ભુજ : ઠા. શંભુલાલ જીવરાજ દાવડા (ભોલે ગૃહઉદ્યોગ) (ઉ.વ. 75)
તે હરખાબેન જીવરાજ નરશી દાવડાના પુત્ર, સાવિત્રીબેનના પતિ, ક્રિશ્ના જયેશ શેઠિયા, ડિમ્પલ
શૈવાલ રૂપારેલ, પલ્લવી ભાવેશ રાજદે, કૃપાલી જિગર દૈયાના પિતા, પાર્થ, પૂજન, ધારા, નચિકેત,
ઋષિની અને તનવના નાના, ઠા. ખેરાજ લાલજી તન્ના (ખાવડા)ના જમાઈ, સ્વ. ગંગારામ, સ્વ. જેઠાલાલ,
સ્વ. વેલાબેન નાનજી ચંદે, શાંતાબેન ખટાઉ દાવડા, સ્વ. નવલબેન મોહનલાલ દાવડા, ચંપાબેન
જમનાદાસ કેસરિયા, જસવંતીબેન હીરાલાલ કક્કડના બનેવી, સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. મેઘજીભાઈ,
સ્વ. વેલજીભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. રાજબાઈ, સ્વ. સેજબાઈના ભાણેજ તા. 21-10-2024ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-10-2024ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.
ભુજ : મૂળ ગઢશીશાના પરસોત્તમ વિશ્રામભાઈ મજેઠિયા (પેડાવાળા)
(ઉ.વ. 92) તે સ્વ. નાનબાઈ વિશ્રામ મજેઠિયાના પુત્ર, પ્રેમાબેનના પતિ, સ્વ. લાલજી વેલજી
સોમેશ્વર (કોડાય)ના જમાઈ, સ્વ. વલ્લભજીભાઈ (ગઢશીશા), સ્વ. જીવરામભાઈ (મુંબઈ), સ્વ.
રૂક્ષ્મણિબેન તથા કસ્તૂરબેન (મુંબઈ)ના ભાઈ, વિમળાબેન અરાવિંદભાઈ કારિયા (મુલુંડ), કાન્તાબેન
(ચંદુબેન) ભરતભાઈ પવાણી (ભુજ), કમળાબેન મહેન્દ્રભાઈ ચંદે (મુલુંડ), વિજયાબેન દિલીપભાઈ
જોબનપુત્રા (મુલુંડ), રામજીભાઈ, રાજેશભાઈના પિતા, દિનાબેન, મનીષાબેનના સસરા, હિરલ જેનિલકુમા2
કોટક (ભુજ), પાયલ નિખિલકુમાર અનમ (રાજકોટ), આશિષ, ઉમેદ, અમરના દાદા, દેવાંશીના દાદા
સસરા, જયેશ કારિયા, મિતેષ પવાણી (ટીમ ઝીરો), અક્ષય જોબનપુત્રા, આકાશ જોબનપુત્રાના નાના
તા. 22-10-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2024ના ગુરુવારે
સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભિવંડીવાલા) રૂખાણા હોલ, પ્રથમ માળે, લોહાણા
મહાજન વાડી, ભુજ ખાતે.
ભુજ : હાલે અમદાવાદ કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક મીત કિરણભાઈ
દેસાઇ (ઉ.વ. 41) તે તિલોત્તમાબેન કિરણભાઈ અમૃતલાલ દેસાઇના પુત્ર, રુચિના પતિ, આર્યના
પિતા, ધનલક્ષ્મીબેન ચમનભાઈ દેસાઈના ભત્રીજા, નીલ કિરણભાઈ દેસાઇના ભાઈ તા.
21-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2024ના ગુરુવારે સાંજે 5થી
6 વાગડ બે ચોવીસી વાડી, આર.ટી.ઓ. સર્કલ, પ્રથમ માળે, ભુજ ખાતે.
આદિપુર : મૂળ દેશલપર
(વાંઢાય)ના બેચરભાઈ ઘરડા તે સ્વ. રાજાભાઈ કરશનભાઈ ઘરડાના પુત્ર, ઉર્મિલાબેનના પતિ,
નટવરભાઈના પિતા, હરિભાઈ, મણિલાલ, ગંગાબેન, જમનાબેનના ભાઈ, મોહનભાઈ અને કાલિદાસભાઈ (કપડવંજ)ના બનેવી, ચાહત
અને નાયરાના દાદા, વિશાખા અને વિશાલના નાના તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. આગરી
તા. 24-10-2024ના ગુરુવારે અને પાણી (ઘડાઢોળ) તા. 25- 10-2024ના શુક્રવારે સવારે 6થી
7 નિવાસસ્થાન પ્લોટ નં. 137, ગુરુકૃપા નગર, આદિપુર ખાતે.
અંજાર : ક.ગુ.ક્ષ. (મિસ્ત્રી) આત્મારામ પઢીઆર (ઉ.વ. 68) તે સ્વ.
વેલુબેન તથા સ્વ. વેલજીભાઈ વાલજીભાઈ પઢીઆરના પુત્ર, સ્વ. ઇન્દુબેનના પતિ, યોગેન્દ્ર
(પપ્પુ)ના મોટા ભાઈ, જ્યોતિબેનના જેઠ, પરેશ, જિજ્ઞાબેન, રોહિત (જય અંબે મસાલા કોન)ના
પિતા, ચિંતનના મોટાબાપા, રીનાબેન, રોશનીબેનના સસરા, હરિઓમ, અશ્વિન, દેવમ, નૈતિક, શિવન્યાના
દાદા, સ્વ. રંભાબેન રવજીભાઈ ચૌહાણ (અમદાવાદ)ના જમાઈ, સ્વ. રમેશભાઇ, હરીશભાઇ, મનોજભાઈના
બનેવી તા. 22-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2024ના ગુરુવારે સાંજે
5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે. ભાઈઓ-બહેનોની સાથે.
અંજાર : મૂળ ટપ્પર-સોનારાવારી (તા. મુંદરા)ના મીશીતાબા હરદીપાસિંહ
જાડેજા (ઉ.વ. 3) તે સ્વ. રઘુવીરાસિંહ ગનુભા, પ્રવીણાસિંહ, સ્વ. હઠુભા, મહેન્દ્રાસિંહ
(ભુજ), વિનોદાસિંહ (પૂર્વ સરપંચ-ટપ્પર)ના પૌત્રી, હરદીપાસિંહ રઘુવીરાસિંહ જાડેજાના પુત્રી, જયેન્દ્રાસિંહ પ્રવીણાસિંહ
(ભુજ), બલભદ્રાસિંહ હઠુભા (ટપ્પર), અર્જુનાસિંહ વિનોદાસિંહ (હાલે ભુજ), સિદ્ધરાજાસિંહ
મહેન્દ્રાસિંહ (હાલે ભુજ)ના ભત્રીજી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
24-10-2024ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને 118, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. ગં.સ્વ. ધનગૌરીબેન કમલભાઇ રાઠોડ
(ઉ.વ. 73) તે સ્વ. કમલભાઇ શાંતિલાલ રાઠોડના પત્ની, બાલક્રિષ્નભાઇ, રશ્મીભાઇ, સ્વ. હેમંતભાઇ,
જગદીશભાઇના ભાભી, ભાગીરથીબેનના દેરાણી, મંજુલાબેન, ત્રિલોચનાબેન, સ્વ. નંદાબેનના જેઠાણી,
સ્વ. કેશવજીભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. હેમરાજભાઇ,
સ્વ. જેન્તીભાઇના બહેન, ગં.સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. મંજુલાબેન,
ગં.સ્વ. જયાબેનના નણંદ, હિતેશભાઇ, બકુલભાઇ, વિમલભાઇના માતા, આશાબેન, હર્ષિદાબેન, નીતાબેનના
સાસુ, રાધેશ, બિંદિયા, આશાના કાકી, દીપક, મીતા,
નીશા, મિતુલ, હેતલ, મયૂર, વિવેકના મોટાબા,
મિત્તલબેનના કાકીજી, દીપ્તિબેન તથા મીતાબેનના મોટા સાસુ, યશ્વી, હર્ષિલ, અર્પિત, નીર
અને મીતના દાદી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-10-2024ના બુધવારે
સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી,
સમાજરત્ન વિનોદભાઇ પુરુષોત્તમભાઇ સોલંકી સમાજ ભવન, બસ સ્ટેશન પાસે, જૂનાવાસ-માધાપર
ખાતે.
લોડાઇ (તા. ભુજ) : ગોપાલભાઇ રાણાભાઇ શેખવા (ગોપી) (ઉ.વ. 55)
તે બધીબેનના પતિ, સ્વ. બેનાબેન તથા રાણા મેરા શેખવાના પુત્ર, સ્વ. મેઘીબેન તથા સ્વ.
વેલા મેરા શેખવાના ભત્રીજા, પ્રેમિલાબેન હરેશ મેરિયા (મોખાણા), રજુલાબેન સાહિલ ડુંગરિયા
(સતાપર), કલ્પેશના પિતા, અલ્કાબેનના સસરા, લખીબેનના જેઠ, સ્વ. લખમણ, હરિલાલ, કાનજી,
સ્વ. રમેશ, ગં.સ્વ. રાજીબેન ત્રિકમ મેરિયા (ડગાળા)ના ભાઇ, સ્વ. ધનજી વેલા, લખમણ વેલા,
રાજીબેન સામજી મેરિયા (સુમરાસર)ના કાકાઇ ભાઇ, સુનીલ, અક્ષય, જશુબેનના મોટાબાપા તા.
21-10-2024ના અવસાન પામ્યા છે. તા. 24-10-2024ના રાત્રે આગરી તથા તા. 25-10-2024ના
સવારે 6થી 9 પાણી (ઘડાઢોળ-બારસ) નિવાસસ્થાને લોડાઇ ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ વાયોર (તા. અબડાસા)ના પરેશદેરૂ શંકરદેરૂ
જંગમ તે ઇન્દુબેન શંકરદેરૂના પુત્ર, દીપમાલાબેનના પતિ, લક્ષ્ય તથા પ્રતિક્ષાના પિતા,
દિલીપદેરૂ શંકરદેરૂ, રેખાબેનના નાના ભાઇ, મીનાબેન દિલીપદેરૂના દિયર, નયન તથા વિરેનના
કાકા, ચેતન હસમુખદેરૂના મામા, જ્યોત્સનાબેન કિશોરદેરૂના જમાઇ, નિપુલ તથા જયદીપના બનેવી
તા. 22-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2024ના સાંજે 4થી 5 સિદ્ધેશ્વર
મંદિર, ખારઇ ખાતે.
સુખપર (તા. ભુજ) : રાયમા હુસેન અબ્ધ્રેમાન (ઉ.વ. 69) (ગુજરાતવાળા)
તે મ. બાબુભાઇ (હસન), અલીમામદ, રસીદના ભાઇ, રૂસ્તમના પિતા, મજીદ (સુખપર), હમીદ (ભારાપર),
રમીજ (ગઢશીશા), સુલતાનના સસરા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
24-10-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને સુખપર (તા. ભુજ) ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા રણજિતસિંહ જટુભા (ઉ.વ. 62)
તે જાડેજા દિલુભા તથા પ્રેમસંગના નાના ભાઇ, જાડેજા જામુભા, પ્રભાતસિંહના પિતરાઇ ભાઇ,
વનરાજસિંહ (નિવૃત્ત આર્મી) તથા નિર્મળસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ, મયૂરસિંહ, સૂર્યદીપસિંહના
દાદા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢ ડેલીએ તથા ઉત્તરક્રિયા તા.
28-10-2024ના સોમવારે નિવાસસ્થાને.
બારોઇ (તા. મુંદરા) : ઇબ્રાહિમ અલીમામદ ભજીર (ચાની હોટલવાળા)
(ઉ.વ. 68) તે ઇકબાલ, કાદર, ગની, હુસેનના પિતા, મ. અદ્રેમાન ભજીર, મ. ફકીરમામદ ભજીર,
ઓસમાણ ભજીરના ભાઇ, ઇસ્માઇલ, કાસમના કાકા, ફારૂકના મોટાબાપા, અવેશ પડિયાર (ભુજ)ના સસરા
તા. 22-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-10-2024ના ગુરુવારે સવારે
10થી 11 સુન્ની મુસ્લિમ જમાતખાના, બારોઇ ખાતે.
મોટી તુંબડી (તા. મુંદરા) : હંસાબેન મેઘજીભાઈ વિસરિયા (ઉ.વ.
23) તે મેઘજીભાઈના પત્ની, જુમાભાઈ, હરશીભાઈ, ચોથીબાઈના પુત્રવધૂ, ચેતના પ્રકાશભાઈના
દેરાણી, દક્ષા, વિજયના ભાભી, હરદેવના કાકી, લક્ષ્મીબેન, મેઘજીભાઈ ફફલના પુત્રી, પૂજા,
ભારતી, વિવેકના બહેન તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.
વરમસેડા (તા. નખત્રાણા) : ગંગાબેન (ઉ.વ. 101) તે સ્વ. ઉમરશી
માલશીના પત્ની, સ્વ. ખેરશી, સ્વ. હરેશ, કાનજી (માજી સરપંચ)ના માતા, જેમલ બુધા નાથાલાલ,
ભીમજી, ધનજી બળિયા (રામપર-વે.)ના ફઇ, નાનબાઇ બેચર (માનકૂવા), સ્વ. લખમશી, લીલાબેન કાનજી
(નરેડી), છગનભાઇ, મીઠુભાઇ, નારણ ખેંગાર, પરબત બુધા, રતનશી નારાણના કાકી, લાલજી, મૂરજી,
તુલસી સુરેશ, હંસરાજ, શાંતિલાલ, બિપિન, પ્રકાશ, મુકેશ, વિશ્રામના દાદી તા.
21-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 25-10-2024ના શુક્રવારે આગરી અને
તા. 26-10-2024ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વરમસેડા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : રબારી હીરાભાઇ ચેનાભાઇ (ઉ.વ. 37) તે
સ્વ. ભાઉબેનના પુત્ર, ભીખાભાઇ, લખનભાઇ, રામીબેન, લક્ષ્મીબેનના ભાઇ, મેઠાભાઇ, મમુભાઇ,
ખીમાભાઇના ભત્રીજા તા. 22-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વિથોણ ખાતે.
કોઠારા (તા. અબડાસા) : મૂળ જખૌના શા. હીરાલાલ ખીંયશી શામજી જીવાણી
(મુનવર) (ઉ.વ. 90) તે મૂરબાઇ ખીંયશીના પુત્ર, પુષ્પાબેનના પતિ, હેમંત, ગીતા રાજેશ દંડ
(તેરા), જિજ્ઞા પંકજ લોડાયા (નલિયા), પ્રજ્ઞા લિનેશ નાગડા (નલિયા)ના પિતા, જયશ્રીબેનના
સસરા, રમેશ, લહેરચંદ, દેવેન્દ્ર, દેવકુંવરબેન આણંદજી લાલકા (વારાપદ્ધર), લીલબાઇ વિસનજી
સોની (જખૌ), શાન્તાબેન ખીમજી લોડાયા (બાંડિયા), કાન્તાબેન લક્ષ્મીપતિ મોમાયા (સુથરી),
જયવંતીબેન ચીનમલાલ લોડાયા (મોટી સિંધોડી)ના ભાઇ, લક્ષ્મીબાઇ કુંવરજી રાઘવજી મૈશેરી
(નાની સિંધોડી)ના જમાઇ, પ્રતાપ, હીરાચંદ, લહેરચંદ કુંવરજી, નવલબાઈ મેઘજી લાલકા (વારાપદ્ધર),
ચંદનબેન નવીન ધરમશી (સુથરી), હેમલતાબેન શાંતિલાલ ગાલા (તેરા), રમીલાબેન કિશોર નાગડા
(નલિયા)ના બનેવી તા. 21-10-2024ના કોઠારા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
23-10-2024ના બપોરે 3થી 4.30 જૈન ભોજનશાળા, કોઠારા ખાતે.
દબાણ (તા. અબડાસા) : ભીમા સકુ રબારી (ઉ.વ. 49) તે કરમીબેનના
પતિ, સકુ ખેંગાર તથા રામીબેન સકુના પુત્ર, રામા સકુ, ખીમા સકુ, જશીબેન મગાના મોટા ભાઇ,
રાગાભાઇ, રામાભાઇ, સારંગભાઇના પિતા તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન
દબાણ ખાતે તથા આગરી તા. 27-10-2024ના રવિવારે, ઘડાઢોળ તા. 28-10-2024ના સોમવારે નિવાસસ્થાને.
સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ ગરામડીના લાલગિરિ બાબુગિરિ ગોસ્વામી
(ઉ.વ. 52) તે ગં.સ્વ. અમૃતબેન, સ્વ. બાબુગિરિ દયાલગિરિના પુત્ર, ભગવતીબેન રમેશગર, કલાબેન
સુમિતગર, ધનગિરિ, જયંતીગિરિના મોટા ભાઈ, ગોસ્વામી ભગવાનગિરિ નારણગિરિ (હટડી)ના જમાઈ,
રસિકગિરિ તથા જગદીશગિરિના બનેવી, મયૂરીબેનના પતિ, બીનાબેન, બિપિનગિરિ, યશગિરિના પિતા,
હિતેશગિરિ રમેશગિરિના સસરા, કમલેશગિરિ, પ્રફુલ્લગિરિ, પ્રિન્સગિરિ, માનસીબેનના મોટાબાપા,
મંજુબેન તથા કંચનબેનના જેઠ, કાજલબેન, ખુશીબેનના મોટા સસરા, કિંજલબેનના સસરા, પ્રાંશી,
સ્વરાના મોટા દાદા, ગ્રીવાના નાના તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા.
24-10-2024ના ગુરુવારે તથા શક્તિ પૂજન તા. 27-10-2024ના રવિવારે નિવાસસ્થાન ગરામડી
(તા. સાંતલપુર-જિ. પાટણ) ખાતે.
અમદાવાદ : મૂળ દાત્રાણાના રમેશભાઈ (ઉ.વ. 59) તે સ્વ. પ્રભાબેન
પ્રભુરામ શંકરલાલ કોટકના પુત્ર, શારદાબેનના પતિ, સ્વ. ભચુલાલ ડોસાલાલ રૈયા (મઢુત્રા)ના
જમાઇ, મૌલિક, પ્રતીકના પિતા, મનન, પ્રાર્થનાના મોટા બાપા, પરેશભાઇ, હંસાબેન જિતેન્દ્રભાઈ
ભીંડેના ભાઇ, રામજીભાઈ, કાંતિલાલ, ચૂનીલાલ, સ્વ. પ્રેમીલાબેન બાબુલાલ મિરાણી, સ્વ.
શાન્તાબેન ડાહ્યાલાલ તન્ના, ગં.સ્વ. જમનાબેન રણછોડભાઈ મજીઠિયા, રેણુકાબેન સતિષભાઈ ભીંડેના
ભત્રીજા, બાબુલાલ, ઈશ્વરલાલ, મંછીબેન, સરસ્વતીબેન, મંજુલાબેનના બનેવી, ઉમેદરામભાઇ હરચંદભાઇ
રતાણી (વૌવા)ના દોહિત્ર, શિવરામભાઇ, કીર્તિલાલ, દયારામભાઇ, બાબુલાલ, ડાહ્યાલાલના ભાણેજ
તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 25-10-2024ના શુક્રવારે
સવારે 9થી 11, ત્યારબાદ જ્ઞાતિ રિવાજ મુજબ દશો ભાસ્કરરાય પંડયા કોમ્યુનિટી હોલ, પરમેશ્વર
મહાદેવ મંદિર પાસે, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે.