• શનિવાર, 28 નવેમ્બર, 2026

જિઓ, એરટેલ સસ્તા પ્લાન અલગથી બતાવે

નવી દિલ્હી, તા.27 : મોબાઈલ રિચાર્જ કરાવવા માટે જિયો અથવા એરટેલની એપ્લિકેશન ખોલવામાં આવે તો ઘણા પ્રકારના પ્લાન જોવા મળે છે.જેમાં ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ઓટીટી ધરાવતા રિચાર્જ સામેલ છે.જો કે માત્ર કોલિંગ માટે સસ્તો પ્લાન જોઈતો હોય તો તેને શોધવામાં પરેશાની થઈ શકે છે.હવે આ મામલે ટેલીકોમ કંપનીઓ અને ટ્રાય વચ્ચે ટકરાવ સામે આવ્યો છે.દેશની બે મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો અને ભારતી એરટેલ નથી ઈચ્છતા કે એપ અને વેબસાઈટ ઉપર પહેલા સરકારી નિયમો હેઠળના સસ્તા રિચાર્જ પ્લાન જોવા મળે.બીજી તરફ ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાય ઈચ્છે છે કે ગ્રાહકોને સરકારી નિયમના સસ્તા પ્લાન સરળતાથી મળી રહે.આ માટે ટ્રાયે કંપનીઓને અલગથી એક વિભાગ બનાવવા નિર્દેશ આપ્યો છે.જેનું નામ 0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri; mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri">`ટ્રાય મેન્ડેટેડ પેક્સ' હશે.રિપોર્ટ અનુસાર ટેલીકોમ કંપનીઓને ચિંતા છે કે જો સસ્તા રિચાર્જ પ્લાનને એપ અને વેબસાઈટમાં ઉપર બતાવવામાં આવશે તો મોટાભાગના ગ્રાહકો સસ્તા પ્લાન પસંદ કરશે.જેનાથી કંપનીઓની કમાણી ઉપર અસર પડી શકે છે.તેવામાં ટેલીકોમ  કંપનીઓ ઈચ્છે છે કે ગ્રાહક એવા પ્લાન ખરીદે જેમાં કોલિંગ સાથે ઈન્ટરનેટ ડેટા અને બીજી સુવિધાઓ પણ મળતી હોય.આવા પ્લાનની કિંમત વધારે હોય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang