• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : .કા.ચા. મોઢ બ્રાહ્મણ માલતીબેન ભટ્ટ (નિવૃત્ત આકાશવાણી) તે નરેન્દ્ર મોહનલાલ ભટ્ટ (નિવૃત્ત જી..બી.)ના પત્ની, સ્વ. શારદાબેન શિવલાલ જાનીના પુત્રી, સ્વ. કાંતાબેન મોહનલાલ ભટ્ટના પુત્રવધૂ, સ્વ. જયાબેન દિનકરભાઈ, સ્વ. દિવ્યપ્રભાબેન દુર્ગાપ્રસાદ, શાંતાબેન લક્ષ્મીકાંત, સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ, સ્વ. મંગળાબેન યશેષચંદ્ર, સંધ્યાબેન અરવિંદભાઈના દેરાણી, સ્વ. મનુબેનના ભાભી, સ્વ. મહેશભાઈ (અમેરિકા), પ્રતિમાબેન મહેન્દ્ર વ્યાસ, ભારતીબેન, જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઈ વ્યાસ, અતુલભાઈ (કેનેડા), બીનોયભાઈ, સંધ્યાબેનના બહેન, પ્રશાંત (આશાપુરા સ્કૂલ), સૌમ્ય (શ્રીજી પેટ્રોલિયમ)ના માતા, તોરલ, પ્રિયંકાના સાસુ, મૈત્રીના દાદી, ઉષાબેન અશોકભાઈ વ્યાસ (અમદાવાદ), હેમલતાબેન મયૂરભાઈ ધોળકિયાના વેવાણ, સુમિત્રા, શરદ, યોગેશ, મીના, કૃષ્ણા, પૂનમ, પ્રીતિ, સીમા, ધર્મેન્દ્ર, પૂર્વી, રીમા, ધારા, શિલ્પા, ઈવાના કાકી તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-7-2024ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્ષ, છઠ્ઠીબારી ખાતે.

ભુજ : હાલે વણાકબોરી ...સુ. પ્રભાબેન વેલજીભાઈ સુથાર (.. 76) તે સ્વ. વેલજીભાઈ કરશનભાઈ સુથારના પત્ની, સ્વ. સાકરબેન દેવશી પીઠડિયા (અંજાર)ના પુત્રી, સ્વ. દિલીપભાઈ, સ્વ. નીતિનભાઇ, શૈલેશભાઈ, વનિતાબેન (ભુજ)ના માતા, ગં.સ્વ. કમલબેન (દમણ), પ્રીતિબેન (પાયલબેન) (વણાકબોરી), જયેન્દ્રભાઈ (ભુજ)ના સાસુ, સ્વ. ભારતીબેન કનુભાઈ સુથાર (અંજાર)ના જેઠાણી, સ્વ. રાજેશ, કપિલભાઈના મોટીમા, નિકુલ, રીમલ (માંડવી), રિતેશ, કિસના, હર્ષિલના દાદી, ભાવિન, પિયુષા (ભુજ)ના નાની, દેવ્યાનીબેન (દમણ), મિહિરભાઈ (માંડવી)ના દાદી, હેન્સીબેન (ભુજ), ડેનિશકુમાર (ભુજ)ના નાની તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-7-2024ના શુક્રવારે સવારે 10થી 1 ગાયત્રી મંદિર, વણાકબોરી થર્મલ ખાતે.

ભુજ : સમેજા ફૈઝાન (.. 17) તે રમઝાન ઇશાકના પુત્ર, . ઇશાક હાજી ઇશા, સમેજા સુમાર હાજી ઇશાના પૌત્ર, રેહાનના ભાઈ, મજીદ, અસલમના ભત્રીજા, સમા ઉમર ઓસમાણ, હસણ ઓસમાણ (વાડા), મામદ હુસેન સોરા (સુથરી)ના ભાણેજ, સમેજા આમદ અંભુ (વાંકુ), સમેજા રજાક સુમાર હાજી (વાંકુ)ના ભત્રીજા તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7- 2024ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદ--કાદરિયા, સુરલભિટ્ટ રોડ, લખુરાઈ ચારરસ્તા, ભુજ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન લખુરાઈ ચાર રસ્તા, ભુજ ખાતે.

ભુજ : ભટ્ટી હાજિયાણી ખૈરુનનિશા (.. 80) તે . હાજી અબ્દુલકાદર (નિવૃત્ત મામલતદાર)ના પત્ની, ભટ્ટી નાસીર (ગેટકો), ભટ્ટી મોહંમદ, રશીદાના માતા, તુરિયા ઈસ્માઈલ (પીજીવીસીએલ)ના સાસુ તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ તા. 6-7-2024ના શનિવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે તથા ઓફિસ સ્ટાફ તેમજ મિત્રવર્તુળ માટે શુક્રવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને હિનાપાર્ક-3 ખાતે.

ભુજ : અલીમામદ નોડે (ઉર્ફે માસા) તે નોડે અબ્દુલ ઇબ્રાહીમ, નોડે દાઉદ ઇબ્રાહીમના ભાઇ, નોડે મામદ સિધિક, નોડે જુમા, નોડે કાસમના પિતા, નોડે જુબેર રહીમ (બન્ની), નોડે અભુભખર હુશેન (માંડવી), હાલા સુલતાન હસન (તલવાણા)ના સસરા તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-7-2024ના સવારે 10થી 11 નિવાસસ્થાન જૂના કચ્છમિત્ર પાસે, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : દાતણિયા ગમજી જંગલી (.. 63) તે પપુભાઇ, વીરચંદ, રામજીના પિતા, ઉમેદ, ફકીરાના ભાઇ, રાહુલ, વિશાલ, ભાવેશના દાદા, નીલાબેનના પતિ તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું-સત્સંગ તા. 10-7-2024ના રાત્રે 9 વાગ્યે, તા. 11-7-2024ના પાણીઢોળ નિવાસસ્થાને દાતણિયાવાસ, ભીડ નાકા, ભુજ ખાતે.

આદિપુર : મીનાબેન અનંતભાઇ ક્રિપલાણી (.. 81) તે રાખીબેન (એફ.સી.આઇ. ગાંધીધામ), ઉષાબેન (સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ-દિલ્હી)ના માતા, કિશોર પ્રેમચંદ નિહાલાણી (સીતારામ એન્ડ કું. એલએલપી-ગાંધીધામ), દીપક અશોક અભિચંદાણી (જીવી કન્સ્ટ્રક્શન-દિલ્હી)ના સાસુ, લવિશ (નોવોકો કું- અમદાવાદ), મોહિત, યુતિકાના નાની, સ્વ. ગોવર્ધન ચેલાણી (ગાંધીધામ), સ્વ. પ્રેમીબેન પરસરામ જેઠવાણી, સ્વ. ખુશાલી તીર્થદાસ ટેકચંદાણી, દયાલભાઇ (ગાંધીધામ), નીલમ દીપક વિધાણી, ખીમ્યા રાજુ જીવનાણી, દેવી લાલચંદ ધીરવાણી, દ્રૌપદી રમેશ ચેતનાની, મોહિની નંદુ ચેતનાની, અનિતાના બહેન તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા તા. 5-7-2024ના શુક્રવારે સાંજે 6.30 કલાકે ઓમ મંદિર, સેંટ ઝેવિયર્સ સ્કૂલની સામે, વોર્ડ 3-બી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ શેખાઇબાગ-ગુંદિયાળીના રમેશ બોડા (.. 59) તે સ્વ. મણિબાઈ નાનજી બોડાના પુત્ર, જેન્તિલાલ, મંજુલાબેન, મધુબેન, ભગવતીબેનના ભાઈસ્વ. રતનબાઈ મીઠુભાઈ, સ્વ. રાધાબાઈ બચુભાઈ, સ્વ. કસ્તૂરબાઇ  રાઘવજીના ભત્રીજા, સ્વ. જેન્તિલાલ, મંગલદાસ, મોહનલાલ મોરારજીના કાકાઈ ભાઈ, સ્વ. ધનજી ઉકેડા (રતાડિયા)ના દોહિત્ર, ગવરીશંકર, ગાવિંદજી, ગંગારામ, વીરજી, દયારામના ભાણેજ તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-7-2024ના બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, શેખાઈબાગ ખાતે.

અંજાર : ઇરોડ નિવાસી ઠા. અમૃતલાલ હરિરામ પાદરાઇ (. 78) તે સ્વ. દેવકાબેન હરિરામ રતનાસિંહ પાદરાઈના પુત્ર, અરુણાબેનના પતિ, કમલ, નીલેશ, દીપાના પિતા, ખ્યાતિ, ભાવના અને કિરણભાઈ જમનાદાસ માનસત્તાના સસરા, સ્વ. ડુંગરશીભાઈ (અમદાવાદ), દિનેશભાઈ (ઇરોડ), ડો. નવીનભાઈ ઠક્કર (ગાંધીધામ), કંચનબેન કનકભાઈ પલણના ભાઈ, સ્વ. શાંતિલાલ જાદવજી પલણના જમાઈ, સ્વ. રામજી નારાણજી ગંધા (માથકિયા)ના દોહિત્ર, પ્રાચી, વંશિકા, રિશિત, ક્રિશના દાદા, ઝીલ, સાગરના નાના તા. 2-7-2024ના ઇરોડ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકીક વ્યવહાર રાખેલ નથી.

માધાપર (તા. ભુજ) : મૂળ રેહા મોટાના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નીરૂબેન (સરોજબેન) જોષી (.. 65) તે શશિકાંતભાઇ જોષીના પત્ની, પરેશ (પરમાત્મા મંડપ લાઇટ ડેકોરેશન), મીનાબેન, મનીષાબેનના માતા, સ્વ. સુશીલાબેન નરભેશંકર જોષીના પુત્રવધૂ, સ્વ. કાંતિલાલભાઇ (અંતરજાળ), ભીખાલાલભાઇ કે. જોષી (માધાપર), નીમુબેન (નિર્મળાબેન) રમણીકલાલ વ્યાસ (આદિપુર), ચંપાબેન મહેન્દ્ર પંડયા (માધાપર)ના નાના ભાઇના પત્ની, હસમુખભાઇ કે. જોષી (કોટડા-.), ગિરીશભાઇ જોષી (માનકૂવા), સુરેશભાઇ જાષી (માધાપર), રમેશભાઇ જોષી (કુકમા), સ્વ. પ્રભુલાલભાઇ જોષી, પ્રતાપભાઇ હરિલાલ જોષી (કુકમા)ના મોટા ભાભી, સ્વ. પુષ્પાબેન પ્રાણજીવન લવજી દવેના પુત્રી, રમીલાબેન નવીનચંદ્ર વ્યાસ (મેઘપર), સ્વ. નીતાબેન વાસુદેવ વ્યાસ (અંજાર), સ્વ. કિશોરભાઇ દવેના મોટા બહેન, સ્વ. ગજાનંદ વિશ્વનાથ વ્યાસ (અંજાર)ના ભાણેજી, પીયૂષકુમાર અત્રીલાલ પંડયા (અંજાર)ના સાસુ, ધૃતિ, કેવલના નાની તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2024ના શનિવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, જૂનાવાસ, માધાપર ખાતે.

સેડાતા (તા. ભુજ) : રાઠોડ હાજિયાણી શરીફાબાઈ તે હાજી ઇબ્રાહિમ (બાવલામામા)ના પત્ની, . ઉમર મામદ, ફકીરમામદ મામદના બહેન, અબ્બાસ હુશેન, હાજી હુશેન, ઈશાક હુશેન, અબ્દુલ્લા હુશેનના કાકી, પઠાણ ઈબ્રાહિમખાન ઓસ્માણખાન (અધાભા), રાઠોડ અબ્દૈમાન અલીમામદ બુઢા, રાઠોડ મામદ હાજીઆદમ, રાઠોડ ઈબ્રાહિમ અભુભખર, પઠાણ અસરફખાન હાજી સુલ્તાનખાનના મામી તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-7-2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા ખાતે.

નાગ્રેચા-મસ્કા (તા. માંડવી) : અરવિંદભાઇ ઉગાણી (.. 68) તે ઉગાણી સ્વ. પુરબાઇ સુંદરજી મેઘજીના પૌત્ર, ગં.સ્વ. સરસ્વતીબેન જાદવજીના પુત્ર, હંસાબેનના પતિ, મેહુલના પિતા, નીતિન, હસમુખ, રાજેશ, પ્રફુલ્લ, કિરીટ, જયેશ, ગં.સ્વ. મીનાબેન પરેશભાઇ બાવા (ભુજ), લતાબેન અશ્વિનભાઇ મોતા (બાગ)ના ભાઇ, સ્વ. માધવજી, સ્વ. વેલભાઇ કરશનજી મોતા (બાગ), સ્વ. શાંતાબેન મણિશંકર ભટ્ટ (દેવપર), સ્વ. દેવકાબેન દેવજી મોતા (મસ્કા), ગં.સ્વ. સાવિત્રીબેન રામજી ભટ્ટ (ગોધરા)ના ભત્રીજા, મયૂર, મોહિત, પ્રિયેન, સાગર, સોનુ, ધ્રુવિન, દીપાબેન નયનભાઇ મોતા, કોમલ ચેતન વ્યાસ, બિંદયા કાન્તિલાલ વ્યાસ, સ્વ. જીલના મોટાબાપા, જયા, નીટુ, જયશ્રી, અર્ચના, મીતા, જિજ્ઞાના જેઠ, ભક્તિ, પૂજા, અંકિતાના કાકાસસરા, દેવ, યુગ, દર્શીના દાદા, સ્વ. મમીબાઇ સામજી વાગજી મોતાના દોહિત્ર, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કાન્તિલાલ, સ્વ. અમૃતબેન છગનલાલ કેશવાણી (ટુન્ડા)ના ભાણેજ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કસ્તૂરબેન મણિશંકર ખીમજી ભટ્ટના જમાઇ, ચેતન, વિજય, નીલેશ, પુષ્પા ઉમેદભાઇ માકાણી (તેરા)ના બનેવી, ભવાનજી, સ્વ. રામજી, સ્વ. પ્રાણશંકર, સ્વ. સાકરબાઇ, સ્વ. હીરબાઇના ભત્રીજીના વર તા. 3-7-2023ના મુબઇ-મુલુંડ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 7-7-2024ના રવિવારે બપોરે 3થી 5 મસ્કા રાજગોર સમાજવાડી ખાતે.

વવાર (તા. મુંદરા) : રતન રાણશી ગઢવી (બઢા) (.. 49) તે ગં.સ્વ. હીરબાઇબેનના પુત્ર, લાછબાઇબેનના પતિ, ભરત, ખોડુ, માલશ્રીબેનના પિતા, લખમણભાઇ, કરશનભાઇ, વાલાભાઇ, રામભાઇ, દેવલબેન, સુમાબેન, નાગઇબેનના ભાઇ, હરિ, દેવરાજ, ગોવિંદ, કાના, જશરાજ, ગોપાલ, ગોવિંદના કાકા, ગોપાલ, પાલુ, કાના, આશારિયા, સવરાજ, ભારૂ, ભીખુભાઇ, મનુભાઇ, પત્રામલના મામા તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. પાણીવાર તા. 13-7-2024ના નિવાસસ્થાન વવાર વાડી ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : મકવાણા જયેશ નરશીંભાઈ (.. 46) તે સ્વ. સાકરબેન નરશીંભાઈના પુત્ર, ગોપી, ઋત્વિકના પિતા, જયશ્રીબેનના પતિ, કિશોરભાઈ, રમેશભાઈ, ગીતાબેનના ભાઈ, લીલાધરભાઈ, શાંતિલાલભાઈ, તારાબેન, ઉર્મિલાબેન, રૂક્ષ્મણિબેનના ભત્રીજા, મનસુખ વાલજી વાઘેલા (નલિયા)ના સાળા, જિજ્ઞેશ, ડિમ્પલ, રોશની, નિર્મલ, રોનકના કાકા તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2024ના શનિવારે સાંજે 4થી 5 વિથોણ મહાજન સમાજવાડી ખાતે.

વિરાણી નાની-ગઢ : રમીલાબેન (.. 80) તે બાબુલાલ ખેતશીના પત્ની, દિનેશ, કિરીટ, ભગવતી, જયશ્રીના માતા, લાલજીભાઇ, સ્વ. રતનશીભાઇ, હીરબાઇ (જનકપુર), લક્ષ્મીબેન (વિરાણી), સવિતાબેન (ભેરૈયા)ના ભાભી, સ્વ. રતનબેન રામજી શિવજી ભગત (દરશડી)ના પુત્રી, અનસૂયા, વનિતા, પરેશ, અરવિંદના સાસુ, અક્ષય, પુનિત, પ્રિયાંશી, અનુજના દાદી, ભૂમિ, વાણીના દાદીસાસુ તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2024ના શનિવારે સવારે 8થી 11.30 લક્ષ્મીનારાયણ સનાતન વાડીમાં.

દેવીસર (તા. નખત્રાણા) : .પા. રમણીકભાઇ (.. 63) તે સ્વ. વાલજી મેઘજી છાભૈયાના પુત્ર, પરસોત્તમ, પ્રેમજીભાઇ, કસ્તૂરબેન (માંડવી), લક્ષ્મીબેન (નખત્રાણા), વિમળાબેન (વિથોણ), દમયંતીબેન (વિરાણી)ના ભાઇ, નિતેષ, હંસાબેન, કૌશલ્યા, બીનાના પિતા, શિવગણ વસ્તાભાઇ રૂડાણી (મોટી વિરાણી)ના જમાઇ તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-7-2024ના સવારે 8થી 10.30 સનાતન કડવા પાટીદાર સમાજવાડી, દેવીસર ખાતે.

મોટી હમીરપર (તા. રાપર) : બાબાબા પ્રભાતસિંહ હેતુભા વાઘેલા તે સ્વ. ઉમેદસિંહ હેતુભા વાઘેલાના ભાભી, અજિતસિંહ, પ્રવીણસિંહ, મોહનસિંહ, હઠુભાના કાકી તા. 4-7-2024ના અવસાન પામ્યા છે.

વાડાપદ્ધર (તા. અબડાસા) : બાઇસાહેબબા જાલમસિંહ જાડેજા (.. 95) તે સ્વ. જાલમસિંહ દાનસંગજીના પત્ની, રણજિતસિંહ (વડોદરા), ભૂપતસિંહ, ચતુરસિંહ, દેવકુંવરબા રાજેન્દ્રસિંહ ઝાલા (જાખણ)ના માતા, સ્વ. લઘુભા, સ્વ. નટુભા, સ્વ. દિલુભા, ઉમેદસિંહના ભાભી, સ્વ. મોહનસિંહ રતનસિંહ ઝાલાના મામી, કિશોરસિંહ (મુંબઇ), દિલીપસિંહ, નિર્મળસિંહ, સ્વ. પ્રભાતસિંહ, પર્વતસિંહ, કરણસિંહ, ભારુભા, કટુકસિંહ, પ્રદ્યુમનસિંહ, અનિરુદ્ધસિંહના ભાભુ, સિદ્ધાર્થસિંહ (વડોદરા), રાજદીપસિંહ (માધાપર), પ્રદીપસિંહ, હાર્દિપસિંહ, દિવ્યરાજસિંહ, પ્રતિક્ષાબા હરદીપસિંહ ઝાલા (સમલા)ના દાદી, રણવીરસિંહ, માનવીરસિંહ, પરમવીરસિંહ, વિર્યદીપસિંહ, રાજવીરસિંહના પરદાદી તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વાડાપદ્ધર ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : હાલે મુંબઇ જાડેજા ઇન્દુબા બળવંતસિંહ (.. 65) તે સ્વ. બળવંતસિંહ જીવુભા જાડેજાના પત્ની, નરેન્દ્રસિંહ તથા ઝાલા ઇલાબા હિતેન્દ્રસિંહના માતા, મોહનસિંહ, અરવિંદસિંહના ભાભી, ભગીરથસિંહ, કુલદીપસિંહ, જયદેવસિંહ, શક્તિસિંહના કાકી તા. 3-7-2024ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. બેસણું તા. 5, 6-7-2024 (બે દિવસ) દરબારગઢ ડેલી, વમોટી મોટી ખાતે.

કનકપુર (તા. અબડાસા) : ઝવેરબેન (.. 65) તે લાલજી દેવજી રંગાણીના પત્ની, હસમુખભાઇ, તુલસીભાઇ, ગીતાબેન (ગાંધીધામ), પ્રવીણાબેન (દેવપર)ના માતા, હિરેન, હિતિક્ષા (આણંદસર), દિશા, હેન્સી, કાવ્ય, કનકના દાદી, સ્વ. કમળાબેન, ટીનાબેન, બાબુલાલ (ગાંધીધામ), વિનુભાઇ (દેવપર)ના સાસુ, સંજનાના દાદીસાસુ, કરશનભાઇ (મુંદરા), રવજીભાઇ, શિવજીભાઇ, રમણીકભાઇ, પાર્વતીબેન (પેટલાદ), ગોમતીબેન (મુંદરા-વિરાણી), જશોદાબેન (અમદાવાદ), અમૃતબેન (કોલહાર), જયાબેન (વડવા)ના ભાભી, સ્વ. શિવદાસ પ્રેમજી રૂડાણી (મદનપુરા)ના પુત્રી તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-7, 6-7-2024 શુક્ર, શનિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, કનકપુર ખાતે.

નલિયા (તા. અબડાસા) : ખત્રી અમીનાબાઇ જુસબ (.. 72) તે . જુસબ અલીમામદના પત્ની, ખત્રી ઇરફાન, . સલીમ, જાવેદ, હમીદના માતા, ફૈસલ, મોઇન, મોહસીન, મુનાફના દાદી તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2024ના રવિવારે સવારે 11થી 12 ખત્રી મસ્જિદ, નલિયા ખાતે.

વાંઢિયા (તા. ભચાઉ) : નર્મદાબેન બાલાશંકર રાવલ (.. 100) તે સ્વ. બાલાશંકર કાશીરામના પત્ની, સ્વ. શોભારામ ખીમજી વ્યાસ (દાત્રાણા)ના પુત્રી, સ્વ. નટુભાઈસ્વ. ભાનુભાઈ, લાભુભાઈ, નાનુભાઈ, લીલાવંતીબેન કનૈયાલાલ નાણાવટી, સાવિત્રીબેન જગદીશ પંડ્યાના માતા તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા (કાણ) તા. 6-7-2024ના શનિવારે નિવાસસ્થાને વાંઢિયા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang