• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ચોપડવા કંપનીનો રસ્તો અવરોધવાના કેસમાં બે આરોપીના આગોતરા રદ

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના ચોપડવા પાસેની કંપનીના આવવા-જવાના  રસ્તાને ખોદી નાખી અવરોધ સર્જવાના કેસના બે આરોપીના આગોતરા જામીન ભચાઉની કોર્ટે નામંજૂર કર્યા છે. આ કેસની વિગતો મુજબ  પ્રાંત અધિકારીનો મનાઈહુકમ હોવા છતાંય માથાભારે શખ્સો દ્વારા બે વખત રસ્તો ખોદવામાં આવ્યો હતો અને કંપનીમાં અવરજવર કરવાના રસ્તામાં અવરોધ ઊભો કરાયો હતો. આ મામલે ભચાઉ પોલીસ મથકે વેલોરા પ્લાયવૂડ કંપનીના  મેનેજર દ્વારા 15 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.  આ મામલે આરોપીઓ રવા ભીખા હુંબલ અને નવીન મ્યાત્રાએ ભચાઉની કોર્ટમાં આગોતરી જામીન અરજી કરી હતી. સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસમાં પોલીસને જામીન આપવાની સત્તા હોઈ બે બાબતને ધ્યાનમાં રાખીને બન્ને આરોપીની આગોતરા જામીનની અરજી રદ કરાઈ  હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang