માધાપર (તા. ભુજ), તા. 8 : અહીં દિવાળી
પર્વે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના
17 વર્ષથી દિવાળી કપ આંતરજ્ઞાતિ
ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ક્રિષ્ના ગ્ર્રુપ માધાપર દ્વારા કરાય છે. દિવાળીના ત્રણ
દિવસ માધાપરમાં સુતાર-કડિયાકામ કરતા યુવાનો પોતાના કામકાજ બંધ રાખતા હોય છે, તેથી આ ટૂર્નામેન્ટ જોવા મોટી સંખ્યામાં આવે
છે. આજે ટૂર્નામેન્ટના સ્પોન્સર સ્વ. રણધીરભાઇ બેચુભાઇ આહીર હસ્તે કમલેશભાઇ,
જિ.પં. સદસ્ય રમેશભાઇ ચાડ, માધાપર નવાવાસ સરપંચ
વાલજીભાઇ ડાંગર, અરજણભાઇ ભુડિયા, તુષારીબેન
વેકરિયા, ચિંતન ભંડેરીના હસ્તે દીપ પ્રાગટય કરી ટોસવિધિ કરી દાતા
પરિવારને સન્માનિત કરાયો હતો. આ પ્રસંગે અરજણભાઇ ભુડિયાએ 17 વર્ષથી ચાલતી આ ટૂર્નામેન્ટ
માટે આયોજકને અભિનંદન આપી ખેલાડીને ખેલદિલીથી રમી ગામમાં આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભાઇચારાનું
માધ્યમ બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આયોજન ભાવેશ વાગડિયા, કમલેશ ભુડિયા, મુકેશભાઇ
આહીર, વિજય વાગડિયા, અશ્વિન પિંડોરિયા,
પ્રકાશ આહીર, રાજેશ ગજ્જર સંભાળી રહ્યા છે. સંચાલન
સચિન વાગડિયાએ કર્યું હતું. સિટી સ્પોર્ટસ, વી.એસ. સોલાર,
કે.બી. ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બાલકૃષ્ણ
ગ્રુપે સહયોગી દાતા તરીકે ટૂર્નામેન્ટ માટે સહયોગ આપ્યો છે.