• મંગળવાર, 10 નવેમ્બર, 2026

સરહદી ખાવડામાં કોલી સમાજ સાથે સાંસદે દિવાળીની ખુશીઓ વહેંચી

ભુજ, તા. 9 : સરહદી ખાવડા ગામની સાંસદે મુલાકાત લઈ કોલી સમાજના લોકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે સાંસદે સમાજના વડીલોને શાલ ઓઢાડી સન્માન્તિ કર્યા હતા તેમજ સમાજના સર્વે લોકોને મીઠાઈનું વિતરણ કરી દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સમાજના લોકો સાથે સંવાદ કરી સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પલણ, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, વિરમભાઈ આહીર, નરેશભાઈ મહેશ્વરી, ખાવડાના સરપંચ જેસંગભાઈ કોલી, પી.આઈ. શ્રી ચાવડા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd