• શનિવાર, 28 નવેમ્બર, 2026

રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામાંથી ભારત બહાર

દોહા, તા.26 : 2026 એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે દોહામાં યોજાયેલી સેમિફાઈનલ મેચમાં શ્રીલંકા એ ટીમે 41.3 ઓવરમાં 318 રનના લક્ષ્યાંક હાંસલ કરી આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો.આ જીત સાથે શ્રીલંકા ચોથી વખત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું છે.આ પહેલાં શ્રીલંકાની ટીમ 0pt;line-height: 115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family: Calibri;mso-bidi-language:GU">2017, 2018 અને 2024માં ફાઈનલમાં પહોંચી હતી, જ્યારે ભારતીય ટીમે છેલ્લે 2013માં એશિયા કપ `રાઇઝિંગ સ્ટાર્સ'નો ખિતાબ જીત્યો હતો.તેથી 13 વર્ષથી ચાલી આવતા ખિતાબના દુષ્કાળનો અંત લાવવામાં ભારત નિષ્ફળ રહ્યું હતું.ટૂર્નામેન્ટની બીજી સેમિફાઈનલ પાકિસ્તાન-બાંગલાદેશ વચ્ચે રમાશે.જીતના લક્ષ્ય સાથે મેદાને ઊતરેલી શ્રીલંકાની ટીમ વતી ક્રુસપુલે 107 દડામાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 116 રન બનાવ્યા હતા, જ્યારે જયવર્દને 70 દડામાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 105 રન ઝૂડયા હતા, તો અણનમ રહેલા બંને ખેલાડી નિશાન 58 અને પવને 31 રન કર્યા હતા.હર્ષિત અને શાહબાજને 1-1 વિકેટ સાંપડી હતી.આ પહેલાં સેમિ ફાઇનલમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ઇન્ડિયા એ ટીમના 50 ઓવરમાં 8 વિકેટે 317 રન થયા હતા.સારી શરૂઆત પછી મધ્યક્રમના બેટધરોની નિષ્ફળતાને લીધે શ્રીલંકા એ ટીમ વાપસી કરવામાં સફળ રહી હતી.જો કે સાતમી વિકેટની 73 રનની ભાગીદારીને લીધે ઈન્ડિયા એ ટીમ 317 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી હતી.ભારતીય દાવની શરૂઆત આક્રમક રહી હતી.વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા વચ્ચે પહેલી વિકેટમાં 48 દડામાં 80 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.પાછલા મેચમાં યૂએઇ વિરૂધ્ધ પ2 દડામાં 28 છગ્ગાથી બેવડી સદી કરનાર વૈભવ સૂર્યવંશી કરનાર આજે 27 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 40 રને આઉટ થયો હતો.આ પછી અભિષેક અને કપ્તાન તિલક વર્મા વચ્ચે બીજી વિકેટમાં 79 રનની ભાગીદારી થઇ હતી.અભિષેક 63 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગાથી 78 અને તિલક 66 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી પ3 રને આઉટ થયા હતા.કુમાર કુશાગ્ર (21), રિંકુ સિંહ (12) અને સૂર્યાંશ શેગડે (10) નિષ્ફળ રહ્યા હતા.સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહમદે અણનમ પ4 રન 48 દડામાં 4 છગ્ગાથી કર્યાં હતા.જયારે તનૂષ કોટિયાને 28 રનનો સહયોગ આપ્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang