• મંગળવાર, 10 નવેમ્બર, 2026

પ્રદૂષણ : કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર


નવી દિલ્હી, તા. 9 : કોંગ્રેસે દિવાળી બાદ દેશભરના મોટા શહેરોમાં પ્રદૂષણ વકરવા મુદ્દે `મોદીરાજ' પર પ્રહાર કર્યા હતા. પ્રદૂષણ જીવલેણ બની રહ્યું છે, તે મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી)નો અહેવાલ ટાંકતાં આકરા પ્રહાર કર્યા હતા. મોદી સરકાર લાંબા સમયથી એ વાત માનવાનો ઇનકાર કરે છે કે દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોનાં મોત થઇ રહ્યાં છે, તેવું તેમણે કહ્યંy હતું. જયરામે જણાવ્યું હતું કે, મોદી સાકારે સંસદની અંદર અને બહાર અનેક અહેવાલો એવું કહીને નકારી દીધા છે કે, તે ભારતના સંદર્ભમાં નથી. ફિક્કીના અહેવાલમાં જણાવાયું છે કે, 2023માં ભારતમાં થયેલા લગભગ 20 લાખ (કુલ મોતના 22 ટકા) મોત પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, ઊંડી ઊંઘમાં સૂતેલી મોદી સરકાર માટે આ આંકડા એક ચેતવણી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd