નવી દિલ્હી,
તા. 16 : લદ્દાખમાં
ચાલી રહેલા આંદોલને ફરી એક વખત જોર પકડયું છે. કાર્યકર્તા સોનમ વાંગચુક જેલમાંથી બહાર
આવ્યાના માત્ર બે દિવસ બાદ સોમવારે લેહ અને કારગિલ શહેરમાં મોટાપાયે રેલીઓ થઈ હતી.
લેહ એપેક્સ બોડી (એલએબી) અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ)ના આહ્વાન ઉપર પ્રદર્શન
થયા હતા. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર સમક્ષ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો, છઠ્ઠી અનુસૂચી લાગુ કરવાની માગ ઉપર ફરીથી વાતચીત શરૂ કરવાની અપીલ કરવાનો હતો.
છેલ્લા પાંચ વર્ષથી એલએબી અને કેડીએના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. તેવામાં પ્રદર્શનના
કારણે કારગિલ અને આસપાસના દ્રાસ ક્ષેત્રમાં પૂર્ણ બંધ રહ્યું હતું. જ્યારે પુરા લદ્દાખ
પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને ચાંપતી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં
આવી હતી કે કોઈપણ અપ્રિય ઘટના બની નથી. આ રેલી એલએબી તરફથી સપ્ટેમ્બર મહિનામાં થયેલી
હિંસક ઘટનાઓ બાદની પહેલી મોટી જનસભા હતી. જેમાં પોલીસ કાર્યવાહી બાદ પ્રશાસને સખતાઈ
રાખી હતી. વાંગચુકને એનએસએ હેઠળ લગભગ છ મહિના સુધી હિરાસતમાં રાખવામાં આવ્યા હતા. કેન્દ્ર
સરકાર દ્વારા શનિવારે હિરાસતને સમાપ્ત કરવાની ઘોષણા કરી હતી. જેને તમામ પક્ષ સાથે રચનાત્મક
સંવાદને સુગમ બનાવવાનળ:ા હેતુથી લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો હતો. એલએબી અને કેડીએએ
વાંગચુકની મુક્તિ પહેલા જ આગામી દોરની વાતચીત માટે પ્રદર્શનનું એલાન કર્યું હતું. ફેબ્રુઆરીમાં
હાઈ પાવર્ડ કમિટિની બેઠકમાં બન્ને સંગઠને વાગચુક સહિત 70 અન્ય કેદીઓની શરતો વિના મુક્તિની માગણી કરી હતી.