• મંગળવાર, 17 માર્ચ, 2026

ભુજપુરની વાડીમાં કાર-બાથરૂમમાંથી પાંચ લાખના શરાબ સાથે શખ્સ દબોચાયો

ભુજ, તા. 16 : ગઈકાલે રાતે મુંદરાના મોટી ભુજપુરની વાડીમાં ક્રેટા કારા અને બાથરૂમમાંથી રૂા. 5,07,776ના શરાબના જથ્થા સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી પડયો હતો. ગઈકાલે રાતે એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સવા ઉર્ફે સવરાજ હભુ બાતિયા (ગઢવી) (રહે. કંઢોલ વાડીવિસ્તાર, ઝરપરા, તા. મુંદરાવાળો) મોટી ભુજપુર ગામે આવેલી નર્મદા કેનાલની ઉત્તર દિશા તરફ પોતાની કબજાની વાડીમાં સફેદ ક્રેટામાં તથા વાડીના બાથરૂમમાં શરાબનો જથ્થો રાખ્યો છે. જે સગેવગે કરવાની તૈયારીમાં છે. આ બાતમીના પગેલ દરોડો પાડતા આરોપી પોલીસને જોઈ નાશવા જતા તેને પકડી પાડયો હતો. ઝડપાયેલા સવાની ક્રેટા કાર નં. જી.જે. 12 ઈઈ-2077માંથી અને તેના ભોગવટાની વાડીના બાથરૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 64 બોટલ જેની કિ.રૂા. 5,07,773 અને એક મોબાઈલ ફોન કિ.રૂા. 5,000 તથા રોકડા રૂા. 900 તેમજ રૂા. 10 લાખની કાર એમ કુલ્લે રૂા. 15,13,676ના મુદામાલ સાથે ઝડપી મુંદરા પોલીસ મથકે પ્રોહિબિશન તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

Panchang

dd