• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ગાંધીધામ નજીક એક પ્લોટમાંથી રૂા. 33 હજારનો દેશી દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 22 : શહેરની ભાગોળે ખારીરોહરની સીમમાં આવતા ઇન્દિરાનગરમાં એક પ્લેટમાંથી પોલીસે રૂા. 33,600નો દેશી દારૂ ઝડપી પાડયો હતો, પરંતુ આરોપી મહિલા પોલીસના હાથમાં આવી નહોતી. બીજી બાજુ રાપરના સણવામાં એક વાડીમાંથી રૂા. 7800નો શરાબ જપ્ત કરાયો હતો, પરંતુ બે આરોપી સાબુના ગોટાની જેમ સરકી ગયા હતા. ખારીરોહરની સીમમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં ગઇરાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં રહેનાર નીતા રાજુ કોળી નામની મહિલા દારૂ બનાવી તેનું વેચાણ કરતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના કબજાના વરંડા, લોખંડના ગેટવાળા પ્લોટમાં કાર્યવાહી કરી હતી, પરંતુ આ  મહિલા ત્યાં પોલીસને હાજર મળી નહોતી. અહીંથી દેશી દારૂ બનાવવાનો છ બેરલમાં ભરેલો 1200 લિટર આથો પોલીસે જપ્ત કરી તેનો નાશ કર્યો હતો તેમજ  રૂા. 3600નો 18 લિટર તૈયાર દેશી દારૂ જપ્ત કર્યો હતો.  હાથમાં ન આવેલી આ મહિલાને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ સણવામાં કેશુભા જીતુભા જાડેજાના કબજા ભોગવટાની વાડીમાં આવેલી ઓરડીમાં પોલીસે ગઇકાલે સાંજે કાર્યવાહી કરી હતી. આ શખ્સે વાડીમાં દયાલ કરશન કોળી, અશોક માનસંગ કોળીને કામે રાખી તેમની પાસેથી દારૂનું વેચાણ કરાવે છે અને વેચાણ ચાલુમાં હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી  હતી, પરંતુ દયાલ અને અશોક પોલીસને હાથતાળી આપીને નાસી ગયા હતા, જ્યારે કેશુભા હાજર મળ્યો ન હતો. અહીંથી 51 ક્વાર્ટરિયા તથા 27 બિયરનાં ટીન એમ કુલ રૂા. 7800નો શરાબ જપ્ત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang