• મંગળવાર, 10 નવેમ્બર, 2026

માંડવીમાં એકલા રહેતા લોકોને રાત્રિ ટિફિન મોકલવાની ત્રણ વર્ષથી સેવા

માંડવી, તા. 9 : ભોજન કરાવવું એ ઈશ્વરની શ્રેષ્ઠ આરાધના છે એ પંક્તિને સાર્થક કરતાં માંડવીમાં એકલા અટુલા રહેતા લોકોને રાત્રી ભોજનનું ટિફિન મોકલ્યાની છેલ્લા ત્રણ વર્ષથી  અવિરત સેવાની કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુલાકાતે સંત શિરોમણી જલારામ બાપાની પૂજા આરતી કરી ટિફિન વિતરણ સેવાને પ્રસ્થાન કરાવી હતી.  માંડવીમાં અશક્ત, એકલવાયું જીવન જીવતા વૃધ્ધો તેમજ જરૂરિયાતમંદ લોકોનો જઠરાગ્નિ ઠારવાના ભગીરથ પ્રયત્નરૂપે દરરોજ એમના ઘેર જઈ ટિફિન પહોંચાડવાનું કાર્ય સરાહનીય છે સેવાના ભેખધારી હસમુખભાઈ ઠક્કર દ્વારા નોકરીમાંથી નિવૃત્તિ બાદ આવી સેવા સ્વીકારી જીવનને આવા કાર્યોમાં પ્રવૃત રાખવાની બાબતને સાંસદે બિરદાવી હતી. આ અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોષીએ સૌ કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવી આ સેવામાં સહયોગ માટે ખાતરી આપી હતી  લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ હરિશભાઈ ગણાત્રા દ્વારા આ ટિફિન સેવા માટે બોર્ડિંગની જગ્યા ફાળવી અને સેવાના પ્રારંભે છ મહિના માટેની વ્યવસ્થા પોતા તરફથી કરી આપવા જ્યારે જરૂર પડે ત્યારે તન મન ધનથી સહયોગ માટે કટિબદ્ધ રહ્યા છે. આ અવસરે માંડવી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોષી, શાંતિલાલ ગણાત્રા, હિતેશભાઈ આથા, કમલેશભાઈ ગઢવી, જીગરભાઈ ધાયાણી, વૈભવ સંઘવી, વિશાલ ઠક્કર, રમેશભાઇ સેંઘાણી વગેરે સામાજીક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd