• બુધવાર, 22 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની મોહનભાઇ ચૂનીલાલ પોમલ (નટરાજ સ્ટુડિયો) (.. 72) તે સ્વ. વિરૂમતી ચૂનીલાલ માધવજી પોમલના પુત્ર, હંસાબેનના પતિ, સુમિત અને રીમાના પિતા, સંદીપ વૃજલાલ બુદ્ધભટ્ટી, આરતીના સસરા, સ્વ. ધીરજલાલ, ભરતભાઇ, સુભદ્રાબેનના ભાઇ, ભરતભાઇ કટ્ટા (નિવૃત્ત મામલતદાર)ના સાળા, બ્રિયા, દર્શીના દાદા, જૈમી અને સાન્વીના નાના, સ્વ. સુનીલ, સ્વ. કપિલ, ધર્મેશ, ઝેનુલ, ગોપી, દર્શના, સપનાના કાકા, અજય, વિજયના મામા, સ્વ. જેરામભાઇ રવજી બારમેડાના જમાઇ, મહેશ, અનિલ, દીપક, જ્યોત્સના, રેખા, ગીતાના બનેવી તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સાંજે 4.30થી 5.30 ગુણાતિત ચોક, પ્રમુખસ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : રાજગોર પ્રકાશ પ્રાગજી માકાણી (.. 62) (નિવૃત્ત કર્મચારી પાણી પુરવઠા વિભાગ-ભુજ) તે સ્વ. કંકુબેન પ્રાગજી જીવરામ માકાણીના પુત્ર, દિનાબેનના પતિ, સ્વ. વેલજી જીવરામ માકાણીના ભત્રીજા, સ્વ. જ્યોત્સના કાંતિલાલ જોષી, દિવાળીબેન પ્રભુલાલ મોતા, ગં.સ્વ. સવિતાબેન વિઠ્ઠલદાસ મોતા, સ્વ. રંજનબેન બંસીલાલ મોતાના ભાઇ, ચમનલાલ, સ્વ. મહેન્દ્રભાઇ, ભરતભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. નીલેશભાઇ, સ્વ. દમયંતીબેનના કાકાઇ ભાઇ, અશોક, કિરણ, ક્રિષ્નાબેન, અનિલ, દેવેન, મીતાબેન, પપ્પુ, મયૂર, પ્રીતિબેન, હાર્દિક, પૂનમબેનના મામા, સ્વ. નારાણજી ગોવિંદજી મોતા (નાગલપર)ના દોહિત્ર, ગં.સ્વ. જવેરબેન હીરજી અખઇ મોતા (બાગ હાલે ભુજ)ના જમાઇ, નીતિનભાઇ, કલ્પેશભાઇ, પ્રજ્ઞાબેન, જયશ્રીબેન, પ્રીતિબેન, શિલ્પાબેનના બનેવી, શાંતિલાલ વેલજી (મુંબઇ), મહેશ માવજીના કાકાઇ બનેવી, કાંતિલાલ લાલજી પેથાણી, સ્વ. દિનેશચંદ્ર લાલજી પેથાણી, સ્વ. હરેશ વિઠ્ઠલદાસ માકાણી, પ્રકાશભાઇ નારાણજી નાથાણી (મસ્કા)ના સાઢુભાઇ, ભાવિનીબેન, ભાવનાબેનના નણંદોઇયા, રિશી, રાજના ફુવા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 રાજગોર આર.ટી.. સમાજવાડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : પરમાબેન ઘમંડી પ્રજાપતિ તે રામરસિયાના માતા, ચંદ્રેશ, સ્વ. શ્યામસિંહ, પંકજ, અજય, પ્રશાંતના દાદી તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 મકાન નં. 522, મેહુલ પાર્ક, ભુજ ખાતે.

ભુજ : ખત્રી ઝેનબબેન (.. 70) તે અબ્દુલગફુર સિદિક બુજણ (ઇન્ડિયન આર્ટ)ના પત્ની, જુસબ ઇબ્રાહીમ (માસ્તર), ઉસ્માન ઇબ્રાહીમ (યુ.આઇ. ટેઇલર)ના બહેન, અફરોઝ . મજીદ (ધમડકા), રૂબીના ઇરફાન (ભુજ), શાહિના અશરફ (ભુજ), શબનમ . રઝાક (માંડવી), રમીઝના માતા તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-4-2024ના સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

અંજાર : ઔદિચ્ય (ઝા..) બ્રાહ્મણ ગં.સ્વ. રુક્ષમણિબેન જેન્તીલાલ પંડ્યા (.. 96) તે જયસુખભાઈ, નવીનભાઈ (નિવૃત્ત સેન્ટ્રલ બેંક, ભુજ) (માધાપર), મધુસૂદનભાઈ (નિવૃત્ત ગેટકો-અંજાર), કુંદનબેન (માધાપર), સ્વ. લતાબેન, કોકિલાબેન (માધાપર), કલ્પનાબેનના માતા, સ્વ. અમૃતલાલ ત્રિભુવન રાવલ (મોટી ચીરઈ)ના પુત્રી, સ્વ. મગનલાલ, સ્વ. પ્રવીણચંદ્ર, વસંતરાય, હરિપ્રસાદ, સ્વ. ગુણવંતીબેન, ગં.સ્વ. ત્રિવેણીબેન (માનકૂવા)ના બહેન, બટુકલાલ વ્યાસ (માધાપર), હરિપ્રસાદ પંડયા (માંડવી), ભરતભાઈ પંડ્યા, (માધાપર), ભૂપેન્દ્રભાઈ વ્યાસ, દિનાબેન, અલ્કાબેનના સાસુ, હિતેષ (પૂજારી, સિદ્ધિવિનાયક મંદિર, માધાપર), ભક્તિ દીપક પંડ્યા, શક્તિ જયેશ ઠાકર, મેઘા રાજ બારોટ, રાધિકાના દાદી, હિતેષ, અલ્પેશ, જિજ્ઞેશ, પુનિત, ભૂપેશ, કિશન, સત્યમ, જિજ્ઞા, દિપ્તી, જિજ્ઞા, સ્વ. રિતુ, ક્રિષ્નાના નાની, પ્રીતિના દાદીસાસુ, આદીના પરદાદી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જ પાસે, અંજાર ખાતે.

અંજાર : રાયમા ઇસ્માઇલ (ઉર્ફે લધાબાપા) (.. 75) તે . ઓસમાણ ભચુના પુત્ર, મામદભાઇના ભાઇ, રશીદ, મોહસીન, . અમન, સિરાજ, સાદિકના મોટાબાપા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 10થી 11 તુરિયા મસ્જિદ, અંજાર ખાતે.

અંજાર : કાતરિયા લક્ષ્મીબેન મનજીભાઇ (.. 75) તે શાન્તિલાલભાઇ, મહેશભાઇના માતા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે.

માંડવી : જૈન કચ્છી ગુર્જર મીતાબેન (ચંદનબેન) મનસુખભાઇ શાહ (.. 75)  તે શાહ અમૃતલાલ છગનલાલના પુત્રવધૂ, સીમા, નિશા, સ્વ. રાખી, ઊર્વીના માતા, હિતેષ, સ્વ. પરેશ, દિવ્યેશ, મૌલિકના સાસુ, હેલી દિવ્યેશ શાહ, ભૂમિ પ્રતિશ શાહ, ચાનશી, મહેકી, નીશી, રિષભના નાની, જયંતીભાઈ, નિરંજનભાઈ, તનસુખભાઈ, સ્વ. લીલાબેન, સ્વ. નિર્મળાબેન, કલાબેન, સરસ્વતીબેન, કમલબેન, હર્ષાબેનના ભાભી, લક્ષ્મીચંદ ફોફડિયા (ભુજપુર)ના પુત્રી, સ્વ. વીસનજીભાઈ, સ્વ. મનસુખભાઇ, હરેશભાઈ, રોહિતભાઈ, રેવતીબેન, લીલાવતીબેન, અનસૂયાબેનના બહેન તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માંડવી : અરવિંદભાઇ વલુભાઇ ચૂડાસમા (.. 67) તે અનસૂયાબેનના પતિ, સ્વ. ભચીબેન, સ્વ. વલુભાઇ ગોકલભાઇ ચૂડાસમાના પુત્ર, સ્વ. પીતાંબરભાઇ, સ્વ. રણછોડભાઇ, સ્વ. મેનાબેન, સ્વ. રાધાબેન, સ્વ. ગંગાબેનના ભાઇ, જિજ્ઞાબેન, પ્રજ્ઞાબેન, શીતલબેન, રાહુલભાઇ, જિગરભાઇના પિતા તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, ખારવા ચોક, માંડવી ખાતે.

માંડવી : જાદવજી ગોપાલ વાઘજિયાણી (.. 68) તે સ્વ. ગોપાલ કરસન તેમજ ગં.સ્વ. કેસરબેનના પુત્ર, સ્વ. પુરબાઇના પતિ, કાનબાઇ કરસન, પુરબાઇ દેવશી, લક્ષ્મીબેન મનજી, સુંદરબેન શામજી, સ્વ. વીરજી ગોપાલના ભાઇ, જયેશ, લાલજી, જગદીશના પિતા, વિજયાબેન, ભારતીબેન, રાશિબેનના સસરા, દીક્ષિત, પાર્થિવ, વેદાંત, મૃદાંતના દાદા તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-4-2024ના બુધવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નજીક કષ્ટભંજન હનુમાન મંદિર, માંડવી-રાયણ રોડ, રુકમાવતી નદીના કિનારે.

માધાપર (તા. ભુજ) : દિલીપકુમાર (.. 57) તે ગં.સ્વ. જયાબેન તથા સ્વ. હીરજી મૂળજી બુદ્ધભટ્ટીના પુત્ર, ગીતાબેન (અનિતાબેન)ના પતિ, સ્વ. લક્ષ્મીબેન દેવજી કટ્ટા (જંગડિયા)ના ભત્રીજા, રંજનબેન ગોપાલભાઇ પોમલ (દહેગામ)ના બનેવી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સાંજે 5થી 6 યક્ષ મંદિર, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની મનોજભાઇ પોમલ (.. 51) અને હંસાબેન (ગીતા) મનોજભાઇ પોમલ (.. 46) તે સ્વ. મૂળજીભાઇ રતનશી બારમેડા, ભગવતીબેનના દીકરી-જમાઇ, પરેશ, સંજય (લક્ષ્મીપર-નેત્રા)ના બહેન-બનેવી, નરશીભાઇ રતનશી બારમેડા (કેશોદ), રામજીભાઇ રતનશી બારમેડા (જેતપુર), નવીનભાઇ રતનશી બારમેડા (જેતપુર), જેરામભાઇ રતનશી બારમેડા (જેતપુર)ના ભત્રીજી, સ્વ. રમેશભાઇ ભવાનજી અર્પર (હા. સુરત)ના ભાણેજી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સાંજે 5થી 6 યક્ષ મંદિર, માધાપર ખાતે.

કુરબઇ (તા. ભુજ) : વિઠ્ઠલદાસ રવજી પોકાર (.. 61) તે સ્વ. પુષ્પાબેન રવજીભાઇ પોકારના પુત્ર, ભગવતીબેનના પતિ, વર્ષા અને અંકિતના પિતા, લીતાબેનના સસરા, રમીલાબેન (પૂના), ચંદુભાઇ, જગદીશભાઇ, સરલાબેન (ભુજ)ના મોટા ભાઇ, શીલાબેન, અમૃતાબેનના જેઠ, હિમાક્ષના દાદા, ખુશ અને જૈવિકના નાના, કેવલ, વૈભવ, જીનલ, કૃતિના મોટાબાપા, બિનલબેનના મોટા સસરા, નારણ રામજી ભીમાણી (કલ્યાણપર)ના જમાઇ, પ્રેમિલાબેન દિનેશભાઇ અને સુરેશભાઇના બનેવી તા. 13-4-2024ના મુંદરા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 કુરબઇ પાટીદાર સમાજવાડી ખાતે.

વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : સવિતાબેન હીરજી દિવાણી (.. 84) તે સ્વ. હીરજી નાનજીના પત્ની, રવિલાલભાઇ, જયાબેન (જબલપુર), લક્ષ્મીબેન (વડવા)ના માતા, સાવિત્રીબેન હીરાલાલભાઇ (જબલપુર), પ્રેમચંદભાઇ (વડવા)ના સાસુ, રમેશ, જિજ્ઞાબેન (કરબોઇ), પ્રિયાબેન (અંગિયા)ના દાદી, મિત્તલબેન રોહિતભાઇ (કરબોઇ), સુરેશભાઇ (અંગિયા)ના દાદીસાસુ, હર્ષી, મીરના પડદાદી, માવજીભાઇ, સ્વ. નારણભાઇના ભાભી, મોંઘીબેન, ગં.સ્વ. શાન્તાબેનના જેઠાણી, સ્વ. નાનજી ધનજી ઉકાણી (મમાયમોરા)ના પુત્રી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-4-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી (જૂની), વિરાણી નાની ખાતે.

બિદડા (તા. માંડવી) : પટેલ મોહનભાઇ (.. 62) તે સ્વ. દેવકાબેન દેવજી ઉકાણીના પુત્ર, સ્વ. પ્રેમિલાબેનના પતિ, હિતેષ, અશોકના પિતા, વિમલના સસરા, પહેલ, ગ્રંથીના દાદા, સ્વ. હરજી માધા પારસિયા (ભેરૈયા)ના જમાઇ, વેલબાઇ (ગુજરાત), સ્વ. જાનબાઇ (મદનપુરા), સ્વ. રામજીભાઇ, સ્વ. લધારામભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. બાબુલાલભાઇ, સુરેશના ભાઇ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-4-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 6 (એક દિવસ) નિવાસસ્થાન જીવનાઇ વાડી ખાતે.

મસ્કા (તા. માંડવી) : સુમરા અલીમામદ જુસબ (ભેગાણી) (.. 57) તે ઈકબાલ અને સિકંદરના પિતા, . ઇસ્માઇલ, હાજી, આમદ (ભાભા)ના ભાઈ, . નૂરમામદ આમદના ભત્રીજા, . સુમરા સુલેમાન સિધિક (જામોતર)ના ભાણેજ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 9થી 10 નિવાસસ્થાને સુમરાવાડી ઉપર, મસ્કા ખાતે.

ગેલડા (તા. મુંદરા) : કરસનજી જખુજી સોઢા (.. 67) તે સ્વ. શવુભા, સ્વ. કેશાબા, બચુબાના ભાઇ, દેવુભા, પ્રવીણસિંહ, દક્ષાબાના પિતા, વેશુભા, વનરાજસિંહ, હિંમતસિંહ, પ્રવીણસિંહ, દીપકસિંહના કાકા, કરણસિંહ, વિજયસિંહ, ધ્રુવરાજસિંહ, તેજપાલસિંહ, જયપાલસિંહના દાદા, રામદેવસિંહ રાઠોડના સસરા, નવુભા માધુભા જાડેજા, અનુભા ભુરુભા જાડેજાના મામા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ગેલડા?ખાતે. ઉત્તરક્રિયા તા. 24-4-2024ના સ્થળે.

ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : સુથાર ગોપાલ ચિમજી ભાવાણી (.. 50) તે ગણેશ, રાકેશના પિતા, મૂળજી, સવાઈજી, દિલીપના ભાઈ, ખેતારામ, પ્રેમારામ, ખેતારામ, હરેશ, છગન, શૈલેષ, મગલારામ, બાબુલાલના કાકાઈ ભાઈ, દેવારામ, લીલારામ, આઇદાન, ઓમપ્રકાશ, હરચંદ, કમલેશ, મહેશ, પ્રભુલાલના કાકા, પ્રીતના મોટાબાપુ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 20-4-2024ના શનિવારે આગરી અને તા. 21-4-2024ના રવિવારે બપોરે પાણીઢોળ નિવાસસ્થાન ગેંધિયાર મોટી ખાતે.

અંગિયા નાના (તા. નખત્રાણા) : કાનબાઇ હીરજી સીજુ (.. 58) તે હીરજી નથુના પત્ની, જિતેશ, જવીબેન, દમયંતીના માતા, ગં.સ્વ. હીરબાઇ નથુના પુત્રવધૂ, વિર, વરુણ, માનસીના દાદી, વિશાલ, રેખા, મયૂર, ભારતી, આરતી, અવિનાશના નાની, રામજી કારા બુચિયા (વેકરા)ના સાસુ, દેવલબેન મૂરજી ભદ્રુ (ટાંકણસર), શાંતાબેન ડાડુ (વરાડિયા), ડાયાલાલ નથુ (સાંગનારા), નાનજી પૂંજા, દેવજી દાના, ગોવિંદ દાના, કરશન, જીવરાજ, અરજણ, મનજીના ભાભી, મુલબાઇ પૂંજા સીજુ (અરલ), મુલબાઇ આચાર સીજુ (અરલ)ના ભત્રીજાવહુ, ખેતા દાના, સ્વ. રામા હમીરના નાના ભાઇના વહુ, ખીમજી રામજી કુંવટ (ટોડિયા), સુરેશ રામજી, ગોપાલ રામજી (ટોડિયા)ના બહેન તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 16-4-2024ના મંગળવારે સાંજે આગરી અને તા. 17-4-2024ના બુધવારે ઘડાઢોળ નિવાસસ્થાન નાના અંગિયા ખાતે.

પેથાપર (તા. અબડાસા) : સોઢા સવાઇસિંહ ચેનસિંહ (.. 63) તે સ્વ. સોઢા ચેનસિંહ મુલજીના પુત્ર, સોઢા નિર્મલસિંહ, ભરતસિંહ, અરવિંદસિંહ, નરપતસિંહના પિતા, સોઢા કરસનજી ચેનસિંહના નાના ભાઇ, સ્વ. લક્ષ્મણસિંહ જગમાલજી, સોઢા શંકરસિંહ પીરદાનસિંહ, સોઢા ભુરુભા પીરદાનસિંહના કાકાઇ ભાઇ, સોઢા સતુભા લક્ષ્મણસિંહ, સ્વ. દીપસિંહ લક્ષ્મણસિંહ, રૂપસિંહ કરસનસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ શંકરસિંહ, નારૂભા, ધીરુભાના કાકા, સોઢા હરિશ્ચંદ્રસિંહ ભુરુભા, મહાવીરસિંહ ભુરુભાના મોટાબાપુ, સવાઇસિંહ ચીમજી, ભમરસિંહ, શંકરસિંહ, મંગલસિંહ જુવારસિંહ, સવાઇસિંહ, સુજાજી, રાણાજી, પ્રતાપસિંહ ગુલાબસિંહ, ઇન્દ્રસિંહ ખેતસિંહ, ભુરૂભા કુપજી, ભીખુભા નોઘણજી, કરસનજી ચીમજી, શંકરસિંહ સવાઇસિંહ, ભુરૂભા સવાઇસિંહના પિતરાઇ ભાઇ, નરસિંહ નગજી, ચતરસિંહ નગજીના ભત્રીજા, મિતરાજ, જશપાલ, જિતેન્દ્ર, મયૂરસિંહ, રાજેન્દ્રસિંહના દાદા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-4-2024ના અને ઘડાઢોળ (બારસ) તા. 25-4-2024ના ગુરુવારે તેમજ બેસણું રાજપૂત સમાજવાડી, પેથાપર ખાતે.

નુંધાતડ (તા. અબડાસા) : જાડેજા કિરપાલસિંહ (.. 40) તે સ્વ. જાડેજા ચંદ્રસિંહ માનસંગજીના પુત્ર, સ્વ. જાડેજા મહિપતસિંહ જીલુભા તથા જાડેજા જોરાવરસિંહ માનસંગજીના ભત્રીજા, જાડેજા અનિરુદ્ધસિંહ, ગજેન્દ્રસિંહ, કિરીટસિંહ, કુલદીપસિંહ, હારદીપસિંહના ભાઇ, જાડેજા સૂર્યદીપસિંહના પિતા, જાડેજા યુવરાજસિંહના કાકા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના દરબારગઢ, નુંધાતડ ખાતે તથા ઉત્તરક્રિયા તા. 23-4-2024ના મંગળવારે.

આરિખાણા (તા. અબડાસા) : જાડેજા સુજકૌરબા ખેતુભા (.. 82) તે સ્વ. જાડેજા ખેતુભા રતનજીના પત્ની, સ્વ. જાડેજા વનરાજસિંહ, સ્વ. જાડેજા અજિતસિંહ, જાડેજા હનુભાના માતા, જાડેજા પૃથ્વીરાજસિંહ, કૃપાલસિંહ, જાડેજા દિગ્વિજયસિંહ, જાડેજા વીરભદ્રસિંહના દાદી, ભવ્યાંશીબા, નિયતિબાના પરદાદી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી આરિખાણા કોમ્યુનિટી હોલ ખાતે.

ભાડરા મોટા (તા. લખપત) : ખીયલબાઇ જુમાભાઇ (.. 85) તે કરમશીભાઇ, માનબાઇ (વ્યાર), જીવાબાઇ (ભારાસર-માનકૂવા)ના માતા, સ્વ. માલાભાઇ બુચિયા, માયાભાઇ જેપારના સાસુ તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 22-4-2024ના તેમજ ઘડાઢોળ તા. 23-4-2024ના મંગળવારે નિવાસસ્થાને ભાડરા મોટા?ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang