• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ કાળી તળાવડીના ગં.સ્વ. ચંદ્રીકાબેન જેરામભાઇ ચોથાણી (.. 90) તે સ્વ. જેરામ લખમશીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન લખમશીના મોટા પુત્રવધૂ, જીવરામ ઉમરશી અનમ (નલિયા)ના પુત્રી, જયેશભાઇ, સ્વ. લતાબેન, પ્રતિમા હંસરાજ કારિયા (અંજાર), હંસાબેન જેન્તીલાલ ઠક્કર (માંડવી), ભારતીબેન રાજેન્દ્રકુમાર કોડરાણી (અંજાર), હીનાબેન શૈલેષભાઇ કોઠારી (નખત્રાણા)ના માતા, કસ્તુરીબેન (જયશ્રી)ના સાસુ, નંદિશ, શિવાની, બાલકૃષ્ણના દાદી, પૂજાબેનના દાદી સાસુ, સીમા, રીટા, રાધિકા, પ્રિયા જિજ્ઞેશ, કમલેશ, ચેતન, ધવલ, નીલના નાની, સ્વ. દલપતભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ. મણીબેન, સ્વ. કમળાબેન, સ્વ. વિજયાબેન, ગં.સ્વ. મંજુલાબેનના ભાભી, સ્વ. પરેશ, રીટાબેન, રશ્મીબેન, અનિતાબેન, ડિમ્પલબેનના મોટીમા, સ્વ. માવજીભાઇ, સ્વ. ઝવેરીલાલ, સ્વ. કસ્તુરબેન, જવેરબેન, ભગવતીબેનના બહેન, માવજી ગોવિંદજી સોનાગેલા (ઘડુલી)વાળાના વેવાણ તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી ભીવંડીવાલા વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં ભુજ ખાતે.

ભુજ : .કા.ચા. મોઢ બ્રાહ્મણ જયંતકુમાર ભટ્ટ (ભાણાભાઇ) (નિવૃત્ત એસ.ટી.) (.. 91) તે સ્વ. ધનલક્ષ્મીબેન (ભનીબેન) દેવકૃષ્ણ ભટ્ટના પુત્ર, સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. ભાગીરતીબેન વિશ્વનાથ પંડ્યા, હસમુખબેન ગુલાબશંકર ત્રિવેદી, સ્વ. પ્રભાવન્તિબેન અમૃતલાલ ઉપાધ્યાય તથા પ્રેમિલાબેન નિરંજન દવેના ભાઈ, સ્વ. ઉમાકાન્તભાઈ, હરેશભાઈ , સ્વ. પરેશભાઈ અને મકુભાઈ તાપીશંકર ત્રિપાઠીના બનેવી, સ્વ. વિનોદભાઈ , કીર્તિભાઈ, દીપકભાઈ પંડ્યા, સ્વ. ભાનુભાઇ, હરેશભાઈ, વિમલભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ, કૌશિકભાઈ દવેના મામા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-3-2024ના રવિવારે  સાંજે 4.30થી 5.30 કલાકે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ભુજ ખાતે.  

ભુજ  : સૈયદ મરીયમ મામદ (.. 49) તે સૈયદ મામદ ઉમામુદીનના પત્ની, મુસ્તફાના માતા, રોશન અને અબ્દુલા આધમ સમાના પુત્રી, . હાજીયાણી અમાબાઈના પૌત્રી, . સમા ફકીરમામદ અભા, . સમા અબ્દુલ અલીમામદ, રાજા બાબુ બુઢા, સમા બાબુ અલીમામદ, . સુમરા ઈશબ કાસમના ભત્રીજી, સમા અજીજ અબ્દુલા, . ફાતેમા ફકીરમામદના બહેન, સમા આફતાબ અજીજ, સમા અફસાના અજીજના ફુઈ તા. 30/3/2024ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 2/4/2024ના સવારે 9થી 10 સહેજવાળા માતામ, પઠાણ મસ્જિદ, ભુજ ખાતે. 

ભુજ/સાંગલી : મારૂ કંસારા સોની ગં.સ્વ. કાંતાબેન (.. 78) તે સ્વ.હીરાલાલ શિવલાલ પોમલના પત્ની,  ભુજના જવેરબેન શામજી દેવકરણ બુદ્ધભટ્ટીના પુત્રી, ચંદ્રકાંત, પ્રવીણચંદ્ર, હર્ષદભાઇ, રાજેશભાઇ, પ્રભાબેન જેન્તીલાલ પોમલ, માધવીબેન મનોજભાઇ જોષી (મસ્કત)ના મોટા બહેન, શારદાબેન, પ્રેમીલાબેન, ઉમાબેન, ભારતીબેનના નણંદ, સાંગલીના સ્વ. વેલુબેન શિવલાલ પ્રાગજી પોમલના પુત્રવધૂ, મનીષના માતા, જેન્તીભાઇ (સાંગલી), અંબાલાલભાઇ (રાજકોટ), હર્ષાબેન (ભુજ)ના ભાભી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. માતૃપક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2024 સોમવારે ચનાણી પાર્ટી પ્લોટ પીપળા ફળિયા, કંસારા બજાર ભુજ મધ્યે સાંજે 5થી 6 કલાકે.

ગાંધીધામ : મૂળ ગામ કુકમા હર્ષદગિરિ નરશીગિરિ ગોસ્વામી (.. 42) તે દેવુબેન નરશીગિરિના પુત્ર, કંચનબેનના પતિ, નીતિન, હીનાના ભાઈ, નિરાલી, સુહાનીના પિતા, સ્વ. અમૃતગિરિ, ચંચલગિરિ, સ્વ. ધનીબેન (ગળપાદર),  સ્વ. મણીબેન (પદ્ધર), સ્વ. મંગુબેન (તુણા), હિંમતગિરિ છગનગિરિના ભત્રીજા, નારોતમગિરિ, રમેશગિરિ, નીલેશગિરિ, જિજ્ઞેશગિરિ, નિતેશગિરિ (ભુજ), દયાબેન  શંભુગર (સુરત), રીટાબેન વિશ્રામભારથી (મમુઆરા), ધર્મિષ્ઠાબેન પ્રતાપગિરિના કાકાઈ ભાઈ, શશીબેન મોહનગર શંકરગર (આદિપુર)ના જમાઈ, નિલેશગિરિના બનેવી, નાથીબેન બેચરગર (કુંભારિયા)ના દોહિત્ર, મણીબેન (રમાબેન) રમેશગિરિ (માંડવી), ચંચલગર, ગુણવતગર, શંભુગર, નવીનગર, પ્રવીણગર, ગાવિંદગર, શૈલેષગર, નિતીનગર (કુંભારિયા)ના ભાણેજ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સાંજે 4થી 5 કાંજનાની હોલ સી.સી.- ભારતનગર ખાતે  અને  ઉતરક્રિયા તા. 8-4-2024ના.

અંજાર : મૂળ ખેડોઇના ગં.સ્વ. જયાબેન રણછોડ ઠક્કર (..81)  તે સ્વ. રણછોડદાસ ઠક્કરના પત્ની, રમેશભાઇ (રોટીવાળા), સ્વ. હરીશભાઇ, જયંતીભાઇ (રોટીવાળા), મીનાબેન મહેશભાઇ રૂપારેલ, મનીષાબેન જયેશભાઇ ચંદેના માતા, રસીલાબેન, રીટાબેન, જ્યોત્સનાબેનના સાસુ, મોનિકા, મયુરી, વિશાલ, અવની, પ્રિયા, તિથિ, ભવ્યના દાદી, અમિત, તેજસ, નીરજના નાની તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-3-2024ના રવિવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, અંજાર મધ્યે બંને પક્ષની સાથે.

અંજાર : મૂળ સમાઘોઘાના નારાણ ચતુરભાઇ જોગી (ભગા) (કેપીટી) (.. 53) તે સ્વ. ચતુરભાઇ તથા સોનબાઇના પુત્ર, કાંતાબેનના પતિ, ઇલાબેન જીતેશ, યોગેશ, જયશ્રીબેન લખમશી, પ્રવીણના પિતા, ભાઇલાલ, હીરાભાઇ, રસીલાબેન મીઠુ, રતનબેન શામજી, કાનજીભાઇ, જેન્તીભાઇના ભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. વિશનજીભાઈ, દાજીભાઇના ભત્રીજા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સાંજે 5થી 6 વાગ્યે રામેશ્વર નગર, અંજાર ખાતે.

અંજાર : ધોબી રિઝવાન ઈબ્રાહિમ ઈશા (.. 30) તે રાહીનના પિતા, મજીદ ઈબ્રાહિમના નાનાભાઈ, અલ્તાફ, અફઝલ, સાહીલના મોટાભાઈ, આદમ ઈશાના ભત્રીજા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2024ના સોમવારે અસર નમાજ બાદ નિવાસસ્થાને ધોબી વાસ, ધોબી મસ્જિદની બાજુમાં અંજાર ખાતે. 

માંડવી : વિજયાગૌરી હરિરામ ગંધા (..87) તે સ્વ. હરિરામ ત્રિકમજી ગંધાના પત્ની, સ્વ. ગંગાબેન મેઘજી ઠક્કર (છસરા)ના પુત્રી, વિજયભાઇ, (જલુભા) જયેશભાઇ, નીનાબેન, કોકીલાબેન, ચેતનાબેન (માંડવી નગરપાલિકા)ના માતા, સ્વ. કેશવજી મેઘજીભાઇ ઠક્કર (ભુજ), સ્વ. રાધાબેન રાઘવજી ઠક્કર (ભુજ), સ્વ. મણીબેન લાલજી ઠક્કર (જડોદર કોટડા)ના બહેન, સ્વ. હરિશકુમાર મંગલદાસ ઠક્કર (મુંબઇ), હરેશકુમાર વલ્લભદાસ ભીંડે (ભુજ), વિરલકુમાર નાનાલાલ શાહ, જિજ્ઞાનાના વિજયભાઇ, મીના જયેશભાઇના સાસુ, સ્વ. સુરેશ વાલજી (મુંબઇ), નિર્ભય શંકરભાઇ (મુંબઇ)ના કાકી, મિલન વિજયભાઇ (ભુજ નગરપાલિકા), અભિષેક જયેશભાઇ, જૈમિન જયેશભાઇના દાદી, ડો. અર્ચના અલ્પેશકુમાર પટેલ (મુંબઇ), તૃપ્તી આનંદકુમાર જોબનપુત્રા (ભુજ), મયુર હરીશભાઇ ઠક્કર, વિનીત વિરલ શાહના નાની તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે  બપોરે 4થી 5 લોહાણા મહાજનવાડી તળાવ ગેટ માંડવી મધ્યે. 

નખત્રાણા : કડવા પાટીદાર સુનીલભાઇ ગોપાલભાઇ વાસાણી (.. 50) તે સ્વ. ગોપાલભાઇ મુળજીભાઇ તથા ગં.સ્વ. દમયંતીબેનના પુત્ર,  સુશીલાબેનના પતિ, સાર્થક, વિદ્યાના પિતા, ભરતભાઇ, કિશોરભાઇ, હરેશભાઇના મોટા ભાઇ તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-3-2024ના તથા તા. 1-4-2024ના રવિવાર-સોમવાર બે દિવસે સવારે 8.30થી 10.30 બપોરે 3થી 5 વાગ્યા સુધી સત્યનારાયણ સનાતન પાટીદાર સમાજવાડી જૂનાવાસ નખત્રાણા ખાતે.

ભચાઉ : ઠા. ચંદુલાલ હરખચંદ પોપટ (.. 68) (મૂળ ભરૂડિયાના) તે સ્વ. શાંતાબેન હરખચંદ (પોપટ)ના પુત્ર, સ્વ. સરસ્વતીબેનના પતિ, સ્વ. ઠા. રવજીભાઈ મોતીચંદભાઈ (પંડિત) (રાપર)ના જમાઈ, સ્વ. ઠા. લખમશીભાઈ, વાઘજીભાઈ, જીવરાજભાઈ, મંગલજીભાઈ (ભચાઉ), સ્વ. ઠા. લાડુબેન ધનજી ગંધા, લાલુબેન ખીમજી મજીઠિયા, દિવાળીબેન મુળજી રાજદેવ (રાપર)ના ભત્રીજા,  સ્વ. ઠા. કેશવજી કાનજી પુજારા (ભચાઉ)ના દોહિત્ર, સ્વ. ઠા. દિવાળીબેન ડાયાલાલ ઉદેચા (જાટાવાળા)ના ભાણેજ, જ્યોતિબેન મહેશકુમાર ચંદે (ભુજ) અને મેહુલના પિતા, રિદ્ધિ અને યુગના નાના, ઠા. નર્મદાબેન મનસુખલાલ આદુઆણી (થાણા), ગં. સ્વ. કાંતાબેન નરેન્દ્ર આદુઆણી (ભચાઉ), ઠા. ઉર્મિલાબેન ચંદુલાલ આદુઆણી (અંજાર), ઠા. બાબુલાલ, પ્રવીણભાઈ, નવીનભાઈના ભાઈ, કુસુમબેન રાજેશકુમાર મીરાણી (આદિપુર), નેહાબેન રાજનકુમાર રાજદેવ (ભુજ), પિયુષ, યોગેશ, વિશાલ, ભગીરથ, નિધિ અને આદિત્યના મોટા બાપા, ઠા. બળવંતભાઈ, અમૃતભાઈ, કિશોરભાઈ, સ્વ. હરજીવનભાઈ, સ્વ. વિઠ્ઠલજીભાઈ, સ્વ. રૂક્ષમણીબેન, ભગવતીબેન, પુષ્પાબેનના બનેવી  તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 1-4-2024ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ભચાઉ મધ્યે. 

માધાપર : સંજય (..42) (રહે.?ઘનશ્યામનગર-માધાપર) તે કુસુમબેન નરેન્દ્રભાઇ ગણપતભાઇના પુત્ર, સ્વ. કાંતિલાલ, સ્વ. જશવંતરાયના ભત્રીજા, યોગેશ (પપ્પુ), નીશા (કોટા), ભરત, ધનુબેન, જીજીબેન, રાજુબેન, ભાવેશ, નિરજના નાનાભાઇ તથા તનીશ, દેવાંગ, કિશન, સંદિપ, પૂજા, કેશવ, નંદની, માહિના કાકા, ખુશી અને રજનીશના મામા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 સુધી જેઠી સમાજવાડી, મલ્લશેરી ભુજ મધ્યે. 

ધાણેટી : ગણેશ હીરાભાઇ?ઢીલા (..62) (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) તે રાજીબેન અને હીરાભાઇના પુત્ર, ગં.સ્વ. રાણીબેનના પતિ, ભચુ સામતભાઇના ભત્રીજા, કાનજી હીરા, હરિ ભચુભાઇ, સ્વ. જશીબેન ડાંગર, દેવીબેન છાંગાના ભાઇ, અરજણભાઇ ડાંગર, રામજીભાઇ છાંગાના સાળા, પ્રવીણ, પરબત, કાનજીના પિતા, મહેશના કાકા, ઉમંગ, અદ્વૈતના દાદા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું પાણીના ટાંકાની બાજુમાં ધાણેટી ખાતે. 

દેશલપર કંઠી (તા. મુંદરા) : પુનશી કાનજી ભાગવંત તે ધનબાઇના પતિ, સ્વ. વીરા ખીમરાજ વિંઝોડા (માંડવી)ના જમાઇ, સ્વ. ગાંગજી, સ્વ. હીરજી, માનબાઇ મગા મારાજ (નવીનાળ), કેશરબાઇ સુમાર ધેડા (નાગલપર)ના ભાઇ, લક્ષ્મી લાલજી મારાજ, વાલજી, જગદીશના પિતા, હંસાબેન, ગંગાબેનના સસરા, ક્રિષ્ના, અરૂણ, બિપિન, અનષીતા, નિર્જલા, બેસીકાના દાદા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. 

સુખપર (તા. મુંદરા) : જુસબ મામદ સોતા (..62) તે રફીક, મુસ્તાક, બાઇયાબાઇ, હાઝરાબાઇ, હમીદાબાઇના પિતા, ફકીરમામદ, જુમાભાઇના ભાઇ, સલીમ સોતા (સુખપર-પટેલ)ના કાકા, જાનમામદ, ઇકબાલ સોતા, અલીમામદ સોતા, જુસબ મામદ સોતાના સસરા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2024ના રવિવારે સાંજે 6 વાગ્યે અસર નમાજ બાદ મસ્જિદની બાજુમાં સુખપર જમાતખાના ખાતે. 

મોખા (તા. મુંદરા) : જાડેજા કલુભા બનેસંગજી (..55) તે સ્વ. બનેસંગજીના પુત્ર,  સ્વ. હરિસંગજી, સ્વ. શિવુભા હમીરજીના ભત્રીજા, જાડેજા ભરતસિંહ, જીતુભા, નરપતસિંહના મોટાભાઇ, જાડેજા જટુભા, સ્વ. ચકુભા, પ્રેમસંગ, ધીરુભા, જુવાનસંગ, નટુભા, જગુભા, ગુલાબસંગના નાના ભાઇ, દિલીપસિંહ જાડેજાના પિતા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. સદ્ગતનું બેસણું મોખા ક્ષત્રિય સમાજવાડીમાં. 

કોટડા રોહા : કેશવજી ભાણજી લીલાધર ગાલા (..85) તે પુરબાઇ ભાણજી લીલાધર ગાલાના પુત્ર, લક્ષ્મીબેન હરશી ખીયશી નાગડા (સણોસરા), ગંગાબેન આસુ કુંવરજી નાગડા (નરેડી)ના જમાઇ, વિમલાબેનના પતિ, પ્રવીણ, સ્વ. પુષ્પા, પ્રીતિ, કિરણના પિતા, ભારતી પ્રવીણ, હમલા મંજલના પીયુષ જયંતીલાલ, કોટડા રોહાના ભરત વલ્લભજીના સસરા, વિશનજી ભાણજી, મોથાળાના જવેરબેન વસનજી, ગઢશીશાના કસ્તુરબેન ભવાનજી, નારાણપરના નયના નવીન, કોટડાના નિર્મલા લાલજીના ભાઇ, નયનાના જેઠ તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-3-2024ના સવારે 10થી 11 વાગ્યે કોટડા રોહા મહાજનવાડીમાં. 

મંગવાણા : ઉમરાણિયા ભાવનાબેન પ્રવીણકુમાર (..49) તે પ્રવીણભાઇ વેલજી ઉમરાણિયાના પત્ની, વેલજી કારાના પુત્રવધૂ, આદિત્ય, માનસીના માતા, સુનીલ દિનેશકુમાર, વીરેન્દ્ર દિલીપભાઇ, દિપેશ જેન્તીલાલના કાકી, સાવિત્રીબેન, ઝવેરબેન, ઉર્મિલાબેનના દેરાણી, તૃપ્તીબેન, મીનાબેન, વૈશાલી, ભૂમિ, રિંકલ, ક્રિષ્નાના કાકી, સ્વ. હીરુબેન ત્રિકમભાઇ પરમારના પુત્રી (દયાપર), સ્વ. તુલસીદાસ, મણીલાલભાઇ, કેશુભાઇ, હરિભાઇ, સુરેશભાઇ, શાંતિભાઇ, પુષ્પાબેન, છગનભાઇના બહેન, રતિલાલભાઇ, કાનજીભાઇ, દેવકરણભાઇના ભત્રીજી, દામજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, શિવજીભાઇ, કેશવજીભાઇના ભાણેજી તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-4-2024ના સોમવારે 4થી 5 વાગ્યે જલારામ મંદિર ભગીરથ સોસાયટી મેઘપર (બોરીચી-અંજાર) ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : પાયણ માનબાઇ (.. 84) તે સ્વ. ભીમજીભાઈ શિવજી પાયણના પત્ની, ભચીબેન રાજાભાઈ મેરિયા (જડોદર-કો.), વેલજીભાઈ પાયણ (એસ.ટી. ટ્રાફિક કન્ટ્રોલર નખત્રાણા), છગનભાઈ (આઇ.ટી.આઇ. વોચમેન નખત્રાણા)ના માતા,  સ્વ. હરજીભાઈ, સ્વ. ગોવાભાઈ, સ્વ. હમીરભાઇ, સ્વ. જેઠાભાઈના ભાઈના પત્ની,  રશ્મિન, બિપિન, સુનીલ, નીતાબેન જેન્તીલાલ ભધ્રુ (મથલ), હર્ષકુમાર, કિશન, સચિનના દાદી, રાજાભગત મેરિયા (જડોદર-કો.)ના સાસુ, જેન્તીલાલ જેઠા ભદ્ર (મથલ)ના દાદી સાસુ,  સ્વ. નારણભાઇ, ડાયાભાઇ, અરજણભાઇ, કાનજી, ધનજી, મગન, મનજી, મોહન, શંકરભાઈ, વિશ્રામભાઈના કાકી, શંકરલાલ, પરબતભાઈ, જગદીશ, વિનોદ, ખેતશીભાઈના મોટીમા, સાંગનારાના સ્વ. દાદુ કાયા જેપારના પુત્રી, દાયા હીરા જેપાર, ભોજા સુમાર બળિયા, રમેશ સુમાર બળિયા (નેત્રા)ના બહેન, અરાવિંદ, મનોજ, હસમુખ, પ્રેમિલાબેન ડાયા જેપાર (વ્યાર)ના નાની,  ભાણજીભાઈ જેપાર (રાવલવાડી ભુજ)ના મામી તા. 30-3-2024ના શનિવારે અવસાન પામ્યા છે. આગરી તા. 9-3-2024ના મંગળવારે રાત્રે અને ઘડાઢોળ તા. 10-3-2024ના સવારે નિવાસ સ્થાને દેવિસર મુકામે.  

બંધડી (ભચાઉ) : સાધુ બાલકદાસ વીરદાસ (..83) (હાલે ગાંધીધામ) તે પુષ્પાબેન સાધુના પતિ, દિવાળીબેન પ્રભુદાસ સાધુના ભાઇ, લખમશી, રાજેશ, સ્વ. ત્રવેણી, કલાવતી, સરસ્વતીના પિતા, રવીન્દ્ર, દિલીપ, ચંદ્રીકાબેનના સસરા, પૂજાબેન, પાયલબેનના દાદાજી સસરા, સ્વ. કિશોરદાસ, તુલસીદાસ, ગોકળદાસના સસરા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 1-4-2024ના સોમવારે નિવાસસ્થાન નવી સુંદરપુરી, આહીરવાસ ગાંધીધામ મધ્યે 

ખારોઇ (તા. ભચાઉ) : સુથાર કુંવરજી નાનજી (..46) તે કાશીબેન નાનજી સુથારના પુત્ર, નીતાબેનના પતિ, મંજુલાબેન ગોવિંદભાઇ દાવડા (આણંદ)ના જમાઇ, ધરમશીભાઇ, ધારશીભાઇ, અમૃતલાલ, કાનજીભાઇ, વેલુબેન ધીરજલાલ ઘોઘાઇ (વોંધ), રસીલાબેન રોહિતકુમાર હંસોરા (મુંદરા)ના બનેવી, વિનીત, માનસીના પિતા, માયા, ગીતા, અરવિંદ, કમલેશ, રૂષભ, સાગર, સપના, ભારતી, નિકુલ, રિદ્ધિ, રૂદ્રના કાકા તા. 29-3-2024 અવસાન પામ્યા છે. લોકાઇ અને મોરિયા શુક્રવાર તા. 12-4-2024ના નિવાસસ્થાને ખારોઇ ખાતે. 

નાની ધુફી : પલ (ભાટી) દીપસંગજી અરજણજી (..75) તે સ્વ. પલ ભાટી પ્રતાપસિંહ, પલ ભાટી કાકુભાના ભાઇ, સ્વ. જાડેજા દીપસંગજી પ્રાગજી, જાડેજા દેવાજી આમરજી, ગનુભા આમરજીના  મામા, સ્વ. પ્રેમસંગના કાકા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી નાની ધુફી ખાતે. 

દયાપર (તા. લખપત) : ખત્રી હાજિયાણી રોમતબાઇ હાજી જમાલ (..82) (કોરાઇ) દયાપરવાળા તે . હાજી જમાલ જુનસના પત્ની, હાજી અલીમામદ (નલિયા), અબ્દુલ્લા, યુનુસ, ઇબ્રાહીમ (ભુજ), સલમા હમજા (વાયોર)ના માતા, ઉમર જુનસના ભાભી, હાજી અકીલ, ડો. શકીલ (નલિયા), ફેઝાન, આતીફ, રેહાના ઝુબેરના દાદી તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2024ના સોમવારે સવારે 10.30 કલાકે દયાપર નિવાસસ્થાને. 

નરા (તા. લખપત) : કેસરબેન પેથાભાઇ ખોખર (..58) તે પેથાભાઇ ગોવિંદ ખોખરના પત્ની, મંગાભાઇ ગોવિંદના ભાભી, કિશોરભાઇ, દામજીભાઇ, રમીલાબેન દીપકભાઇ બોખાણી (ભુજ)ના માતા, સ્વ. માનબાઇ અને સ્વ. રામજી નારાણ ગોરડિયા (અંજાર), જશમાબાઇ અને આચારભાઇ નારાણ સીજુ (વાલ્કા)ના પુત્રી,  ધનજીભાઇ, ગોવિંદભાઇ, મેઘજીભાઇ, પચાણભાઇ ગોરડિયા (અંજાર), દેવજીભાઇ, કમાભાઇ, લખુભાઇ, કાનાભાઇ સીજુ (વાલ્કા)ના બહેન તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા-આગરી તા. 2-4-2024ના મંગળવારે રાત્રે અને ઘડાઢોળ પાણી તા. 3-4-2024ના સવારે નિવાસસ્થાન નરા મધ્યે.

દાદર (મુંબઇ) : મૂળ રાપરના માધવીબેન (.. 41) તે ધર્મેન્દ્ર ધીરજલાલ રતિલાલ મોરબિયાના પત્ની, નીલાવંતીબેન ધીરજલાલ મોરબિયાના પુત્રવધૂ, ચેતનાબેન નરેન્દ્ર શાહ, મમતાબેન મનીષ મહેતા તેમજ નિકુંજના ભાભી, ખ્યાતિબેનના જેઠાણી, પ્રિન્સ, પરીના માતા, જેન્યાના કાકી, કંચનબેન રજનીકાંતભાઇ કપૂરચંદ શેઠ (મૂળ રવ હાલે ગાંધીધામ)ના પુત્રી, કલ્પેશ, ચાંદનીના બહેન, જયેન્દ્ર ધારશી મોરબિયાના ભાણેજી તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સાંજે 4થી 5.30 કલાકે મુંબઇ મધ્યે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang