• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

વિકેટકીપર વેરેનની સદીથી પ્રથમ ટેસ્ટમાં આફ્રિકાની મજબૂત સ્થિતિ

મીરપુર, તા.22 : વિકેટકીપર-બેટર કાઇલ વેરેનની શાનદાર સદી અને પૂંછડિયા ખેલાડી વિયાન મુલ્ડરની અર્ધસદીની મદદથી પ્રવાસી ટીમ દ. આફ્રિકાએ બાંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પકડ જમાવી છે. બીજા દિવસની રમતના અંતે બાંગલાદેશ ટીમના બીજા દાવમાં 3 વિકેટે 103 રન થયા હતા. તે આફ્રિકાથી હજુ 101 રન પાછળ છે. આ પહેલાં આજે આફ્રિકાના પ્રથમ દાવમાં 308 રન થયા હતા. બાંગલાદેશનો પ્રથમ દાવમાં 106 રનમાં ધબડકો થયો હતો. દ. આફ્રિકા તરફથી કાઇલ વેરેને કારકિર્દીની બીજી ટેસ્ટ સદી ફટકારીને 144 દડામાં 8 ચોગ્ગા-2 છગ્ગાથી 114 રન કર્યા હતા જ્યારે આઠમા ક્રમના બેટર વિયાન મુલ્ડરે 8 ચોગ્ગાથી પ4 રનની ઇનિંગ્સ રમી હતી. આ બન્ને વચ્ચે 8મી વિકેટમાં 119 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં 10મા નંબરના ખેલાડી ડેન પીટે 32 રન કર્યા હતા. આથી આફ્રિકાના 308 રન થયા હતા. બાંગલાદેશ તરફથી તૈઝુલ ઇસ્લામને પ અને હસન મહમૂદને 3 વિકેટ મળી હતી. આફ્રિકાને 202 રનની મોટી સરસાઈ મળી હતી. બીજા દાવમાં બાંગલાદેશે 101 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. મુશફીકુર રહેમાન 31 અને મહમદુલ જોય 38 રને નોટઆઉટ રહ્યા હતા. રબાડાને 2 વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang