• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

મોખા પુલ પાસે રસ્તાઓ પર સળિયા જોખમી

વવાર, (તા. મુંદરા), તા. 1 : મુંદરા-ગાંધીધામ હાઈ-વે પર મોખા રોડ પાસે બનેલા પુલ પરના રોડની સ્થિતિ એકદમ કથળી ગઈ છે એટલું જ નહીં, લોખંડના સળિયા બહાર આવતાં ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે. આસપાસનાં ગામના અગ્રણીઓ કહે છે કે, નર્મદા કેનાલ વિભાગ હસ્તકના આ માર્ગ માટે વારંવાર રજૂઆત છતાં પગલાં નથી લેવાતાં. મોખા ગ્રામ પંચાયતના સદસ્ય સાલેમામદભાઈ સમાએ જણાવ્યું કે, આ કેનાલ પર બનેલા રોડની આ હાલત વરસાદને કારણે નથી, છેલ્લાં એક વર્ષથી છે. નર્મદા વિભાગને વારંવાર રજૂઆતો છતાં જૈસે થે હાલતમાં છે. ખાડાઓ તો હતા જ, હવે સળિયાઓ બહાર નીકળી આવ્યા છે, જે જોખમી છે. મોખા ગામના સરપંચ તિલક ફફલે જણાવ્યું કે, નર્મદા વિભાગને આ સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ કાર્યવાહી નથી. આ સમસ્યાને કારણે નાના-મોટા અકસ્માત રાજિંદા બની ગયા છે. નર્મદા વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, આ કામ માટે કોઈ એજન્સીઓ મળતી નથી, પ્રયાસ ચાલુ છે. સરપંચોએ કહ્યું કે, આ વિભાગ દ્વારા ક્યારેય સંતોષકારક જવાબ મળ્યો નથી. કેનાલ વિભાગ એક નાનકડા ટુકડાની મરંમત કેમ ન કરી શકે ? 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang