ભુજ, તા.26 : શહેરના રેલવે સ્ટેશન માર્ગ પર ઝાડીમાં દેસિંગભાઈ સુમનભાઈ રાઠવા (ઉ.વ.30) નામના યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ
મળ્યો હતો, જ્યારે મુંદરામાં રહેતા સોનુકુમાર નંદુ રાઉત (ઉ.વ.37)
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">નામના યુવાને અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો
હતો.બીજી તરફ હબાયમાં પ્રાણી આડું આવતાં પડી ગયેલા બાઈકસવાર મુબારક અબ્દુલ મણકા (ઉ.વ.16)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, તો રતનાલ બાયપાસ પર વાહન અડફેટે
આવી જતાં પાયલબેન પરબતભાઈ કલાસવા (ઉ.વ.17)નું મૃત્યુ થયું હતું.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી
વિગતો મુજબ, શહેરના રેલવે સ્ટેશન રોડ પર નગરપાલિકાની વાડીની પાછળ આવેલી વાડીની બાજુમાં
બાવળોની ઝાડીમાં હતભાગી દેસિંગ રાઠવા મૃત હાલતમાં મળી આવ્યો હતો.ભુજ શહેર બી-ડિવિઝન
પોલીસે આમામલે આગળતી તપાસ હાથ ધરી છે.મુંદરામાં રહેતો હતભાગી સોનુકુમાર પોતાના સિદ્ધાર્થનગરમાં
આવેલા મકાનમાં હતો, ત્યારે કોઈ અગમ્ય કારણે પંખામાં દુપટ્ટો બાંધી
ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.મુંદરા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની
તપાસ હાથ ધરી છે.બીજી તરફ બાઈકથી જઈ રહેલા ખલીફા જાવેદ અને સાથે બેઠેલા હતભાગી મુબારક
હબાય બસ સ્ટેશન નજીક પહોંચતાં જંગલી પ્રાણી આડું આવતં પડી ગયા હતા, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.બંનેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મુબારકને મૃત જાહેર કર્યો હતો.પદ્ધર પોલીસે
આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે રતનાલ બાયપાસ ચોકડી પર અજાણી વાહનની હડફેટે
આવી જતાં હતભાગી પાયલબેન અને વિપુલભાઈ ગંભીર રીતે ઘવાયા હતા.બંનેને સારવાર અર્થે ભુજની
જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે પાયલબેનને મૃત જાહેર કર્યા હતા.