• મંગળવાર, 10 નવેમ્બર, 2026

પ્રકાશપર્વે ગુજરાતમાં પ્રદૂષણનો મહાવિસ્ફોટ

પ્રકાશપર્વે ગુજરાતમાં પ્રદૂષણનો મહાવિસ્ફોટ

દેશની સાથે ગુજરાતનાં શહેરોમાંએ એક્યુઆઇ અત્યંત જોખમી સ્તરે, મધરાત્રે બન્યાં ગેસ ચેમ્બર : રાજકોટ, વડોદરા અને સુરતની હાલત દિલ્હી જેવી : ભુજમાં ફટાકડાએ સ્થિતિ વણસાવી

રાજકોટ, તા. 9 : ભારતમાં પ્રદૂષણ મોટી સમસ્યા બની રહી છે. એક્યુઆઇનો દર એટલી હદે વધી રહ્યો છે કે તેનાથી બીમારી અને લોકોનાં આયુષ્ય ઉપર સીધી અસર પડી રહી છે. આ દરમિયાન દિવાળીની ઉજવણીની રાત્રે દેશભરનાં શહેરોમાં એક્યુઆઇ અત્યંત ગંભીર બન્યો હતો, તેમાં પણ ગુજરાતનાં શહેરો મોખરે રહ્યાં હતાં. દિવાળીની આતશબાજી સાથે પ્રદૂષણનો મહાવિસ્ફોટ થયો હતો. એક્યુઆઇનો સામાન્ય દર 0-50 હોય છે, પણ ગુજરાતનાં શહેરોમાં આ આંકડો 500ને પાર પહોંચી ગયો હતો. રાજકોટમાં તો આ દર 891 રહ્યો હતો જે ગુજરાતમાં સૌથી ઉપર છે. આ ઉપરાંત અન્ય શહેરોની હાલત પણ ખૂબ જ ગંભીર બની હતી. એક રીતે તો રવિવાર-સોમવારની મધરાતે શહેરો ગેસ ચેમ્બર બન્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રદૂષણ લાંબા સમયથી ગંભીર સમસ્યા બનેલું છે અને તેના માટે સરકાર દ્વારા સતત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે, દિલ્હી દેશના અન્ય શહેરોની હાલત દિવાળીની રાત્રે અત્યંત ગંભીર બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના આંકડા અનુસાર દિલ્હીના પટપડગંજમાં એક્યુઆઇ 418, આઇટીઓ ઉપર 406, રાજીવ ચોકમાં 381 અને અન્ય ક્ષેત્રમાં 360 નોંધાયું હતું. સામાન્ય રીતે આ આંકડા દિવસના સરેરાશના હિસાબે નક્કી કરવામાં આવે છે. જો કે, અમુક નક્કી સમયે એક્યુઆઇનો દર લેવામાં આવે તો તે 500-1000 સુધી સામાન્ય રીતે પહોંચે તેવી દિવાળીની રાત્રે સ્થિતિ બની હતી. ઉત્તર પ્રદેશના નોઇડા, ગાઝિયાબાદ, કાનપુર અને વારાણસી સહિતનાં 10 શહેરમાં સોમવારે હવાનું સ્તર ખતરનાક રહ્યું હતું. સવારે સાત વાગ્યે પ્રયાગરાજ, ગોરખપુર અને લખનઉમાં એક્યુઆઇ 500ને પાર પહોંચ્યો હતો. યુપીમાં ઠંડી અને ધુમ્મસે પણ અસર બતાવવાની શરૂ કરી છે. 15થી વધારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી. રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું હતું. રાજસ્થાનનાં શહેરોની વાત કરવામાં આવે તો દિવસે ગરમી સામાન્યથી વધારે રહી હતી. બાડમેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. હરિયાણામાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને શનિવારે દિવાળી પહેલાં જ એક્યુઆઇ 409 નોંધાયો હતો. હકીકતમાં દિવાળીએ થયેલી આતશબાજીનાં કારણે હવામાં પ્રદૂષણનો દર આસમાને પહોંચ્યો હતો. પ્રદૂષણ એટલી હદે ગંભીર બની ગયું હતું કે અમુક વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો, તેમાં પણ શિયાળો નજીક હોવાનાં કારણે ધુમાડો રસ્તા ઉપર ઊતરી આવ્યો હોય તેવો નજારો પ્રમુખ શહેરોમાં જોવા મળ્યો હતો.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીરની શ્રેણીને પણ વટાવી ગયું હોય તેમ એક્યુઆઇનો આંકડો આસમાને પહોંચી ગયો હતો. રાજકોટમાં દિવાળીની રાત્રે એક્યુઆઇ (સ્ટાન્ડર્ડ) 891, અમદાવાદમાં 511, વડોદરામાં 841, સુરતમાં 681 અને ગાંધીનગરમાં 504એ પહોંચ્યો હતો. આવી જ રીતે જામનગરમાં 613, ભાવનગરમાં 706, પોરબંદરમાં 728 અને ભુજમાં 507 એક્યુઆઇ નોંધાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd