ગાંધીધામ, તા. 16 : આદિપુરમાં
વ્યાજખોરોના ત્રાસથી શહેર ભાજપ મંત્રી દીપેશ ત્રિપાઠીએ કરેલી આત્મહત્યાના કેસમાં વધુ
એક આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. પોલીસના
સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ પ્રકરણમાં 18 શખ્સ સામે નાણાં ધીરધારે મરવા મજબૂર કરવા સહિતની કલમો
તળે ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં મુંદરાના મહાવીરનગરમાં રહેતા આરોપી વિપુલ હરસુખલાલ
રૂડાણીની એલ.સી.બી.એ અમદાવાદ-નરોડા ખાતેથી ધરપકડ કરી હતી. વધુ કાર્યવાહી માટે આદિપુર
પોલીસને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી એક મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા છે.