• શનિવાર, 28 નવેમ્બર, 2026

`બહુત બઢિયા !'; ખાવડામાં દિગ્ગજ દિલજિત દોસાંઝ અભિભૂત

મુંદરા, તા.27 :  જાણીતા કલાકાર દિલજિત દોસાંઝ કચ્છમાં આવેલા અદાણી ગ્રુપના વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ ખાવડાની મુલાકાત દરમિયાન ભારતના ઝડપથી આગળ વધી રહેલા ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનથી પ્રભાવિત થયા હતા.`બહુત બઢિયા!' (અત્યંત શાનદાર!), એવા શબ્દો સાથે ખાવડા રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત દરમિયાન ગાયક દિલજિત દોસાંઝે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.દેશવ્યાપી કોન્સર્ટ ટૂરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમય કાઢીને તેમણે આ સપ્તાહની શરૂઆતમાં દુર્ગમ વિસ્તારમાં આવેલા વિશાળ ખાવડા રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.દોસાંઝે સ્થળ પર કાર્યરત એન્જિનીયરો સાથે સંવાદ સાધ્યો હતો અને દૂરના ખારા અને દુર્ગમ રણપ્રદેશમાં આ મેગા પ્રોજેક્ટના અમલીકરણમાં રહેલા લોજિસ્ટિકલ તથા એન્જિનીયારિંગના પડકારો વિશે જાણકારી મેળવી હતી.નજીકની માનવ વસાહતથી અંદાજે 70 0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family: Shruti;mso-hansi-font-family:Calibri">થી 100 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે પ્રોજેક્ટને સાકાર કરી રહેલા અદાણી ગ્રીન વોરિયર્સની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.પ્રોજેક્ટના વ્યુઇંગ ટાવર પરથી કલાકારે દૂર-દૂર સુધી ફેલાયેલી સોલાર પેનલો અને આકાશને આંબતી વિશાળ વિન્ડ ટર્બાઇન્સનું અદ્ભુત દૃશ્ય નિહાળ્યું હતું.પ્રકૃતિ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતીકરૂપે તેમણે પ્રોજેક્ટ સ્થળે એક રોપાનું વાવેતર પણ કર્યું હતું.ખાવડા ટીમ દ્વારા દોસાંઝને કચ્છની પ્રસિદ્ધ પરંપરાગત કળા `રોગન આર્ટ'ની કલાકૃતિ તેમજ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક એવા અજરખ પ્રિન્ટના સ્કાર્ફની ભેટ આપવામાં આવી હતી.નોંધપાત્ર છે કે, અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહેલો 30 ગિગાવોટ ક્ષમતાનો ખાવડા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ ગિગાવોટ સ્તરે વિશાળ પ્રોજેક્ટના અમલીકરણ માટે વૈશ્વિક સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે.આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 11 ગિગાવોટથી વધુની રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે.સંપૂર્ણ વિકાસ બાદ અહીં 26 ગિગાવોટ સોલાર અને 4 ગિગાવોટ વિન્ડ એનર્જીનું ઉત્પાદન થશે.

Ram Katha

Vyapar Utsav

Panchang