• રવિવાર, 08 નવેમ્બર, 2026

સામખિયાળીમાં યુવાનને માર મારી લૂંટ ચલાવાઈ

ગાંધીધામ, તા. 8 : ભચાઉના સામખિયાળીમાં પાંચ શખ્સે એક યુવાનને માર મારી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ કરીને નાસી ગયા હતા. સામખિયાળીમાં સ્મશાનની સામે ગ્રીન વ્યૂ પાર્કમાં ગ્રીન ટી નામે પાનપાર્લર ચલાવનારા ફરિયાદી સમીર ઉમર રાયમા નામનો યુવાન ગત તા. 7/11ના રાત્રે બાજુમાં આવેલી શિવા સાઉથઈન્ડિયન રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો હતો, તે રસોડા બહાર ઊભો હતો ત્યારે ત્યાં બોલેરો ગાડી આવી હતી, જેમાંથી આરોપી મહેશ હિતેશ  મારાજ, સાજણ જગદીશ કોળી, ઉમેદ રસિક કોળી, જય નારાણ લુહાર, પ્રવીણ રામજી કોળી નામના શખ્સોએ બહાર આવી પ્લાસ્ટિકના ગ્લાસ, ઠંડાંપીણાં લેતો આવજે કહેતાં ફરિયાદીએ પૈસા માગ્યા હતા, જેમાં આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને લાકડાં વડે માર મારી તેની પાસેથી રૂા. 45,000નો મોબાઈલ તથા ધંધાના રોકડ રૂા. 5000ની લૂંટ કરી નાસી ગયા હતા. બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd