• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : ધનલક્ષ્મીબેન જયસુખભાઇ મકવાણા (ઉ.વ. 60) તે મકવાણા જયસુખભાઇ મેઘજીભાઇ (નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર)ના પત્ની, સ્વ. મકવાણા જેન્તીભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. રંભાબેન, પરસોત્તમભાઇના ભાભી, મધુબેન, કંચનબેન, કલાવતીબેનના દેરાણી, દક્ષાબેનના જેઠાણી, ચૌહાણ જાગૃતિબેન અમિતભાઇ, ચાવડા પ્રફુલાબેન પરેશભાઇ, ગોહિલ કેતન શાંતિલાલના મામી, સ્વ. ચૌહાણ તુલસીદાસના પુત્રી, ચૌહાણ વિજયભાઇ (હોમગાર્ડ)ના મોટા બહેન તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના સાંજે 5થી 6 માહેશ્વરી સમાજવાડી, સોનીવાડ ખાતે.

ભુજ : મુકેશ શંકર ધુવા (ઉ.વ. 43) તે સ્વ. અજીબાઇ શંકરભાઇ ધુવાના પુત્ર, રોહિત, રાજેશ (મુઠુ)ના ભત્રીજા, લતાબેનના પતિ, રવિ, રેખા, રમીલાના ભાઇ, નીલમબેનના જેઠ, સામજી, ખીમજીના સાળા, જોયલ, સોર્યાના મોટાબાપુ, રામજીભાઇ દેવશીભાઇ ભાંભી (ગાંધીધામ)ના જમાઇ તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન સંત રોહિદાસનગર, ભુજ ખાતે.

ભુજ : ભાંડેલ મોહન ડાયાલાલ (ભીલ) (ઉ.વ. 44) તે મનીષાબેનના પતિ, કુણાલ, હંસ્વીના પિતા, ભીલ ધીરજ ડાયાલાલ (જિમ્પેક્સ કંપની-ભુજના કર્મચારી), હિનાબેન મુકેશભાઇ, ભીમજી દેવરાજભાઇ (બેંક ઓફ ઇન્ડિયા-ભુજ), ભારતીબેન પ્રતાપભાઇના ભાઇ, જશોદાબેન તથા વિજયાબેન ધીરજભાઇના દિયર, પ્રતાપ, સુનીલ, કૌશિક, અભય, પ્રેમ, ગૌતમના કાકા, વાઘેલા દીપાબેન લક્ષ્મણભાઇ, ભીલ પુષ્પાબેન દીવેનભાઇના સાળા, અરૂણ, શિવ, મન, મિતના મામા, વાઘેલા સૂર્યાબેન લક્ષ્મણભાઇ ધર્માજી (આદિપુર)ના જમાઇ તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-10-2024ના રવિવારે સાંજે 5થી 6 ગરબીચોક, લાલટેકરી, ભીલવાસ, ભુજ ખાતે.

ગાંધીધામ : હિતેષ શાંતિલાલ હડિયા (સોરઠિયા) (ઉ.વ. 46) તે ઇન્દુબેન શાંતિલાલ હડિયાના પુત્ર, જહાન, કાશવીના પિતા, વૈશાલીબેનના પતિ, ધીરેનભાઇ, ચંદ્રેશભાઇ, નીમાબેન મુકેશકુમાર માલસતરના ભાઇ, દર્શનાબેન, વનિતાબેનના દિયર, વિજયભાઇ ધનજીભાઇ હડિયા, અનિલભાઇ મનજીભાઇ હડિયા, કિશોરભાઇ ધનજીભાઇ હડિયાના ભત્રીજા, ભવ્ય, ધ્રુવ, ઓમ, માધવ, જાનવીના કાકા, કરન, રુદ્રના મામા તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજભવન, ટાઉનહોલ પાસે, પીરવાડી, અંજાર ખાતે.

અંજાર : મૂળ શિકારપુરના ઠક્કર ગિરધરલાલ દેવચંદ સોઢા (દેશી દવાવાળા) (ઉ.વ. 75) તે સ્વ. દિવાળીબેન દેવચંદ ગોકળદાસ (દેશી દવાવાળા)ના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. વિઠ્ઠલદાસ, ત્રિકમજીભાઇ, સ્વ. નેણાબેન રણછોડદાસ પલણ, સ્વ. હીરાબેન હર્ષદરાય પલણ, મુક્તાબેન નાનાલાલ મજેઠિયાના ભાઇ, સુનીલભાઇ, હસ્તાબેન પ્રમોદભાઇ કોટેચા, ગં.સ્વ. જયશ્રીબેન રાજેશકુમાર પૂજારા, ડિમ્પલબેન આશિષ ચંદેના પિતા, દિનેશભાઇ, ભરતભાઇ, નરેન્દ્રભાઇ, જયેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, હિતેષભાઇ, જયાબેન, નીતાબેન, શોભનાબેન, માલતીબેન, હર્ષાબેનના કાકા, શિવાંગી જય કોટેચા, આયુષ, હિરવાના નાના, સ્વ. પુરબાઇ ડુંગરશી પરષોત્તમ જોબનપુત્રા (છસરા, તા. મુંદરા)ના જમાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. તારાબેન, ગં.સ્વ. જમનાબેન, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. ધરમશીભાઇ, સ્વ. રમેશચંદ્ર, ચંદ્રકાન્ત ડુંગરશી જોબનપુત્રા (મુંદરા)ના બનેવી તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની બંને પક્ષોની સાથે.

માંડવી : કાંતાબેન લખમશી વાસાણી (ઉ.વ. 83) તે સ્વ. ગંગામા વલ્લભજી ઓધવાણીના પુત્રી, સ્વ. લખમશી ભાઇલાલ વાસાણીના પત્ની, મનસુખ, દિનેશ, કીર્તિ, મહેશના માતા, ચંદ્રિકાબેન, હર્ષિદાબેન, સ્વ. દક્ષાબેન, મીનાબેનના સાસુ, નીલમ, કિશન, રિષી, નિષિત, રોનક, દૃષ્ટિના દાદી, શિવકુમાર, જિજ્ઞાના દાદીસાસુ, વેદાંશીના પરદાદી, દેવાંશના પરનાની તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.

માંડવી : ઉર્મિલાબેન ચંપકભાઇ ઝાલા (ઉ.વ. 58) તે ચંપકભાઇના પત્ની, સ્વ. જશીબેન મીઠુભાઇના પુત્રવધૂ, હિમાંશુ, રાજના માતા, ભવ્યતાના સાસુ, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. ભાનુબેન, શારદાબેનના દેરાણી, સ્વ. રાધાબેન ભાઇલાલના પુત્રી, સ્વ. શંકરભાઇ, નવીનભાઇ, સ્વ. રતનબેન, ગં.સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. કલાવતીબેન, સાવિત્રીબેનના બહેન તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના શનિવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ હાજાપરના ગં.સ્વ. મંગળાબેન (ઉ.વ. 75) તે ભાનુશાલી સ્વ. લક્ષ્મીદાસ નથુરામ હુરબડાના પત્ની, સ્વ. ચાગબાઇ નથુરામના પુત્રવધૂ, સ્વ. કૌશલ્યાબેન ચંદ્રેશભાઇ નાખુવા (ભુજ), ભારતીબેન જયેશભાઇ ગજરા (વમોટી હાલે નખત્રાણા)ના માતા, લીલાધરભાઇ (વસઇ)ના ભાભી, સ્વ. શાંતાબેનના જેઠાણી, પૂજાબેન મિલનભાઇ ચંદ્રેશભાઈ નાખુવા (ભુજ), અશ્વિનીબેન અમિતભાઇ ચંદ્રેશભાઇ નાખુવા, અંકિતાબેન જયેશભાઇ મનજી દામા (મોટી વમોટી), ફાલ્ગુનીબેન જિતેન્દ્રભાઇ રમેશભાઇ ભદ્રા (લોરિયા)ના નાની, સ્વ. તુલસીદાસ મૂલજી કટારમલ (બિટ્ટા) તથા સ્વ. દેવકીબેનના પુત્રી તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-10-2024ના રવિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને શિવનગર, બ્રહ્મસમાજવાડીની બાજુમાં, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

રાપર : મૂળ ફતેહગઢના જીવરામ વૈકુંઠરામ ત્રિવેદી (ઉ.વ. 74) તે ગં.સ્વ. રમીલાબેનના પતિ, પૂનમચંદભાઈ,  સ્વ. પરસોત્તમભાઈ, મોઘીબેન, સ્વ. અમૂલખભાઈના મોટા ભાઈ, સ્વ. મણિલાલ ભીમજી દવે (બાલાસર)ના જમાઈ, સ્વ. હીરાલાલ મણિલાલ દવે (બાલાસર), ધનસુખલાલ મણિલાલ દવે  (અમદાવાદ)ના બનેવી, સ્વ. લક્ષ્મણલાલ (ભાભર), બાબુલાલ (ભુજ)ના પિતરાઇ ભાઈ, કલ્પનાબેન, સંજયભાઈ, ઉષાબેન, કેતનભાઈ, કેયૂરભાઈ, ભાવનાબેનના પિતા, અશોકભાઇ, દશરથભાઈ, હર્ષદભાઈના સસરા, મોહનલાલ તુલજારામ ત્રિવેદી (સેલારી)ના સાળા, નટવર, જયસુખ (મુંબઈ)ના મામા, અશોક, સુરેશ, હર્ષદ, વર્ષાના કાકા, મહેશ, અશ્વિન,  રમેશ, યોગેશ, ગિરીશ, વ્યોમેશ, હસ્મિતા, ભારતી, દર્શના, દયા, જયશ્રી, વૈશાલી, મનીષા, સંજયના મોટાબાપા, મિત, કિશન, વિજય, સચિન, નમન, દર્શનના નાના, માનસી, દેવ, સાક્ષી, હિત, હેત, ક્રિયાશીના દાદા તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-10-2024ના રવિવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, રાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : પ્રવીણભાઇ લીંબાણી (ઉ.વ. 63) તે સ્વ. જયાબેન દેવશીભાઇ લીંબાણીના પુત્ર, નર્મદાબેન વસંતરાય લીંબાણીના ભત્રીજા, લીલાબેનના પતિ, સ્વ. વીરજીભાઇ અબજીભાઇ વાલાણી (નખત્રાણા હાલે બેચરાજી)ના જમાઇ, હિતેષ, જયેશ (રાધે ગ્રાફિક્સ), ચેતનાબેન (દેશલપર-વાંઢાય), સ્વ. ભાવેશ, સ્વ. પુનિતના પિતા, સ્વ. સુરેશભાઇ, વિનોદભાઇ, મંજુલાબેન (આણંદપર)ના ભાઇ, દીપ્તિબેન, દીપાબેન, ચેતન માવાણી (દેશલપર-વાંઢાય)ના સસરા, વિશનજીભાઇ, અંબાલાલભાઇ, સ્વ. નરશીભાઇના કાકાઇ ભાઇ, અશ્વિન, નીત, ભક્તિ, વ્યોમ, મીરાના મોટાબાપા, અંશ, દેવના દાદા, હીર, ધ્યાનના નાનાબાપા તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-10-2024ના રવિવારે સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, જૂનાવાસ, માનકૂવા ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : મારૂ કંસારા સોની કાન્તિલાલ કેશવજી બારમેડા (ઉ.વ. 85) તે સ્વ. કંકુબેન કેશવજી જગશી બારમેડાના પુત્ર, સ્વ. ગોદાવરીબેન જેરામ ધારશી (પરસોત્તમ ધારશી-વરસામેડી)ના જમાઇ, ગં.સ્વ. પ્રભાબેનના પતિ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોદાવરીબેન કાનજી હેડાઉ (અંજાર), સ્વ. બચુબેન ધનજી કંસારા (માંડવી, હાલે સિરોહી-રાજસ્થાન), સ્વ. શાંતાબેન કાનજી બિજલાણી (મુંબઇ), સ્વ. ઝવેરબેન દેવજી બગ્ગા (ઢોરી), સ્વ. તારાબેન પ્રાણલાલ હેડાઉ (ભુજ)ના ભાઇ, મુકેશભાઇ (મુકેશ જ્વેલર્સ), સ્વ. સુરેશકુમાર, અરવિંદભાઇ (એડવોકેટ)ના પિતા, દમયંતીબેન, સંગીતાબેનના સસરા, જાગૃતિ, મોનિક (એડવોકેટ), હેમન (એડવોકેટ), રાજના દાદા, ઉર્વશી, પલક કીર્તિભાઇ ગુજરાતીના દાદાજી સસરા, સર્વમના પરદાદા, પ્રિયાંશીના પરનાના, ગં.સ્વ. પુષ્પાબેન (રાયપુર), સ્વ. ડાઇબેન (રાયપુર), સ્વ. બચુબેન (અંજાર), ગં.સ્વ. શાંતાબેન (અંજાર), ગં.સ્વ. હંસાબેન (બળદિયા), ગં.સ્વ. કમળાબેન (ભુજ), મંગળાબેન (માનકૂવા)ના બનેવી, ભાવેન હેમરાજ બુદ્ધભટ્ટી (અંજાર)ના માસા તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-10-2024ના સોમવારે સાંજે 4થી 5 કડવા પાટીદાર સનાતન સમાજવાડી, કોટડા-ચકાર ખાતે.

સુખપર-રોહા (તા. ભુજ) : હીરબાઇ લાલજી હીરાણી (ઉ.વ. 81) તે લાલજી રામજીના પત્ની, સ્વ. વાલબાઇ ધનજીના પુત્રી, માવજીભાઇ, નિર્મળાબેનના માતા, મંજુલાબેન, પ્રવીણભાઇના સાસુ, ટ્વિંકલ, રુદ્રના દાદી, પ્રિયા, અંકુશના નાની, હેતના પરનાની તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના સવારે 7થી 8.30 ભાઇઓની સ્વામિનારાયણ મંદિર અને બહેનોની નિવાસસ્થાને સુખપર-રોહા ખાતે.

બાડા (તા. માંડવી) : ખલીફા હારુન આદમ (ઉર્ફે દાનિશ) (ઉ.વ. 24) તે આદમ જુસબના પુત્ર, મામદ જુસબ, અનવર જુસબ, ઈબ્રાહીમ, ઓસમાણ, હુશેન, ઉમર, કરીમના ભત્રીજા, શબાનાબાનુ નજીમ (ગઢશીશા), જમીલાબાઈ ઉમર (વરાડિયા)ના ભત્રીજા, શરીફ હાજી અનવર (બિદડા), મહંમદ જુબેર ઈબ્રાહિમ (હાલાપર)ના સાળા, અકિલા, સમીમ, હુરમત, મહેમૂદ, જુસબ તથા વસીમના ભાઈ, સલીમ ઈબ્રાહિમ (ઉમરગામ)ના ભાણેજ તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-10-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, બાડા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : બળિયા શિવજીભાઇ (ઉ.વ. 85) તે દેવજીભાઇના પુત્ર, સ્વ. સામાબાઇના પતિ, સ્વ. દામજીભાઇ, પ્રવીણ, રત્નાબેન પ્રેમજી પરગડુ (લાખાપર), ડાઇબેન ભોજરાજ સીજુ (ખટિયા)ના પિતા, કાનજીભાઇના ભાઇ, ગાંગજીભાઇ, હરિલાલના મોટાબાપુ, તેજા ખંભુ (ગણેશનગર)ના જમાઇ, રમેશ, ભાવેશ, મહેશ, નીલેશ, જયેશ, પ્રિયા, રિયા, જયા, રુક્ષ્મણિના દાદા તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 21-10- 2024ના સોમવારે તેમજ ઘડાઢોળ-પાણી તા. 22-10-2024ના મંગળવારે સવારે નિવાસસ્થાન રવાપર ખાતે.

લક્ષ્મીપુર-તરા (તા. નખત્રાણા) : દેવકાબેન ધનજીભાઈ નાકરાણી (ઉ.વ. 76) તે સ્વ. ધનજીભાઈ રાજાભાઈ નાકરાણીના પત્ની, મનસુખભાઇ, ગૌરીબેન (નાસિક)ના માતા, વિમળાબેન મનસુખ, પ્રવીણભાઈ (નાસિક)ના સાસુ, આકાશ, અર્જુન, પૂનમના દાદી, ધનજીભાઈ, સ્વ. રવજીભાઈ લાલજીભાઈ રંગાણી (આણંદસર)ના બહેન તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2024ના  શનિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી (લક્ષ્મીપુર-તરા) ખાતે. રવિવારે એક દિવસ માટે ઘરે બેસણું રાખેલ છે.

સાકરિયા-કાનેર (તા. લખપત) : રાઠોડ સવાઇસિંહ સુરાજી (ઉ.વ. 65) તે રાઠોડ લક્ષ્મણસિંહ સુરાજી, રાઠોડ ગોપાલસિંહ, રાઠોડ સુખસિંહ, રાઠોડ અરજણસિંહના મોટા ભાઇ, કરશનજી, મંગલસિંહ, કરશનજી, અમરસિંહ, જુવારસિંહ, પીથુભાના કાકાઇ ભાઇ, વિજેરાજસિંહ અને પીરાજીના ભત્રીજા, જગમાલસિંહ, શોભરાજસિંહ, તેજમાલસિંહના પિતા તા. 12-10-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, ઘડાઢોળ તા. 22-10-2024ના મંગળવારે નિવાસસ્થાને. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang