• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : વિજયસિંહ હીરજીભાઇ પુરોહિત (ઉ.વ. 76) (સિનિયર સિટીઝન કાઉન્સિલ પ્રમુખ) તે શીલાબેનના પતિ, સ્વ. કેશરબેન હીરજીભાઇ પુરોહિતના પુત્ર, રચના માલવ પડિયાના પિતા,  સ્વ. લાલજીભાઇ, સ્વ. જેઠાલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. જેન્તીભાઇ, રાજેન્દ્ર (રાજુભાઇ)ના ભાઇ તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 23-6-2024ના સવારે 9.30 કલાકે નિવાસસ્થાન 1, રેવન્યૂ કોલોની, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી લોહાણા સ્મશાન ગૃહ મધ્યે જશે.

ગાંધીધામ : કુંવરજીભાઇ દેવશીભાઇ ડુંગરખિયા (ઉ.વ. 76)  (મૂળ ગામ કાઠડા તા. માંડવી) તે ગં.સ્વ. હાંસબાઇ દેવશી કારા ડુંગરખિયાના પુત્ર, ચાગબાઇના પતિ, મીઠુભાઇ, સ્વ. થાવરભાઇ, ગોવિંદભાઇ, મનુભાઇ અને બાબુભાઇના ભાઇ, પ્રેમજી, વસંત, પ્રવીણ, કમલેશના પિતા,  ગં.સ્વ. પરમાબેન વેલજી સુમાર નંજારના જમાઇ, નયનાબેન, ગીતાબેન, ચંદાબેન તથા આશાબેનના સસરા, સાક્ષી, ઇશિકા, દીપેશ, સમીર, ત્રિશા, દિવ્યમના દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 27-6-2024ના ગુરુવારે આગરી તેમજ તા. 28-6-2024ના શુક્રવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને પ્લોટ?નં. 386 સે.-7 મધ્યે.

ગાંધીધામ : મૂળ ધુણઇના દમયંતીબેન મોહનલાલ ચાંદ્રા (ઉ.વ. 69) તે અશોક મોહનલાલ ચાંદ્રાના માતા, દિનેશભાઇ કલ્યાણજી, જેન્તીલાલ કલ્યાણજી ચાંદ્રાના ભાભી, વિનોદભાઇ જેઠાલાલ દામા (શિરવા), સ્વ. દયારામ, બુધિયાભાઈ, છગનલાલ, જેઠાલાલ દામા (શિરવા)ના બહેન, રમેશભાઇ જેરામભાઇ, પ્રફુલ્લભાઇ જેરામભાઇ ચાંદ્રાના ભાભી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2024ના રવિવારે સાંજે 5થી 6 ભાનુશાલી વાડી, ઓધવ ભવન, જનતા કોલોની સામે, ભારત નગર મેઇન રોડ ખાતે.

ગાંધીધામ : સીમાબેન (ઉ.વ. 17) તે નેનાબેન શંકરભાઇ બુદ્ધારામ જંજકના પુત્રી, લીલાવંતીબેન અશોકભાઇના નાના ભાઇના પુત્રી, દિનેશભાઇ બુદ્ધારામ, હંસાબેન હિંમત (ટીન્કુ), લક્ષ્મીબેન પ્રેમજીભાઇ ચંઢારિયા (માંડવી), પ્રેમીલાબેન બાલુભાઇ સુંઢા (નાના થરાવડા)ના ભત્રીજી, રતનબેન પરબતભાઇ સીજુ (માધાપર)ના દોહિત્રી, પ્રેમીલાબેન હિતેશભાઇ સીજુના ભાણેજી, આશિષ, દિશાંત,  શ્વેતા, કૃપાલી, હર્ષિદા, ખુશી, વંશીકા, મોક્ષાના બહેન તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ પૂર્ણ થઇ ગઈ છે. ગણેશનગર, સે. 6, મકાન નં. 306, સંપર્ક : શંકર જંજક 98791 95888.

અંજાર : મૂળ ભુજના રમેશચંદ્ર માવજી પૂજારા (ઉ.વ. 72) તે સ્વ. મંજુલાબેન (રેખાબેન)ના પતિ, સ્વ. મંજુલાબેન માવજીભાઈ પૂજારાના પુત્ર, જેવતભાઈ રામજીભાઈ પૂજારા તથા નવીનભાઈ રામજીભાઈ પૂજારાના ભત્રીજા,  સ્વ. ડાઈબેન પ્રેમજી શેઠિયાના દોહિત્ર, સ્વ. વેજીબેન નાનાલાલ ધરમશી પલણના જમાઈ, રસીલાબેન રમેશભાઈ આથા (મુંબઈ), શીલાબેન ભરતભાઈ જોષી (ભુજ), નીતિનભાઈના ભાઈ, હાર્દિક (ચકા)ના પિતા, લખુભાઈ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, અજિતભાઈ, કિશોરભાઈ પલણ, સ્વ. તારાબેન નવિનભાઈ કોઠારી, પ્રવીણાબેન રમેશભાઈ મજેઠિયાના બનેવી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની સાથે તા. 23-6-2024 રવિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર સવાસર નાકા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : કિશોર મેઘજીભાઇ વિંઝોડા (ઉ.વ. 40)  તે વાલબાઈ સ્વ. મેઘજીભાઈના પુત્ર, નીતાબેનના પતિ, ડેનીસ, આનંદના પિતા, કેશવજી, લખીબેન, કુવરબેન, પ્રેમીલાબેન, જમનાબેન, હંસાબેન, ધારબાઈ, માયાબાઈ, તારાબેન, કેસરબેનના ભાઈ, ચંદ્રિકાબેનના કાકા, નારાણભાઈ સિંચ (રાજકોટ)ના જમાઈ તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-6-2024ના રવિવારે સવારે.  લૌકિક વ્યવહાર  નિવાસસ્થાન મહેશ્વરી વાસ, વોર્ડ નં. 7 અંજાર મધ્યે.

મુંદરા : થેબા કુલસુમબાઇ હાજી (ઉ.વ. 50) તે હમીદ ઇલિયાસ થેબાના ભાભી, અમીન, અમીનાના માતા, અયાજ, સલીમના મામી, કાસમભા, સલીમના કાકી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-6-2024ના સવારે 10થી 11 કાંઠાવાળા નાકા મુસ્લિમ જમાતખાના મધ્યે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. લતાબેન ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ. 82) તે સ્વ. ભગવાનજીભાઇ દેવજીભાઇ સોલંકીના પત્ની, સ્વ. મણિબા દેવજીભાઇ સોલંકીના પુત્રવધૂ, જૈનેશ (વાડીલાલ એન્ટરપ્રાઇઝ અમદાવાદ), ગીરા યોગેશભાઇ પરમાર, સ્વ. મનિષા હિતેશભાઇ યાદવના માતા, યોગેશભાઇ, નિલેષાબેન, હિતેશભાઇના સાસુ, રોહનના દાદી, અવનીના દાદીસાસુ, અરવિંદભાઈ સોલંકી, મહેશભાઇ, સ્વ. પીયૂષભાઇ, દેવીકુમાર (નિલકમલ પાન)ના ભાભી, સ્વ. મણિબેન ગલાલચંદ મહેતાના પુત્રી, ચંદ્રપ્રભા શાહ, મૃદુલાબેન, સ્વ. નટવરલાલ, મનોરમાબેન, જ્યોતિ, પ્રકાશના બહેન, ગં.સ્વ. પ્રભાવંતીબેન શિવજીભાઇ રાઠોડના વેવાઇ, અવની-અંબરી, રીતુના નાની તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે 5.30થી 6.30 સાંજે રાજપૂત સમાજવાડી રાવલવાડી રિલોકેશન ખાતે.

મિરજાપર (તા. ભુજ) : કારુભાઇ ખીમજીભાઇ લોંચા (ઉ.વ. 78) તે ગાંગબાઇના પતિ, ગોવિંદ, વિજય, શાંતાબેન સુમારભાઇ ખોખર (આદિપુર), રસીલાબેન નિરંજન બળિયા (બળદિયા), શીતલબેન મનજીભાઇ ખરેટ (જાંબુડી)ના પિતા, માયારામ (ભુજોડી), સ્વ. કાનજીભાઈના નાના ભાઈ, જતિન, દૃષ્ટિ, નિત્યા, કિતિકાના દાદા, સ્વ. આતુભાઇ (આદિપુર), ડાહ્યાલાલ (અંજાર), વિશ્રામ (ભુજોડી), નામાબાઇ હમીર સંજોટ (રામપર વેકરા),  નિર્મલાબેન કલ્યાણ બળિયા (ભુજ), માનાબેન મેરૂ સંજોટ (કોટાય)ના કાકા, સ્વ. જખુભાઇ કલ્યાણ બુચિયા (ભારાસર)ના જમાઇ, સ્વ. વિશ્રામ, દેવજી, સ્વ. વિરજી, માનાબેન (અંજાર)ના બનેવી તા.22-6-2024ના અવસાન પામ્યા છે.  ધાર્મિક વિધિ, દિયાડો તા. 24-6-2024ના સોમવારે સાંજે આગરી, તા. 25-6-2024ના સવારે પાણીયારો ડો.આંબેડકર નગર ખાતે.

આણંદસર (મંજલ) (તા. ભુજ) : હાલે હળવદ રમણલાલ હીરાલાલ ભાવાણી (ઉ.વ. 61) તે સ્વ. ભાનુબેન હીરાલાલ કરસન ભાવાણીના પુત્ર, પ્રેમીલાબેનના પતિ, વિશાલ, જિજ્ઞા, વિશ્વાના પિતા, છાયાબેનના સસરા, ઝવેરબેન, શારદાબેન, નીતિનભાઇ (મુંબઇ)ના ભાઇ, ભારતીબેનના જેઠ, વેદાંતના દાદા, જય, યજ્ઞના મોટા બાપુ, રતનશીભાઇ, શાંતાબેન, દેવજીભાઇ, કમળાબેનના ભત્રીજા, કાનજી દેવજી વાસાણી (નાની વિરાણી)ના જમાઇ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2024ના સવારે 8.30થી 11 તથા બપોરે 4થી 6 સતપંથ સમાજવાડી આણંદસર મધ્યે.

સુમરાસર (તા. ભુજ) : શાંતિબેન મમાયાભાઇ ચાડ (ઉ.વ. 55) તે મમાયા કરશન ચાડના પત્ની, રમેશભાઇ, દિનેશભાઇના માતા, દામજી કરશન ચાડના ભાભી, સ્વ. લખમણ રવા ગાગલના બહેન તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું સુમરાસર ખાતે.

હનુમાનનગર (લોરિયા) : ભાનુશાળી ડાઈબેન સુરજીભાઈ ભદ્રા (ઉ.વ. 70) તે સુરજીભાઈ વેલજીભાઈના પત્ની, પ્રવીણભાઈ, ચંદુલાલ, અનિલભાઈ, ભાનુબેનના માતા, પરસોત્તમ શામજી ગજરા (ઝુરા)ના સાસુ, સ્વ. અમરતબેન મીઠુભાઈના દેરાણી, બબીબેન મોહનભાઈ, ગં.સ્વ. જમનાબેન નરશી, સ્વ. ભાગબાઈ દામજી વડોર (માધાપર), લાલાબાઈ મેઘજી વડોર (ઝુરા), ગં.સ્વ. લીલબાઈ મેઘજી વડોર, ગં.સ્વ. શાંતાબેન વેલજી ગજરા (ભુજ)ના ભાભી, સ્વ. લખમશી રવજી, કાનજીના કાકી, રમેશ, ભરત, પ્રતાપના મોટા બા, સ્વ. દેવકીબેન પ્રાગજીભાઈ ગજરાના પુત્રી, સ્વ. વેલજીભાઈ, સ્વ. દેવજીભાઈ, પ્રધાનભાઈના બહેન, ગીતા કાનજી વડોર (ઝુરા), સુનિતા અશ્વિન માવ?(ભારાપર), હિંમત, મેહુલ, મયૂર, શિવા, અલ્પા, કાજલ, જિલ, હીરના દાદી તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-6-2024ના સોમવારે સવારે 10થી 5 હનુમાનનગર લોરિયા તેમના નિવાસસ્થાને.

કાઠડા (તા. માંડવી) : ગઢવી હરિ સામત મંધુડા (ઉ.વ. 56) તે રામભાઇ, હાંસબાઇબેન, ખીમશ્રીબેનના ભાઇ, ખેરાજભાઇ, સુમારભાઇ, રતનભાઇ, સ્વ. ગોપાલભાઇ, કનુભાઇ, સ્વ. મંગલભાઇ, ભારૂભાઇના કાકાઇ ભાઇ તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાથાણી વાડી વિસ્તાર મધ્યે તા. 23/24-6-2024ના (રવિવાર-સોમવાર)ના.

ભાડઇ મોટી (તા. માંડવી) : ભાનુશાલી દમયંતીબેન (ઉ.વ. 69) તે મોહનલાલ કલ્યાણજી ચાંદ્રાના પત્ની, અશોક તથા ભાવનાબેનના માતા, દિનેશભાઇ, જયંતીલાલ, દમયંતીબેન વિનોદ દામા (ગાંધીધામ), અમૃતબેન (ભરૂચ), મંજુલાબેન (પનવેલ-મુંબઇ) તથા પુષ્પાબેનના ભાભી, ભારતીબેન, લક્ષ્મીબેન, ભાવનાબેન તથા શાંતિબેનના જેઠાણી,  બીનાબેન અને દીપકભાઇ (જામનગર)ના સાસુ, મહેક, દિયા, દૃષ્ટિના દાદીમા, કમલેશ, કરણ, દ્રુપદ, મીના, હંસા, મીરા, વૈશાલીના મોટા બા, વિનોદ જેઠાલાલ દામા (ગાંધીધામ) તથા સાવિત્રીબેન (જામનગર)ના બહેન તા. 21-6-2024ના ગાંધીધામ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, મોટી ભાડઇ મુકામે.

મોટી વેડહાર (તા. નખત્રાણા) : સોઢા ભુરજી પીરદાનસિંહ (ઉ.વ. 77) તે સોઢા રૂપસિંહ મેરામણજી તથા કાનજી મેરામણજી, ચેનસિંહ રાયસિંહના પિતરાઇ ભાઇ,  નેતસિંહ રાણજી, સતુભા ચેનસિંહ, ખેતસિંહ ખીમજી, માડનસિંહ રૂપરામજી, પ્રવીણસિંહ ચેનસિંહના કાકા, સવાઇસિંહના પિતા, જગદીશસિંહ સવાઇસિંહ, રણજિતસિંહ સવાઇસિંહ, અજિતસિંહ સવાઇસિંહના દાદા તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વેડહાર મોટી ખાતે.

આંબલિયારા (તા. ભચાઉ) : ગોસ્વામી શાંતાબેન (ઉ.વ. 91) તે ટપુગિરિ દયાલગિરિના પત્ની, લક્ષ્મીબેન, કસ્તુરીબેન, જયાબેનના માતા,  રામબાઈ શિવગિરિ (ઉમૈયા)ના પુત્રી, ખીમગિરિ, સંતોકગિરિ, માયાગિરિ, નથુગિરિ, માનગિરિ, લક્ષ્મીબેન, મણીબેન, કાશીબેનના બહેન,  રામનાથ તેજનાથ (આંબલિયારા)ના નાની, પરસોત્તમગિરિ, બાબુગિરિ, ઇશ્વરગિરિના ભાભી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા શક્તિ પૂજન તા. 27-6-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

નરેડી (તા. અબડાસા) : અ.સૌ. હીરબાઇ ધરમશીં માવ (ઉ.વ. 61) તે પરસોત્તમ તથા લાલજી કલ્યાણજીના પુત્રવધૂ, રમેશ પરસોત્તમ, કનૈયાલાલ, વિપુલ, સ્વ. જિજ્ઞેશના ભાભી, રાજેશ, કપિલ, નયનાબેન દીપક ભદ્રા (વમોટી)ના માતા, નીલમબેન મેહુલ કટારમલ (નલિયા), પ્રિયાબેન દર્શનભાઇ ગોરી (લઠેડી)ના મોટા મા, જમણાબેન બાબુભાઇ કટારમલ (હમલા), સાકરીબેન જયંતીલાલ કટારમલ (હમલા), મંગળાબેન મોહનભાઇ માવજી દામા (હમલા)ના નણંદ, સ્વ. શંકરલાલ વેલજી ગોરી (મોથાળા)ના પુત્રી,  મુરજીભાઇ, પ્રેમજીભાઇ શંકરલાલ ગોરી (મોથાળા)ના ભાઇ, સાસરા પક્ષ લીલાધર નારાણજી માવ પરિવાર (નરેડી) તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2024ના રવિવારે સાંજે 3થી 4 નરેડી ભાનુશાલી મહાજનવાડી (તા. અબડાસા) ખાતે.

છાડુરા (તા. અબડાસા) : લીલાધર (ઉ.વ. 74) (પૂર્વ સરપંચ-છાડુરા) તે સ્વ. વિશ્રામભાઇ તેમજ સ્વ. દેવલબેનના પુત્ર,  અજબાઇના પતિ, ધનજીભાઇ, જેઠાભાઇ, ઠાકરશીંભાઇ, સ્વ. લક્ષ્મીબેન (કોટડા જ.), વીરાબેન (નરેડી)ના ભાઇ, સ્વ. મુલબાઇના દિયર, સ્વ. દેવજીભાઇ (નરેડી)ના જમાઇ, વાલાભાઇ (લક્ષ્મીપર), ઝવેરબેન (વરમસેડા), રતન, મનોજના પિતા, દાદુભાઇ (લક્ષ્મીપર), મગનભાઇ (વરમસેડા), માનાબેન, ભાવનાબેનના સસરા, રમેશ, જયંતી, કિશોર, મહેન્દ્ર, શાંતાબેનના કાકા, ઓમ,  હાર્દિક, ડોલી, જૈવિક, ધ્રુવના દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-6-2024ના સાંજે તેમજ ઘડાઢોળ તા. 24-6-2024ના સવારે નિવાસસ્થાન છાડુરા મધ્યે.

જુણાચાય (તા. લખપત) : પથુભા નારણજી જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. જાડેજા નારણજી વજેરાજજીના પુત્ર, જાડેજા દાનુભા નારણજી (બોર્ડર વિંગ મેજર), ભુરજી નારણજી જાડેજા, રવાજી નારણજી જાડેજાના ભાઈ, વંકાજી મંગાજી,  બુધુભા મંગાજી તેમજ મેઘરાજજી નોગણજીના કાકાઈ ભાઈ, હિંમતાસિંહ, વનરાજાસિંહ, લક્કીરાજાસિંહ જાડેજાના પિતા, કરશનજી, મહોબતાસિંહ, ધીરુભાના કાકા, સ્વરૂપાસિંહ, નરેન્દ્રાસિંહ, હિંમતાસિંહ, હઠુભા, વિક્રમાસિંહ, રવુભા, કિરણાસિંહ, ખાનજી, વિશાલાસિંહના મોટા બાપુ તેમજ શંભાસિંહ રાસાજી સોઢા (વેડહાર નાની)ના સસરા, રવાજી અખેરાજજી સોઢા, સોઢા મહેન્દ્રાસિંહ કલજી (કોરિયાણી)ના ફઈયાઇ ભાઈ, રાશુભા પૃથ્વીરાજાસિંહ રાઠોડ, ખેતાસિંહ લાલજી રાઠોડ, બુધુભા કરશનજી રાઠોડના મામા, સોઢા શેરાજી ભીમજી (ખટિયા)ના બનેવી તા. 21-6-2024નાં અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જુણાચાય ખાતે.

મુલુન્ડ (મુંબઇ) : મૂળ માંડવીના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ જિતેશકુમાર વાડીલાલ શાહ (ઉ.વ. 55) તે સ્વ. નાનાલાલ જેવંતભાઇ શાહના પૌત્ર, સ્વ. રંજનબેન વાડીલાલ શાહના પુત્ર, કલ્પનાબેનના પતિ, પલક, ઇશિકાના પિતા, નીતાબેન, દીપાલીબેન, વૈશાલીબેન, અમીતભાઇ, વિશાલભાઇના ભાઇ, ડોલરબેન નવીનભાઇ મહેતાના જમાઇ, કવિતા, ઝુલેશના બનેવી, સ્વ. વિદ્યાબેન જેઠાલાલ શાહના દોહિત્ર તા. 21-6-2024ના અવસાન પામ્યા છે.

મુલુન્ડ (મુંબઇ) : કચ્છી મારૂ કંસારા સોની જ્ઞાતિ સોની પ્રભુલાલ વાઘજીભાઇ બારમેડા (ઉ.વ. 81) (મૂળ ગામ રેહા-કચ્છ)ના તે સ્વ. મણિબેન વાઘજીભાઈ બારમેડાના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેનના પતિ, નારાયણદાસ ગાવિંદજી હેડાઉના જમાઈ, પ્રજ્ઞેશ તથા જ્યોતિ ચંપકભાઈ વિશાપરમારના પિતા, યતિક, યામીશાના દાદા, પ્રશાંત ચંપકભાઈના નાના, સ્વ. હરિલાલભાઈ, હીરૂબેન, સ્વ. અમરશીભાઈ તથા રતિલાલભાઈના ભાઈ, શીતલ પ્રજ્ઞેશ બારમેડા તથા ચંપકભાઈ પરસોત્તમભાઈ વિશાપરમારના સસરા, હરીશભાઈ, હસમુખભાઈ, પ્રીતિબેન, હેતલબેન, મિલન, રીતેશ, શ્યામ, તુલસીના કાકા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સાંજે 5થી 6, સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ (વે.) મધ્યે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang