વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 16 : અત્યંત અભાવ, ઉપેક્ષાની પરવા કર્યા સિવાય સાર્વજનિક
સેવાના ભાવથી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે મીઠી વીરડી બનનાર કચ્છી લેવા પટેલ સમાજે સ્થાપનાના
62મા વર્ષે `સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાન'નો મહામંત્ર દોહરાવ્યો હતો. વર્તમાન નેતૃત્વ એવા ગોપાલભાઇ ગોરસિયાના નિર્ણયોને
બિરદાવ્યા હતા. 1965માં
ધનજીભાઇ ભંડેરી અને નાઇરોબીના કાર્યકર્તાઓએ અનેક પડકારો સામે ઝઝૂમી માધાપર સરસ્વતી
વિદ્યાલય ખાતે સમાજની સ્થાપના કરી હતી. વિગતો આપતાં સમાજના આગેવાન અરજણભાઇ પિંડોરિયાએ
વિકાસનો ચિતાર આપ્યો હતો. 25 વર્ષમાં
50 લાખ દર્દીની સારવાર એક ઇતિહાસ છે. કે. કે. પટેલ હોસ્પિટલની
સ્થાપના, કૃષિ મોલની સેવા વર્તમાન અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાની દીર્ઘદૃષ્ટિની
દેન હોવાનું વક્તાઓએ ઉમર્યું હતું. મોભી આર. આર. પટેલે કન્યા-કુમાર શિક્ષણની યાત્રા
વર્ણવતાં એક સમયે 1400 સંખ્યા
હોવાની વાત કરી હતી. જાણીતા કેળવણીકાર કેશરાભાઇ પિંડોરિયા, આર. એસ. હીરાણી, દાતા કે. કે. જેસાણી, દાતા અને ઉપાધ્યાક્ષ ધનસુખભાઇ સિયાણી, હરજીભાઇ માધાપરિયા,
પ્રવીણભાઇ પિંડોરિયા, દાતા રવજીભાઇ ગોરસિયા,
લક્ષ્મણભાઇ રાઘવાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ
વરસાણી, દાતા મેઘજીભાઇ ખેતાણી, પ્રેમજીભાઇ
હાલાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંકલન સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, મંત્રી કરશનભાઇ મેપાણી તેમજ સમાજ કમિટીના સર્વે ટ્રસ્ટીઓએ ટ્રસ્ટ મંત્રી મનજીભાઇ
પિંડોરિયા, ખજાનચી રામજીભાઇ સેંઘાણીના સંકલન હેઠળ કર્યું હતું.
માતુશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના છાત્રોએ રજૂઆત કરી હતી. મહિલા વિભાગના કાંતાબેન
વેકરિયા, મનીષાબેન પટેલ, કસ્તૂરબેન ગોરસિયા,
અર્પિતા વેકરિયા, દક્ષાબેન પિંડોરિયા, પુષ્પાબેન મેપાણી, કસ્તૂરબેન, શીલાબેન
વોરા, રામજી વાલાણી, રવજી કેરાઇ,
ગોપાલ વેકરિયા, ટ્રસ્ટના ખજાનચી વિનોદભાઇ પિંડોરિયા,
રવજીભાઇ કેરાઇ સહિતના ચોવીસીના અનેક આગેવાનો જોડાયા હતા. આર.ડી.ના દીકરાઓ
પણ સભામાં સમાજના ઇતિહાસથી અવગત થયા હતા. યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા,
યુગાંડા, નાઇરોબી પ્રમુખ પ્રવીણભાઇ પિંડોરિયા,
પૂર્વ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા તથા જ્ઞાતિજનોએ સમાજની આ ઉમદા ઉજવણીને
બિરદાવી હતી.