• શનિવાર, 28 નવેમ્બર, 2026

માંડવી ખાતે ગઢવી કપનો પ્રારંભ

કોડાય (તા.માંડવી), તા.26 : રમતગમતની સાથે સમાજના શૈક્ષણિક ઉત્થાનનો ઉમદા હેતુ સાથે માંડવીના જી.ટી.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભીમશીબાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગઢવી કપ-2026ની ચોથી આવૃત્તિનો સંતો, સમાજના અગ્રણી અને રમતપ્રેમીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો.અખિલ ભારતીય નાઈટ ટૂર્નામેન્ટમાં 0pt; line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri; mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">12 ટીમ વચ્ચે ક્રિકેટ જામશે.આ સ્પર્ધા અંતર્ગત ખેલાડીઓની હરાજી અને દાતાઓના સહયોગથી અગાઉ 35 લાખ એકત્રિત કરાયા હતા.આ રકમનો ઉપયોગ સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવશે.સમાજના વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રિકેટના માધ્યમથી શૈક્ષણિક કાર્ય માટે ભંડોળ એકત્ર કરવાની આ પહેલ સરાહનીય છે.રમતગમતથી યુવાનોમાં શારીરિક શક્તિ અને ટીમ ભાવનાનો વિકાસ થાય છે, જ્યારે આવી પ્રવૃત્તિઓ સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં પણ ઉપયોગી બને છે.અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીએ છેલ્લા ચાર વર્ષથી યોજાતી આ ટૂર્નામેન્ટ યુવાનોની પ્રતિભા અને શક્તિને પ્રોત્સાહન આપતી હોવાનું જણાવી ટ્રસ્ટ અને યુવાનોની કામગીરીને બિરદાવી હતી.પ્રથમ મેચની ટોસ વિધિ મોહિતભાઈ શાહે કરી હતી.ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સાચય ઈલેવન ટીમ અને મોરદાદા ઈલેવન ટીમ વચ્ચે રમાઈ હતી.આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારી બે દીકરી જેમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કબડ્ડી ખેલાડી સભાઈબેન ગઢવી તેમની વતી તેમના ભાઈંનું સન્માન કરાયું હતું અને રાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટ સ્પર્ધામાં બેસ્ટ વિકેટકીપર તરીકે ગોલ્ડ મેડલ જીતનારા નેહાબેન ગઢવીને ભીમશીબાપા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આર્ચરી માટેના સાધનો ખરીદવા માટે રૂપિયા દોઢ લાખનો પુરસ્કાર અપાયો હતો.કાર્યક્રમમાં રાજડા ટેકરીધામ મહંત અર્જુનનાથજીબાપુ અને ચારણ બોર્ડિંગના આજીવન ટ્રસ્ટી અને સંચાલક ભીમશીબાપાએ આશીર્વચન પાઠવ્યા હતા.અતિથિ વિશેષ તરીકે બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી  ગોપાલભાઈ ગઢવી (પીઆઈ, ગોંડલ), મયૂરભાઈ ગઢવી (પીઆઈ, રાજકોટ), સવરાજભાઈ ગઢવી (પીઆઈ, રાજકોટ), નાયબ જિલ્લા શિક્ષણાધિકારી મહેશદાન ગઢવી અને પૃથ્વીરાજાસિંહ ઝાલા, ભૂતપૂર્વ વિદ્યાર્થી રિસર્ચ ઓફિસર રાઘવદાન ગઢવી સહિતનું સન્માન કરાયું હતું.આ પ્રસંગે રાણશીભાઈ ગઢવી (ઉપપ્રમુખ પ્રદેશ કિસાન મોરચો, ભાજપ), સામતભાઈ ગઢવી (પ્રમુખ, તા.ભાજપ), કચ્છ યુવા ભાજપ પ્રમુખ રામભાઈ ગઢવી સહિત ટ્રસ્ટીઓ, સભ્યો, બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.ટ્રસ્ટના પ્રમુખ દયાલભાઈ ગઢવીએ દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.વ્યવસ્થા ટ્રસ્ટીઓ  અને સમાજના યુવાનોએ સંભાળી હતી.સંચાલન હરેશભાઈ ગઢવી અને થારુભાઈ ગઢવીએ કર્યું હતું.આભારવિધિ ભીમશીભાઈ ગઢવીએ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang