• મંગળવાર, 17 માર્ચ, 2026

કૃષ્ણના નામથી નવસર્જન કરવા હાકલ

ઋષિકેશ (ઉત્તરાખંડ), તા. 16 : ઉનાળાથી લઇને વરસાદના આગમન સુધી અબડાસાના રાતાતળવ વાલરામજી ગૌશાળામાં અશ્રિત અબોલા જીવોના નીરણ અર્થે ગંગામૈયાના તટે સ્વામિનારાયણ આશ્રમમાં ભુજની દેવલમા સમિતિ દ્વારા આયોજિત ભાગવત કથા પ્રસંગમાં રુક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. વક્તા કશ્યપ જોશીએ કૃષ્ણની બાળીલાનું વર્ણન દરમ્યાન વર્તમાનમાં મોબાઇલ વાપરવાની ટેવને રોકવા વાલીઓને જાગૃતિ દાખવવી પડશે. ભગવાન કૃષ્ણના નામથી નવસર્જન કરવું જોઇએ, માનવ જીવનની ચાર વર્ણ વ્યવસ્થામાં સેવક વર્ણને ઉત્તમ વ્યવસ્થા ગણાવી હતી. આનંદનો કોઇ વિરોધી શબ્દ ન હોવાથી એવા કાર્યો કરો જેનાથી આનંદ મળે. જેના હૃદયમાં કૃષ્ણ બેઠો છે એ વ્યક્તિ ક્રાંતિ કરી શકે તેવું કહ્યું હતું. ગૌદાનમાં રતનબેન હરિશંકર અજાણી, જયાબેન મૂળશંકર અજાણી, ભરત મધવગિરિ ગોસ્વામી, ગીતાબેન હરિભાઇ જાટિયા, સીતાબેન અરજણ રબારી, મઘીબેન જેમલ રબારી, જયશ્રીબેન રવિશંકર પેથાણી, કવિતાબેન લખમશી ભાનુશાલી સહિતના યોગદાન આપ્યું હતું. રુક્ષ્મણીના પાત્રમાં બ્રિન્દ્રા રમેશ છાંગા અને કૃષ્ણના પાત્રમાં ઝીલ કિરીટ વ્યાસે લાભ લીધો હતો. મુશાયરામાં રવિ પેથાણી, જેન્તી ગોર, રેવાશંકર નાથાણી, નાથ શૈલેષ જોશી અને દિલીપ ગોર સ્વરચિત કાવ્યો રજૂ કર્યા હતા. નારાયણ યજ્ઞ સાથે કથાને વિરામ અપાશે.

Panchang

dd