નવી
દિલ્હી, તા. 16 : ટીમ
ઇન્ડિયાના વન ડે કેપ્ટન શુભમન ગિલે 2027ના
વન ડે વર્લ્ડ કપને અંતિમ લક્ષ્ય બનાવ્યું છે. ખાસ કરીને 2023માં ભારતીય ટીમ ખિતાબ જીતવાની નજીક હતી અને ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયા સામે આંચકારૂપ હાર થઇ હતી. બીસીસીઆઇના નમન એવોર્ડ સમારોહમાં 202પના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટ જાહેર થનાર શુભમન ગિલે
એન્કર હર્ષ ભોગલે સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2027 વન
ડે વિશ્વ કપ એવું લક્ષ્ય છે, જે હરહાલમાં હાંસલ કરવું જ છે. અમે
ગત સ્પર્ધામાં જીતવાની નજીક હતા. હવે સાઉથ
આફ્રિકામાં અમને વધુ એક મોકો મળશે. જે અમારા માટે શાનદાર તક છે.