• મંગળવાર, 17 માર્ચ, 2026

લોકોના લોહીના પૈસા : પાક. ખેલાડીને ખરીદવા પર ગાવસ્કર ગુસ્સે

નવી દિલ્હી, તા. 16 : ઇંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગના ઓકશનમાં ભારતીય માલિકની ફ્રેંચાઈઝી સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને ખરીદવા પર ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કર ઘણા રોષિત છે. તેમનું કહેવું છે કે ભારતીય લોકોના લોહીના આ પૈસા છે. પાકિસ્તાની ખેલાડીને જે પણ પૈસા મળે છે તે તેની સરકારને ટેકસના રૂપમાં મળે છે. જેનો ઉપયોગ તેઓ હથિયાર અને આતંક માટે કરે છે. ગવાસ્કર કહે છે કે સનરાઇઝર્સ લીડસનો કોચ ડેનિયલ વિટ્ટોરી કદાચ આ સંવેદનશીલ મુદો સમજશે નહીં, પણ ભારતીય માલિકોએ ધ્યાન રાખવું જોઇએ. જો માલિક ભારતીય હોય તો અપ્રત્યક્ષ રૂપે એવી સિસ્ટમને પૈસા આપે છે જે ભારતીય સૈનિક અને નાગરિકના મોતનું કારણ બને છે. શું એક ટૂર્નામેન્ટ જીતવી ભારતીયના જીવથી વધુ મહત્વની છે ? જેમાં દુનિયાના ઘણા ઓછા ખેલાડી રમે છે. તેમ ગાવસ્કર કહે છે. ધ હંડ્રેડના ઓકશનમાં સનરાઇઝર્સ લીડસની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જે પછી કાવ્યા મારનની વ્યાપક ટીકા થઇ રહી છે.

Panchang

dd