• સોમવાર, 09 નવેમ્બર, 2026

મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં કચ્છના લક્કીરાજની પસંદગી

ભુજ, તા. 8 : રાષ્ટ્રીય સ્તરની મહત્ત્વપૂર્ણ એવી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં કચ્છના પ્રતિભાશાળી બોલર ઓલરાઉન્ડર લક્કીરાજસિંહ વાઘેલાની પસંદગી કરાઈ છે. કચ્છ ક્રિકેટ એસોસીએશન (ભુજ) વતી રમી ચૂકેલા લક્કીરાજ વાઘેલાને 32 ખેલાડીની પ્રારંભિક ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાં ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે. લક્કીરાજની સાથે અગાઉ કે.સી.એ. વતી રમી ચૂકેલો આદિત્ય જાડેજા પણ પસંદ થયો છે. ઉલ્લેખનીય છે કે, લક્કીરાજસિંહ ભુજની રોયલ ક્રિકેટ એકેડેમીમાં કોચિંગ મેળવે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બીસીસીઆઈ દ્વારા આયોજિત ભારતની મુખ્ય ટી-20 સ્પર્ધા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd