• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : ભૂપતસિંહ પ્રાગજી મોડ (ઉ.વ. 60) તે સ્વ. લક્ષ્મીબેન પ્રાગજી મોડના પુત્ર, સ્વ. મહેશ, બાલુભા, કનક, બળવંત, ભરત, વિક્રમ, અજિત, ધર્મિષ્ઠા મિનેશ વાઘેલાના ભાઇ તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખ્યો નથી.

ભુજ : જત રફીક (ઉ.વ. 37) તે કાસમ ખમીશાના પુત્ર, અનવરના ભાઇ, હુસન લધુના જમાઇ, ફકીરમામદ, મામદ હુસૈન અને અજીજના ભાણેજ, મામદ, હુસેનના ભત્રીજા તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-9-2024ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ગાંધીનગરી, મોહંમદી મસ્જિદ ભુજ ખાતે. 

ભુજ : ઇબ્રાહીમ સુલેમાન મેર (ઉ.વ. 50) તે ફારૂક, સમીરના પિતા, યાકુબ, ઇલિયાસ, દાઉદ, મ. રમજુના ભાઇ તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-9-2024ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન જૂની બકાલી કોલોની જથ્થાબંધ બજાર સામે ભુજ ખાતે. 

આદિપુર : મૂળ ભાડઇના સારસ્વત બ્રાહ્મણ હેમંત દેવશંકર જોષી (લચ્છા) (ઉ.વ. 57) તે સ્વ. સરલાબેન દેવશંકર લચ્છાના પુત્ર, હર્ષિકાના પતિ, ભાર્ગવ, ભૂમિના પિતા, મંગળાબેન ધનસુખલાલ જોષીના જમાઇ, નીલેશ ધનસુખભાઇના બનેવી, વિણાબેન જનકભાઇ જોષી, હર્ષિદા જિજ્ઞેશકુમાર, ચેતનભાઇના મોટા ભાઇ, વિમલ, જયેશ, જાગૃતિબેન, જગદીશના કાકાઇ ભાઇ, સારીકાબેન, ક્રિષ્નાબેન, દીપાબેનના જેઠ, નિશા નીલેશના નણદોયા, હર્ષ, મેઘાના મોટા બાપુ, કોમલ રાહુલકુમાર, વાણી, ઓમ, માધવના મામા, ધૈર્ય, કાવ્યના ફુવા, સ્વ. કમળાબેન, સ્વ. ભવાનીશંકર, દમયંતીબેન, પ્રવીણભાઇના ભત્રીજા, સ્વ. રમેશભાઇ (એસ.ટી.), પ્રવીણભાઇ (માંડવી), સ્વ. વિનોદભાઇ, સ્વ. અનસૂયાબેન હરિશચંદ્ર, સ્વ. લીલાવંતીબેન ધનંજયના ભાણેજ, તિલોતમા જિતેન્દ્રભાઇ, હર્ષદભાઇ, રાજુભાઇ, કમલેશભાઇ, રોહિતભાઇ, કામિની જયેશ જોષીના માસીઆઇ ભાઇ અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી આદિપુર ખાતે.

આદિપુર : મૂળ લોદ્રાણીના કાંતાબેન પરબતભાઇ સોલંકી (ઉ.વ. 54) તે પરબતભાઇ તેજાભાઇના પત્ની, પ્રતીક, મનીષા, યોગીતાના માતા, વૈશાલી, વિક્રમ, કિશનના સાસુ, આરવ, ધારવીના દાદી, લગધીરભાઇના નાના ભાઇના પત્ની, ધનજીભાઇના ભાભી, વિજય, સંજયના કાકી, નીરવ, સાગરના મોટાબા તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે સાંજે 5થી 6 દરમ્યાન નિવાસસ્થાન પ્લોટ નં. 58/30, વોર્ડ 4/બી, આદિપુર ખાતે.

ગાંધીધામ : મૂળ ડુમરા (તા. અબડાસા)ના સ્વ. લક્ષ્મીબેન મેઘજીભાઇ ચંદે (ઉ.વ. 99) તે સ્વ. મેઘજી રામજીભાઈ ચંદેના પત્ની, કાનજીભાઈ, વેલજીભાઈના માતા, મણિબેન, રાણબેનના સાસુ, સૂરજ, મિહિરના દાદી, કાજલ, ઉષા, આરતીના દાદી, નરેશભાઈ, દીપકભાઈ, હરશીભાઈના સાસુ તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિઓ પૂર્ણ થયેલ છે. 

ગાંધીધામ : મૂળ વડવા હોથીના પ્રેમજી ખીમજી લોચા (મારવાડા) (ઉ.વ. 80) તે સ્વ. મેઘબાઈ લોચાના પતિ, ખેતશી ખીમજી લોચાના મોટાભાઈ, રામીબેન ખેતશી લોચાના જેઠ,  હીરજીભાઈ, રમેશભાઈ, દેવલબેન રામજી સીજુ, નામાબેન વાલજી લાખિયા  (બળદિયા)ના પિતા,  મૂરજી, હરેશ, ભારતીબેન કાનજી સંજોટ (બિદડા), અમૃતાબેન સામજી વારસુર, મંજુબેન દિનેશ વારસુર (અવધનગર)ના મોટા બાપુ, માનુબેન, મંજુબેન, શાંતાબેન, ગીતાબેનના સસરા, રવિ, મહેશ, સમીર, ભાવેશ, રોહન, તુષાર, સાહિલ, ક્રિષ, ક્રિષ્ના, ચંદન, તન્મય, મીતના દાદા, ખમુભાઈ ભાણાભાઈ બુચિયાના બનેવી  તા. 28-9-2024ના અવસાન પામ્યા છે.  ધાર્મિકક્રિયા તા. 30-9-2024ના  સોમવોર સાંજે આગરી અને તા. 1-10-2024ના મંગળવારે  સવારે પાણિયારો (ઘડાઢોળ) નિવાસસ્થાન નવી સુંદરપુરી, હનુમાન મંદિર ખાતે. 

માંડવી : ભગવતીબેન શામજીભાઇ ચૌહાણ (ઉ.વ.65) તે વાલજીભાઇ, હીરજીભાઇ, જશોદાબેન રામજીના માતા,  સ્વ. ટપુભાઇ શિવજી સોઢાના પુત્રી, મણિબેન, સ્વ. જીવરાજના બહેન તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. દશાવો તા. 6-10-2024ના તથા બારમાનું પાણી તા. 8-10-2024ના સવારે 10 કલાકે નિવાસસ્થાને ત્રણ ટુકર પાસે, જોગીવાસ, માંડવી મધ્યે. 

માંડવી : મૂળ શિરવાના હાલે ભરૂચ લક્ષ્મીદાસ ખેતશીભાઇ ભદ્રા (ભાનુશાળી બારદાનવાળા) (ઉ.વ. 71) તે સ્વ. સાકરબાઇ ખેતશીભાઇ ભદ્રાના પુત્ર, ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. જીવરામભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. હિંમતભાઇ, અરવિંદભાઇ, પ્રકાશભાઇ, મણિબેન કેશવજી દામા (ભરૂચ), શાંતિબેન મોહનલાલ જોઇસર (મુંબઇ), ભારતીબેન દિનેશભાઇ ચાંદ્રા (ભાડઇ), ચંદ્રીકાબેન શાંતિલાલ કટારમલ (મુંબઇ), મધુરીબેન દીપકભાઇ ગજરા (મુંદરા)ના ભાઇ, કમલેશભાઇ, દમયંતી પ્રતાપભાઇ ગોરી (જામનગર), ભાવનાબેન જગદીશભાઇ (વલસાડ), જ્યોતિબેન નયનભાઇ (મુંબઇ)ના પિતા, ભાવનાબેનના સસરા, કોમલ, મયંકના દાદા, મનજી પુંજા દામા, સ્વ. મૂરજી પુંજા દામા (હમલા)ના ભાણેજ, સ્વ. નરસિંહ લધારામ ભદ્રાના ભત્રીજા તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક પ્રકાશભાઇ 98794 47288.

મુંદરા : મૂળ ગાંધીધામના ખત્રી ખતીજાબાઇ અબુબકર (વાઢા) (ઉ.વ. 88) તે મુનાફના માતા, સાજીદ, આયસાના દાદી તા. 28-9-2024ના ગાંધીધામ ખાતે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-9-2024ના સવારે 11થી 12 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : ભાદરા નિવાસી હાલે જામનગર વસંતકુમાર શંકરલાલ કટ્ટા (ઉ.વ. 45) તે ભાવિશાબેનના પતિ, જય, નીલના પિતા, ગં.સ્વ. કુસુમબેન અરવિંદભાઇ બારમેડાના જમાઇ, સ્વ. કેશવજીભાઇ (અંજાર), સામજીભાઇ (ભુજ), જગદીશભાઇ બારમેડા (માધાપર)ના જમાઇ, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન, ભૂપેન્દ્ર, રાજેશ, નીલેશ, હિરેન, પારસ, હર્ષદ, અરવિંદભાઇ બારમેડાના બનેવી, કોમલ હર્ષદભાઇ બારમેડાના નણદોયા, પ્રેમજી સામજી કટ્ટા (ઢોરી)ના દોહીત્ર જમાઇ, જય, નીરજ, તુલસી, શિવાની, અર્જુન, રૂદ્ર, ભૂમિ, ભક્તિ, ધર્મ, જાનકી, શિવમના ફુવા અવસાન પામ્યા છે. સાસરા પક્ષનું બેસણું તા. 30-9-2024ના સાંજે 4થી 5 સોની સમાજવાડી માધાપર મધ્યે.

માધાપર : મૂળ મોટા રેહાના માધવજી કરશન ચૌહાણ (ઉ.વ. 90) તે સ્વ. ગંગાબેન કરશન ચૌહાણના પુત્ર, સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. કલ્યાણજી, સ્વ. લક્ષ્મણ, સ્વ. ઓધવજી, સ્વ. સાકરબેન, સ્વ. કાશીબેન, સ્વ. પારૂબેન, સ્વ. બબીબેન, સ્વ. રાજીબેન, સ્વ. દેવીબેનના ભાઇ, જયશ્રીબેન, કિશોરભાઇ અને રાજેશભાઇના પિતા, જયસુખભાઇ, આશાબેનના સસરા, વૃંદા, પ્રિયાંશી અને મૈત્રીના દાદા, ભાવિકના નાના, સ્વ. રતનબેન રણછોડભાઇ ટાંક (હાજાપર)ના જમાઇ, સ્વ. કલ્યાણજી નરશી ચૌહાણ (સિનોગ્રા) અને પ્રભુલાલ પચાણ પરમાર (અંજાર)ના વેવાઇ તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી બસ સ્ટેશન પાસે જૂનાવાસ માધાપર ખાતે.

કુરબઇ (તા. ભુજ) : રબારી ભચા હીરા (ઉ.વ.82) તે સીતાબાઈના પતિ, વેલાભાઈ, ધનાભાઈ, દેવીબેન (કૈલાસનગર), હીરુબેન(ભોપાવાંઢ), વરજુબેન (વ્યારા), વલુબેન (મઉં)ના ભાઈ, કમાભાઈ, લાખાભાઈ,  રાણાભાઈ, ધાલાભાઈના પિતા, વાલાબેન, હીરલબેન (શિક્ષક-ભુજ), વલુબેનના સસરા, નવીન, વલુબેન (ફિલોણ), કાના, હીરુબેન (ગુંદિયાલી), જેશા, સાજનના કાકા, રામીબેન (ગંગોણ), જશુબેન  (ભોપાવાંઢ), રમેશ, રાહુલ, અર્જુન, આર્યન, પાર્થના દાદા તા.25-9-2024ના અવસાન પામ્યા છે.  બેસણું નિવાસસ્થાન કુરબઈ ખાતે, આગરી તા.5-10-2024ના શનિવારે તેમજ ઘડાઢોળ તા. 6-10-2024ના રવિવારે  નિવાસસ્થાન કુરબઈ ખાતે.  

વડવા કાંયા : ભીમજી રામજી બુચિયા (ભોપા) (ઉ.વ.85) તે સ્વ. સામાબાઇ રામજીભાઇ બુચિયાના પુત્ર, સ્વ. ઉમરા ગોપાલ જેપાર (સાંગનારા)ના જમાઇ, પરબત ભીમજી જેપાર, ડાહ્યા હીરા જેપાર, કાના ફકુ જેપાર, બાબુ ફકુ જેપારના બનેવી, સ્વ. ગોમાબેનના પતિ, સ્વ. કરશનભાઇ, સ્વ. પેથાભાઇ, નારાણભાઇ, કેસરબેન અશોક ભદ્રુ (રામદેવનગર), પુરબાઇ દેવજી પરમાર (મિરજાપર)ના પિતા, શાંતિભાઇ, વિનોદ, ગોપાલ, બાબુલાલ, મણિબેન હીરજી જેપાર (ભવાનીપર), ધનીબેન બાબુલાલ સીજુ (દેવસર), વનિતાબેન પ્રકાશ બોખાણી (રાયધણપર), કાન્તાબેન આચાર સોધમ (ભડલી)ના દાદા, હીરજીભાઇ, કરમશીભાઇ, રણમલભાઇ, સુમારભાઇ, પરબતબાઇ, મેઘાબેન ગોવિંદ ગંઢેર (ભુજ), નેણબાઇ થાવર સીજુ (આણંદસર વિ.), જીવાબેન દેવજી કુંવટ (નરેડી)ના ભાઇ, દેવશી હમીર બુચિયાના કાકાઇ ભાઇ, ડાહ્યાભાઇ સામત બુચિયા (ભોપા), નવીનચંદ્ર મુળજી મારૂ (મામલતદાર)ના કાકા, હરિલાલ (પોસ્ટ માસ્તર) (સુખપર-ભુજ), રવજીભાઇ, મગનભાઇ, નવીનભાઇ, જગદીશભાઇ, નરસિંહભાઇ, ગોપાલ, કિશોર, સુરેશભાઇના મોટા બાપા તા. 28-9-2024ના અવસાન પામ્યા?છે. ધાર્મિકક્રિયા તા. 8-10-2024ના મંગળવારે  આગરી અને તા. 9-10-2024ના બુધવારે સવારે?ઘડાઢોળ (વડવાકાંયા) નિવાસસ્થાને. 

વિરાણી નાની (ગઢશીશા) : કરશન ગગુ જોગેલ (ગરવા) (ઉ.વ.90) તે સ્વ. દેમાબેનના પતિ, સ્વ. નાનજી, રમેશ, ભવન, રતનબેન (વિજપાસર), સ્વ. ગંગાબેન (બળદિયા), વનિતા (ઢોરી), શારદા (ગાંધીધામ)ના પિતા, સ્વ. ગરવા નારણ ગગુ, કુંવરબાઇ મંગા (લક્ષ્મીપર), ભચીબાઈ મનજી (નાના અંગિયા)ના નાનાભાઇ, ઉમરાબાઈના દિયર, ઉમરા વેલા (ગઢશીશા)ના બનેવી, થાવરભાઇ, બાબુભાઈ, શાંતિભાઈ, ખેતશીભાઇ, વિશનજી તથા લક્ષ્મીબેનના કાકા, શૈલેશ, પંકજ, સાગર, ઝીલ, આરાધના, ક્રિષ્ના મોહન (પાનધ્રો), લક્ષ્મી સંજય(ઘડુલી)ના દાદા તા. 28-9-24ના અવસાન પામ્યા છે. ઘડાઢોળવિધિ તા. 30-9-2024ના સોમવારે સાંજે આગરી તથા તા. 1-10-2024ના મંગળવારે સવારે પાણી રાખવામાં આવેલ છે. સાદડી વિરાણી નાની મધ્યે.  

મોટા થરાવડા (તા. ભુજ) : કેવર અમીનાબેન જસા (ઉ.વ. 75) તે હાજી, હસીનાબેનના માતા, કેવર હાજી કાસમ ભચુ, ફકીરમામદના ફઇ, જાનમામદ, ઇશાના માસી, કેવર અનવર બાબુના બહેન તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-9-2024ના સવારે 10થી 11 મોટા થરાવડા મધ્યે. 

ધોકડા (તા. માંડવી) : જાડેજા કનુભા બાલુભા ટીલાટ (ઉ.વ. 75) તે દેવેન્દ્રસિંહ, કિરીટસિંહ, રાજેન્દ્રસિંહ, સંજયસિંહના પિતા, હરદીપસિંહ, ભગીરથસિંહ, ભાગ્યરાજસિંહ, કર્મદીપસિંહ, માહીરાજસિંહ, અભિરાજસિંહના દાદા તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, ધોકડા તા. માંડવી મધ્યે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang