• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

`લવજેહાદ'ના જિયાદનો મદદગાર પોલીસ સકંજામાં

ભુજ, તા. 22 : `લવજેહાદ'ના ચકચારી પ્રકરણમાં જિયાદને મદદ કરનાર ગોધરા (તા. માંડવી)ના કાસમ ઓસમાણ હિંગોરજાની પોલીસે અટક કરતા આ બનાવની સિલ સિલાવાર વિગતો બહાર આવી છે. દરમ્યાન આરોપી જિયાદ ઉર્ફે સમીર લતીબ શેખના આજે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશીયલ કસ્ટડી પાલારા જેલ મોકલી દેવાયો છે. બહુચર્ચિત આ `લવજેહાદ' પ્રકરણના તપાસકર્તા એસસી એસટી સેલના ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે,  આરોપી જિયાદ ફરિયાદી યુવતીના સગડ મેળવવા પ્રથમવાર કચ્છ આવ્યો હતો. ત્યારે તેને આરોપી ગોધરાની હોટલમાં પરચૂરણ કામ કરતા કાસમ હિંગોરજાએ મદદ કરી હતી. કચ્છમાં રહેવા તથા છોકરીનું ઘર બતાવામાં મદદરૂપ થયો હતો. આ ઉપરાંત ફરિયાદી યુવતીએ જિયાદનો સંપર્ક કટ કરી નાખ્યો હોવાથી તે તેને મોબાઇલ આપવા માંગતો હતો જેથી ફરી બન્ને વચ્ચે સંપર્ક સંધાય જે અંગે તેણે કાસમને જણાવ્યું હતું. આ મદદ માટે જિયાદે કાસમને રૂા. ચાર હજાર આપ્યા હતા. જિયાદે કચ્છમાંથી પરત મહારાષ્ટ્ર જવા પૂર્વે કાસમને ફરિયાદી યુવતીની ગતિવિધિ પર નજર રાખવા અને તેની માહિતી ફોન પર આપવા જણાવ્યું હતું. યુવતીની સગાઇ સહિતની વિગતો કાસમે જ જિયાદને આપી હોવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. બીજી તરફ જિયાદ અને કાસમની વચ્ચે કડી પણ પૂછતાછમાં સામે આવી છે. જિયાદ અને કાસમનો ભેટો મુંબઇના અલ્તાફે કરાવ્યો હતો. આમ, આ કેસમાં અલ્તાફને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. બીજી તરફ જિયાદના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી પાલારા જેલ મોકલવા આદેશ થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang