• શનિવાર, 28 નવેમ્બર, 2026

ગવઈએ કોલેજિયમ સામે સવાલો કર્યા

નવી દિલ્હી, તા.27 : ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમની કાર્યપ્રણાલી સામે સવાલ ઊઠાવ્યો હતો.તેમણે આરોપ મૂક્યો હતો કે, કોલેજિયમે કરેલી તાજી ભલામણોમાં માત્ર એક ચોક્કસ સમુદાયને મહત્ત્વ અપાય છે.રાષ્ટ્રપતિને આ મુદ્દે દખલ કરવાની માંગ પણ ગવઈએ પત્રમાં કરી છે.પત્રમાં સંસદના આંકડા ટાંક્યા છે.આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને પણ મોકલાયો છે.પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિએ આરોપ મૂક્યો હતો કે, અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતી, મહિલાઓ, અન્ય વંચિત વર્ગોના ઉમેદવારોની અવગણના કોલેજિયમ કરે છે. ગવઈએ રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા પત્રમાં નોંધ્યું હતું કે, જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2026 વચ્ચે નિયુક્તિમાં અન્ય પછાત વર્ગને 14 ટકાથી પણ ઓછી હિસ્સેદારી મળી.તેમણે પત્રમાં એવો આરોપ પણ મૂક્યો હતો કે, પાંચ ટકાથી ઓછી વસ્તીવાળો એક સમુદાય સુપ્રીમ કોર્ટની 40 ટકાથી વધુ બેઠકો પર બેઠેલો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang