• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નખત્રાણાથી વિરાણી નાની-મોટી તરફના માર્ગે ઝાડીરૂપી આડશ દૂર

વિરાણી મોટી, (તા. નખત્રાણા),  તા. 9 : તાલુકા મથક નખત્રાણાથી વિરાણી મોટી અને નાની ગામ તરફના માર્ગે બંને બાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળરૂપી આડસ દૂર કરાતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો છે. નખત્રાણાથી જોડિયા ગામ વિરાણી મોટી તરફનો 3 કિ.મી., મોટી પાપડી પુલથી નાની વિરાણી સુધીના અડધો કિ.મી. માર્ગની બંને બાજુએ ઊગી નીકળેલી ગાંડા બાવળ સહિતની ઝાડીએ રસ્તાને બાનમાં લેતા આ રસ્તો વાહન ચાલકો માટે જોખમી બન્યો હતો. આ સંદર્ભે સ્થાનિકોએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું ધ્યાન દોરતા તેમણે આ મુદ્દો સંકલન બેઠકમાં ઉઠાવ્યો હતો. આ સમસ્યા મુદ્દે કચ્છમિત્ર દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરાતાં જાગેલા માર્ગ અને મકાન વિભાગે માર્ગની બંનેથીએ ઝાડી કટિંગની સાથે આડસો દૂર કરવામાં આવી હતી. બીજી તરફ નખત્રાણા-વિરાણી વચ્ચે પુલથી નાની વિરાણી જવા માટેના શોર્ટકટ રસ્તે ઝાડી કટિંગની સાથે માર્ગનું સમારકામ કરાતાં વાહન ચાલકોને લાંબા સમયની સમસ્યામાંથી મુક્તિ મળી છે. કામગીરીમાં નગરસેવકો જયેશભાઈ કાનાણી, હીરાભાઈ રબારી સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd