસિંહ, ઋષિરાજસિંહ, સુરેન્દ્રસિંહ, અરવિંદસિંહ, ઇન્દ્રજીતસિંહના દાદી, પ્રતિપાલસિંહ, અક્ષયરાજસિંહ, લક્ષ્યરાજસિંહ, મિતરાજસિંહના પરદાદી તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-12થી 9-12 સુધી ઠાકર મંદિર ચોક ખાતે તથા ઉત્તરક્રિયા તા. 13-12-2024ના નિવાસસ્થાને.

પત્રી (તા. મુંદરા) : સલેમાન જુસબ લોઢિયા (ઉ.વ. 58) તે મ. અબ્દુલ જુસબના નાના ભાઇ, ઇરફાનના પિતા, વસીમ મો. અઝીઝ, ઇકબાલના કાકા, મ. સાલેમામદ આમદ (તુંબડી)ના જમાઇ, મ. દાઉદ સાલેમામદ, મીઠુ સાલેમામદ, મ. મામદ લતીફના ભાણેજ, આબીદ (માંડવી), અસગર (તુંબડી), સાજીદ (ફરાદી), રિઝવાન (વિરાણી)ના સસરા, મ. સાલેમામદ ઓસમાણ (માંડવી), અબ્દુલ સાલેમામદ (તુંબડી)ના સાળા તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 પત્રી ખાતે.

વિજપાસર (તા. નખત્રાણા) : ગંગાબેન ગંગારામ માધડ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-12-2024ના સવારે 10થી સાંજે 5 સુધી વિજપાસર ખાતે.

ઉખેડા (તા. નખત્રાણા) : રબારી વંકાભાઇ વજીભાઇ (ભગત) (ઉ.વ. 73) તે ભચીબેનના પતિ, લખમીર, વાસંગ, કાના, સોનીબેન (ભુજોડી), મગીબેન (ભોપાવાંઢ)ના પિતા, રામા વજી, સ્વ. રાણીબેન (ઉગેડી), વલુબેન (સારણ)ના ભાઇ, મમુ, રવજી, સામત, દેવીબેન (કાલરવાંઢ)ના કાકા, મિરલ, કેશવી, પ્રિન્સના દાદા, સ્વ. સાજણ સુરા (ઘોડાલખ)ના જમાઇ, મુરા, આશા, લખમીર, જગા, વલુબેન (ગણેશનગર)ના બનેવી તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી રબારી સમાજવાડી, ઉખેડા ખાતે.

લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર જુમા મુસા (ઉ.વ. 80) તે હુશેનભાઇ, ઉમરભાઇ (પેશ ઇમામ-આસંબિયા), શકીનાબાઇ, ખતીજાબાઇના પિતા, ઇલિયાસભાઇ (જડોદર), સુમારભાઇ (વિથોણ)ના સસરા,  મ. તૈયબ મુસા, મ. ડાડા મુસા, મ. હાજી રમજાન મુસા (વિથોણ), હાસમ મુસા, સારાબાઇ (વિથોણ), મ. રાણબાઇ (નિરોણા)ના ભાઇ તા. 3-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2024ના ગુરુવારે સવારે 10 કલાકે મુસ્લિમ સમાજવાડી, મફતનગર, લક્ષ્મીપર ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd