• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર કમલેશ વૈદ્ય (.. 78) (નિવૃત્ત પીજીવીસીએલ, માજી હોમગાર્ડ ઓફિસર) તે સ્વ. ધનવિદ્યા મૂળવંતરાય વૈદ્યના પુત્ર, ગીતાબેનના પતિ, સ્વ. નિર્મળાબેન મધુકાંતભાઈ વોરા (માંડવી)ના જમાઈ, પરિતોષ (કોર્ટ)ના પિતા, સ્વ. જ્યોત્સના અરાવિંદભાઈ ધોળકિયા, દેવેન્દ્રભાઈ (એડવોકેટ), અવિનાશભાઈ (હોમગાર્ડ), સ્વ. રસેશ, સ્વ. કેદાર, દિવ્યા મુકુલભાઈ માંકડ, દીપક, ધર્માંશુ, સતિષના ભાઈ, ખુશ્બૂબેનના દિયર, સ્વ. હંસાબેન, કલ્પનાબેન, વંદનાબેન, હિનાબેનના જેઠ, સ્વ. અરુણભાઈ, પૂર્ણિમા સૂર્યપ્રકાશ છાયા, પ્રતિમા અનિલ ધોળકિયા, વિજયભાઈ, દીક્ષિતભાઈ (નખત્રાણા)ના બનેવી, અલ્કાબેન, સ્વ. રેણુકાબેન, કામિનીબેનના નણદોયા, હિરલ પરિતોષ વૈદ્યના સસરા, ધન્યના દાદા, હયાતી આદિત્યભાઈ વોરા, વ્યાપ્તિ વિજયભાઈ જોશી, અન્વય, અયનના કાકા, શિલ્પા દુષ્યંત અંતાણી, અમિત ધોળકિયા, અભિષેક માંકડ, સ્તુતિ રક્ષિત વૈષ્ણવના મામા, નિયતિના કાકાજી, ધવલ, કેશા, ખ્યાતિ, આસિત, દૃષ્ટિ, ધૈર્ય, હેલીના ફુઆ, મંજરીબેન મદનકુમાર અંજારિયાના વેવાઈ તા.1 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ, ભુજ ખાતે.

ભુજ : મૂળ મથના (યુ.પી.)ના ધરમસિંગ ફતેહસિંગ ચૌધરી (.. 75) તે જશોદાબેનના પતિ, અજય, જયેશ અને નમ્રતાના પિતા, રામાસિંગ, બદનસિંગના ભાઇ, ક્રિષ્ના, રમેશચંદ્ર મહેતા, શીતલબેન,  પારૂલબેનના સસરા, અમૃતસિંગ તોમરના જમાઇ, વંશિકા, ઓમ, જહાન્વી, ઇશિતાના દાદા, પ્રણવ, કરૂણા, નિધિના નાના તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન સી-15, પ્રભુપાર્ક, બી.એસ.એફ. હેડ કવાર્ટર પાસે, કોડકી રોડ, ભુજ ખાતે.

અંજાર : ગુંસાઇ પ્રેમગર મંગલગર (.. 79) (દશનામ ગોસ્વામી સમાજ-અંજાર પૂર્વ ઉપપ્રમુખ) તે ગં.સ્વ. જશોદાબેનના પતિ, સ્વ. મટુબેન મંગલગરના પુત્ર, સ્વ. દોલતગર મંગલગરના નાના ભાઇ, સ્વ. મંજુલાબેન દોલતગરના દિયર, સ્વ. જેઠીગર પ્રેમગર (ભુજ)ના જમાઇ, સ્વ. હીરાગર જેઠીગર (ભુજ)ના બનેવી, દીપાબેન, રેખાબેન, નીતાબેન, નીતિનગર, સુરેશગરના પિતા, સ્વ. બિપિનપુરી ગોવિંદપુરી (મુંબઇ), સંદીપગર પ્રતાપગર (ભુજ), કુમારગિરિ અશોકગિરિ (રાજકોટ), ધર્મિષ્ઠાબેન, શોભાબેનના સસરા, પ્રવીણગર દોલતગર, સતીશગર દોલતગર, ચંદ્રિકાબેન મણિગર (અંજાર), અનસૂયાબેન પ્રવીણગર (અંજાર), પ્રીતિબેન જયેશગર (માનકૂવા)ના કાકા, ભાનુમતીબેન, રેખાબેનના કાકા સસરા, કલ્પનાબેનના દાદા સસરા, સચિન, જીનલ, પ્રિયાંશી, રુદ્ર, ક્રિષ્ના, શિવમ, દિવમના દાદા, નિધિ, આયુષી, રુદ્રી, ધરા, ધ્રુવ, રુદ્રના નાના તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેંજ પાસે, અંજાર ખાતે.

આદિપુર : મૂળ મનફરાના ઠક્કર હરિલાલ રામાણી (.. 84) તે કાનબાઈ દયાળજી મનજી રામાણીના પુત્ર, ગં.સ્વ. જયાબેનના પતિ, સ્વ. વેલજી કાનજી પૂજારાના જમાઈ, સ્વ. સાકરચંદ, સ્વ. કાંતિલાલ, સ્વ. જેન્તીલાલ, સ્વ. તુરષાબેન ખેતશીભાઈ સોમેશ્વર, સ્વ. કાશીબેન મંગળજી રાચ્છના ભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, સ્વ. પ્રવીણાબેન ભરતકુમાર સચદે, ગં.સ્વ. સરલાબેન દીપકકુમાર પલણ, ગીતાબેન રાજેશકુમાર પરબિયાના પિતા, શંભુલાલ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. નટવરલાલ, છગનલાલ, ઘનશ્યામભાઈ, નરેન્દ્રભાઇ, સ્વ. ભવાનીબેન વિઠ્ઠલદાસ સોમેશ્વરના બનેવી, નયનાબેન, દક્ષાબેન, સ્વ. પ્રફુલ્લાબેન, પૂર્ણિમાબેનના સસરા, સાગર, સ્વ. જય, કૌશલ, મેહુલ, સૌમ્ય, પૂજાબેન પંકજકુમાર પૂજારા, ચાંદનીબેન મિતકુમાર આદુઆણી, નિધિબેન મેહુલકુમાર ચંદે, શ્રદ્ધાના દાદા, બિંદી, આરતી, ભક્તિ, મનપ્રીતના દાદાજી સસરા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર (દશો) તા. 23-2-2024ના શુક્રવારે સવારે 11 વાગ્યાથી ભાનુભવન, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, વોર્ડ 3, આદિપુર ખાતે તથા બંને પક્ષની પ્રાર્થનાસભા સાંજે 4થી 5 મૈત્રી સભાગૃહ, મૈત્રી સ્કૂલ પાસે, આદિપુર ખાતે. મુંબઈ મધ્યે પ્રાર્થનાસભા તા. 25-2-2024ના રવિવારે સાંજે 4થી 6 વાગ્યે સ્વામિનારાયણ મંદિર, ડોમ્બિવલી (ઈસ્ટ) ખાતે.

અંજાર : માનબાઇ નોરિયા (મહેશ્વરી) (.. 92) તે સ્વ. દેવજી મેઘજીભાઇ નોરિયાના પત્ની, ભચીબાઇ વેરશીભાઇ ભર્યા (બરાયા)ના પુત્રી, ગોપાલભાઇ, હીરજીભાઇ, પચાણભાઇ, સ્વ. અશોકભાઇ, ભાણજીભાઇ (બધા પાણી પુરવઠા વિભાગ-અંજાર), દેવલબેન, સુનિતાબેનના માતા, રાજબાઇના કાકી, અમિત, નિશા, દિવ્યેશ, જયેશ, પ્રકાશ, જગદીશ, સાગર, આનંદ, વિજય, ગીતા, સ્વ. વિશાલ, પરેશ, સ્વ. રિયા, દક્ષા, એકતા, પ્રેમિલાના દાદી, સ્વ. કાનબાઇ, મેઘબાઇ, તેજલબેન, રાજબાઇ, રાજુબાઇ, સ્વ. ગોરબાઇ, મંગલજી દેવજી ઢેરા (અંજાર), દેવશી સિંચ (આદિપુર), જગદીશ રણમલ ફુફલ (બારોઇ)ના સાસુ, ગાંગજીભાઇ, સવજીભાઇ, સામતભાઇ ભર્યા (બળદિયા)ના ફઇ, લક્ષ્ય, ભરત, હર્ષ, દર્શન, પ્રિન્સ, સંધ્યા, શ્રદ્ધા, વિશ્વાના પરદાદી, શરદ, પૂજા, નવીન, હંસા, કાન્તા, સોનબાઇ, નિતા, સવજી, જિતેશના નાની તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-2-2024ના આગરી, તા. 26-2-2024ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ચંપક જીન-ઝૂંડ વિસ્તાર, અંજાર ખાતે.

માંડવી : દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ મનસુખલાલ કેશવલાલ દેસાઇ (.. 81) તે સ્વ. નયનાબેનના પતિ, સ્વ. ચાંદુબેન કેશવલાલ શિવજી દેસાઇના પુત્ર, ભાવિકા દીપક શાહ (કલીકટ) તથા પારૂલના પિતા, સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. હરસુખભાઇ, સ્વ. લક્ષ્મીકાંત, સરસ્વતીબેન, સ્વ. કલાબેનના ભાઇ, સ્વ. વાડીલાલ મૂળજી મહેતાના જમાઇ, રીતિક અને ભવ્યના નાના તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. (દેહદાન કર્યું છે.) લૌકિક વ્યવહાર બંધ છે.

માંડવી : ચુડાસમા જયસિંહ (ગાંઠિયાવાળા) (.. 64) તે સ્વ. અભેરાજજી અને સ્વ. નાનાબાના પુત્ર, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. અજિતસિંહ, સ્વ. બળવંતસિંહ, તખતબા, ઉલાસબા, જનકબાના મોટા ભાઇ, નટવરસિંહ, પ્રવીણસિંહ, રાજેન્દ્રસિંહ, કૈલાશબાના પિતા, ગૌરીશંકર કલ્યાણજી મોતાના સસરા, નેહાબા, અર્જુનસિંહ, મિતરાજસિંહ, ઉર્વશીબા, હિરેન્દ્રસિંહ, નીકિતાબા, વીરેન્દ્રસિંહના દાદા, પૂજા, રાજના નાના તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 પ્રિતમ ભુવન, નવા નાકા સામે.

માંડવી : વાલીબાઇ ભુદાભાઇ કસ્તુરિયા (.. 96) તે સ્વ. નારાણભાઇ, દેવજીભાઇ, કિશોરભાઇ, ગંગાબેન, રાધાબેન, જમનાબેન, નીલમબેનના માતા, વિપુલ, જલ્પેશ, મીના, નિમિત, હેમાંગી, ચાંદની, હાર્દિકા, દર્શનના દાદી, સ્વ. કરશનભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ. શિવજીભાઇ, સ્વ. પ્રધાનભાઇ, હીરાબેન, લીલાવંતીબેન, ક્રિષ્નાબેનના બહેન, દર્શના પરદાદી, વિશ્વા, શિવના પરનાની તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : કેશવજી કાનજી પીઠડિયા (.. 68) તે સ્વ. જમનાબેન કાનજી પીઠડિયાના પુત્ર, ખીમજી, કાનજી, પ્રેમાબેનના ભાઇ, કાન્તાબેન ખીમજીના દિયર, કમલાબેનના પતિ, અનિતા, મનોજ, વૈશાલીના પિતા, મનોજ, દીપેશ, ધીરેનના સસરા તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, મુંદરા ખાતે, ભાઇઓ-બહેનોની સાથે.

નખત્રાણા : મૂળ રોહા-સુમરીના ઠક્કર જમનાદાસ પરસોત્તમ કોઠારી (.. 77) તે સ્વ. શાંતાબેન પરસોત્તમ દામજીના પુત્ર, સ્વ. પ્રભાબેનના પતિ, કિરીટભાઇ, મનોજભાઇ, બિંદિયાબેન નીલેશભાઇ અનમકાઠ (ગાંધીધામ)ના પિતા, દીપાબેન, વર્ષાબેનના સસરા, મથરાદાસ (મુલુંડ), સ્વ. શિવદાસભાઇ, અરવિંદભાઇ (વિભાપર), ભગવતીબેન મધુસૂદન મજેઠિયા (ભુજ), જ્યોતિબેન પંકજભાઇ દૈયા (કોટડા-.)ના ભાઇ, ઉષાબેનના દિયર, સ્વ. રાધાબેન, અનસૂયાબેનના જેઠ, સ્વ. કલ્પેશકુમાર, દીપકકુમાર, સ્વ. કાશ્મીરાબેન જિતેન્દ્રકુમાર સોમૈયા (મુલુંડ)ના કાકા, સોનલબેન હિતેષકુમાર આડઠક્કર (રતાડિયા), બકુલાબેન આશિષભાઇ ધીરાવાણી (કોઠારા), લખનભાઇના મોટાબાપા, જય, હર્ષ, દિયા, ક્રિષના દાદા, ધ્રુવીબેન રાજભાઇ ગોકલાણી (બરોડા), નીલના નાના, સ્વ. ઠક્કર ખીમજી હંસરાજ બારૂ (મોટી ખોંભડી)ના જમાઇ, દિનેશભાઇ, નરેન્દ્રભાઇ, શાંતિલાલ (મુલુંડ), સ્વ. ભગવતીબેન (નાસિક), સ્વ. અનસૂયાબેન (રસલિયા), જાનકીબેન (ભુજ)ના બનેવી તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : શાંતાબેન પોકાર (.. 78) તે સ્વ. વાલજી કરસન પોકારના પત્ની, સ્વ. ભરતભાઇ, ચંદ્રિકાબેન (નખત્રાણા), યોગેશભાઇના માતા, કુણાલ (આશાપુરા મેડિસીન-નખત્રાણા), રોનક, હાર્દિક, વિનીના દાદી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-2-2024ના સવારે 9થી 10.30 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાન રામેશ્વર ઇલેક્ટ્રિકની બાજુમાં.

નખત્રાણા : જોગી અરવિંદ (.. 22) તે સ્વ. બાબુ ભચુ તથા વાલબાઇના પુત્ર, હરેશ, કસ્તૂર અને ગીતાના ભાઇ, નાનજીના ભત્રીજા, જસુબેનના દિયર, જગદીશ અને કાનજીના સાળા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-2-2024ના, પાણી તા. 1-3-2024ના સવારે 9 વાગ્યે.

કોટડા (આથમણા) ચકાર (તા. ભુજ) : ડાઇબેન કરશન બડિયા (.. 92) તે સ્વ. કરશન ભોજાના પત્ની, સ્વ. જીવણ આસમલ વિંઝોડા (કુકમા)ના પુત્રી, સ્વ. હીરજી, સ્વ. પચાણ, સ્વ. લખુભાઇના બહેન, ભાણજી, હીરાલાલ (નિવૃત્ત શિક્ષક), પ્રેમજી, સુમલબેન, વાલબાઇ, જશોદાબેનના માતા, સ્વ. ડાયાલાલ, પચાણ દેવજીના કાકી, હંસાબેન, રેખાબેન, અરૂણાબેન, ધીરજબેન, પરસોત્તમ, ધવલ, નીલમ, હિતેષના દાદી, દેવજીભાઇ (ભારાપર), કરશનભાઇ (લોહારિયા), સામજીભાઇ (આદિપુર), કેસરબેન, પ્રફુલ્લાબેન, ભાનુબેનના સાસુ, અરમાન, તમન્ના, નિશાંતના પરદાદી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાને મહેશ્વરીવાસ, કોટડા (આથમણા) ખાતે.

શિણાય (તા. ગાંધીધામ) : વિનોદભાઇ શામજીભાઇ વાઘમશી (.. 35) (તુણા વાડી વિસ્તાર) તે સ્વ. ડાઇબેન જખુભાઇ દેવશી વાઘમશીના પૌત્ર, રસીલાબેન શામજી વાઘમશીના પુત્ર, ગં.સ્વ. ભાવિકાબેનના પતિ, નરેન્દ્ર વાઘમશી, સુનિતાબેન દિલીપભાઇ હડિયાના ભાઇ, દક્ષાબેન જગદીશભાઇ હડિયાના જમાઇ, લક્ષ્મીબેનના દિયર, ખુશી, ક્રિશાના પિતા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે બપોરે 3થી 4 જૂની સમાજવાડી, શિણાય ખાતે.

દરશડી (તા. માંડવી) : મોઘીબેન ચૌધરી (.. 90) તે સ્વ. શિવજી મેઘજીના પત્ની, સ્વ. પેથાભાઇ, સ્વ. કાનજીભાઇના નાના ભાઇના પત્ની, ચંદુલાલ, જેન્તીલાલ, વિમળાબેન (ભુજ), રુક્ષ્મણીબેન, કસ્તૂરબેન (મુંબઇ), શારદાબેન (ભુજ)ના માતા, મંજુલાબેન, લક્ષ્મીબેન, સુરેશભાઇ, રવિલાલભાઇ, જેન્તીભાઇ, ભાઇલાલભાઇના સાસુ, ભાવેશ, બિરેન, નીકિતા, દીક્ષિતા, ઝલકના દાદી, પ્રીતિબેન, અલ્પાબેન, ધ્રુતિબેન, પ્રતીક, રાજના દાદીસાસુ, લય, જન્ય, ધર્મ, નમસ્યના પડદાદી, લાલજી નથુ માવાણી (દેશલપર)ના પુત્રી તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-2-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 કુંવરમા આશ્રમ ખાતે.

લુણી (તા. મુંદરા) : વાઘેલા બાઇસાબા ઉમરસંગ (.. 85) તે વાઘેલા કનુભા, વાઘેલા જીતુભા, વાઘેલા મહિપતાસિંહના માતા, વાઘેલા મનુભા ભૂરૂભા, વેસુભા ભૂરૂભાના કાકી, ચંદ્રાસિંહ, સંજયાસિંહ, જયપાલાસિંહ, હરદેવાસિંહ, બ્રિજરાજાસિંહ, કરણાસિંહ ભીખુભા, પ્રતાપાસિંહના દાદી, ગિરિરાજાસિંહ, ગજરાજાસિંહના પરદાદી, જાડેજા મનુભા દેવાજી (જમાઈ)ના સાસુ તા. 19-2-2024ના અવસાન  પામ્યા છે. બેસણું તા. 22-2-2024ના ગુરુવારે બપોરે 3થી 5 શિવમંદિર હોલમાં. ઉત્તરક્રિયા તા. 1-3-2024ના શુક્રવારે.

મોમાયમોરા (તા. માંડવી) : હાલે મીરાં રોડ (મુંબઇ) ઇશ્વરભાઇ કાંતિલાલ ઉકાણી (.. 49) તે હીરાબેનના પુત્ર, સ્વ. કેશરબેન રવજીભાઇના પૌત્ર, ગં.સ્વ. કમળાબેનના પતિ, લક્ષિતભાઇના પિતા, પ્રફુલ્લભાઇ, દીપકભાઇ, ગીતાબેન, રેખાબેન, રસીલાબેનના ભાઇ, સોનલબેન, જયશ્રીબેનના જેઠ, શાંતિલાલ, હરેશભાઇ, કિશોરભાઇના સાળા, મંજુલાબેન જેન્તીભાઇ, લક્ષ્મીબેન કલ્યાણજીભાઇ, લીલાબેન અમૃતભાઇ, સરસ્વતીબેન દિનેશભાઇ, ઉર્મિલાબેન નરસિંહભાઇ, ચંદ્રિકાબેન ભરતભાઇ સેંઘાણીના ભત્રીજા, ગં.સ્વ. શાન્તાબેન મોહનભાઇ દિવાણી (વિરાણી નાની)ના જમાઇ, સુરેશભાઇ, જિજ્ઞેશભાઇ, સુનીલભાઇ, મનીષભાઇ, કિરણભાઇ, ડો. મિતેષભાઇ, ધવલ, નિકુલ, અનસૂયાબેન, વર્ષાબેન, પ્રવીણાબેન, સ્વ. ઉર્વિબેન, કૃપાબેન, પૂજાબેનના કાકાઇ ભાઇ તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2-2024ના સવારે 8.30થી 11.30 મોમાયમોરા પાટીદાર સનાતન સમાજવાડી ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : હાલે મુંદરા જયેશ રમેશભાઈ સિરોખા (.. 23) તે સ્વ. રમેશભાઈ ભીમજીબાપુ તથા ગંગાબેનના પુત્ર, સ્વ. ભીમજીભાઈ બુદ્ધાભાઈ તથા સ્વ. આસબાઈ ભીમજીભાઇ, સ્વ. સોમજીભાઈ બુદ્ધાભાઈ તથા સ્વ. લક્ષ્મીબેનના પૌત્ર, રાજેશ ભીમજીભાઈ (મંજલ)ના મોટા ભાઈના પુત્ર, મહેશ, આશાબેન રમેશ દેવશીં દનિચા (મુંદરા), પૂજાબેન કમલેશ, ભરતના ભાઈ, મુકેશભાઈ (અંજાર), પરેશભાઈ (ગાંધીધામ), મનોજભાઈ (ગાંધીધામ), જિતેશભાઇ (આદિપુર), ચાગબાઈ રાજેશ, મણિબેન મુકેશભાઈ, ધનબાઈ પરેશ, માયાબેન મનોજ, મુલબાઈ જિતેશના ભત્રીજા, રિયા, આરતીના મામા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન જૂની રાવલવાડી, મહેશ્વરી સમાજવાડી પાસે, ભુજ ખાતે.

કોટડા-. (તા. નખત્રાણા) : મૂળ નાગ્રેચાના મહેન્દ્રસિંહ રાઠોડ (.. 40) તે સ્વ. હાલુભા તેજમાલજી રાઠોડના પુત્ર, પ્રવીણસિંહ, સંજયસિંહના ભાઇ, જાલુભા, વેસલજી, કુંભાજી, ખેંગારજીના ભત્રીજા, સ્વ. સુખદેવસિંહ વિજયસિંહ સરવૈયા (ખેડોઇ)ના જમાઇ, મીનાક્ષીબાના પતિ, મનસ્વીબાના પિતા, તીર્થરાજ, દિવ્યારાજના મોટાબાપુ, રાજવિરસિંહના કાકા, શીતલબા, ઉર્મિલાબા, શિલ્પાબાના બનેવી, સ્વ. કાળુભા આશાજી જાડેજા, સ્વ. પ્રાગજી આશાજી જાડેજાના દોહિત્ર, કાનુભા, હરિભા, ચનુભા, પાચુભા, સવુભા, દાનુભા, હેમભા, બાલુભા, જેઠુભા, ગાભુભાના ભાણેજ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. મામા પક્ષ તરફથી બેસણું તા. 22-2-2024ના સાંજે 4થી 5 કોટડા જડોદર મોટી સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં.

નરેડી (તા. અબડાસા) : મિયાજી અમાબાઇ સુલેમાન (.. 72) તે અનવરના માતા, સુહાન, અમનના દાદી, મિયાજી કાસમ જાકબ (નરેડી હાલે કોઠારા)ના ભાભી, . મિયાજી રમજાન ઇબ્રાહીમ, મિયાજી આધમ ઇબ્રાહીમ, મિયાજી અબ્દુલ ઇબ્રાહીમના બહેન, મિયાજી સતાર આધમ, મિયાજી અલ્તાફના ફઇ તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-2-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નરેડી?ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang